________________
૧૫૨
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૮૮-૮૯ સ્વીકારેલું, એથી અનશનથી અતિશયિત થયેલો પ્રવ્રજ્યાનો પરિણામ હોવાથી તેમના ચરિત્રને દુષ્કર અને રોમના હર્ષજનક કહેલ છે. I૮૮ાા.
અવતરણિકા :
ન વા ચિત્ર, યતઃઅવતરણિકા -
અથવા આ ચિત્ર નથી=અવંતિસુકુમારે ધર્મ માટે પ્રાણત્યાગ કર્યો એ આશ્ચર્ય નથી, જે કારણથી શું ? એ ગાથામાં કહે છે – ગાથા :
उच्छूढसरीरघरा, अन्नो जीवो सरीरमन्नं ति ।
धम्मस्स कारणे सुविहिया सरीरं पि छटुंति ।।८९।। ગાથાર્થ :
દૂર કરાયાં છે શરીર અને ઘર જેમના વડે એવા સુવિહિતો જીવ અન્ય છે, શરીર અન્ય છે, એ પ્રકારની ભાવના વડે ધર્મના કારણે શરીરને પણ છોડે છે. ll૮૯II. ટીકા -
'उच्छूढसरीरघर'त्ति अवक्षिप्तदेहगेहाः, कथम् ? अन्यो जीवः शरीर-मन्यदिति भावनया धर्मस्य कारणाद् धर्मनिमित्तमाश्रित्य सुविहिताः साधवः शरीरमपि, आस्तां धनकनकादिकं, त्यजन्तीति ।।८९।। ટીકાર્ચ -
છૂઢસરીર રત્તિ .. ચનન્તીતિ | ઉછૂઢશરીરઘર=દૂર ફેંકાયાં છે શરીર અને ઘર જેમના વડે એવા, કેવી રીતે છોડ્યાં છે ? એથી કહે છે – જીવ અન્ય છે, શરીર અન્ય છે, એ પ્રકારની ભાવનાથી દેહ અને ઘરને છોડ્યાં છે, એવા સુવિહિત સાધુઓ ધર્મના કારણમાં=ધર્મના નિમિતને આશ્રયીને, શરીરને પણ=ધન-કનક આદિ દૂર રહો, શરીરનો પણ ત્યાગ કરે છે. lucci ભાવાર્થ
પૂર્વમાં કહ્યું કે અવંતિસુકુમારનું ચરિત્ર આશ્ચર્યકારી છે, હવે પરમાર્થથી આશ્ચર્યકારી નથી, તે સ્પષ્ટ કરતાં કહે છે –
જે મહાત્મા આત્માને ભાવિત કરે છે – જીવ અન્ય છે અને શરીર અન્ય છે; કેમ કે આત્મા “જ્ઞ સ્વભાવવાળો છે, શરીર અજ્ઞ સ્વભાવવાળું છે, આ પ્રકારે ભાવન કરીને નિરાકુળ સ્વભાવવાળા આત્મામાં સ્થિર થયેલા પરિણામવાળા તે મહાત્મા આત્માના નિરાકુળ “જ્ઞ' સ્વભાવને પ્રગટ કરવા તે પ્રકારે લીન