________________
૧૫૪
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૯૦-૯૧
નિયમથી, વૈમાનિક=વિમાતાધિપતિ દેવ, થાય છે; કેમ કે થોડા પણ ચારિત્રથી ઉપભ્રંહિત સમ્યગ્દર્શનનું વિશિષ્ટ ફલપણું છે. ૯૦પ ભાવાર્થ :
પ્રવ્રજ્યા એ પ્રકષ્ટભાવથી પાપથી પર થવાને અનુકૂળ ક્રિયારૂપ છે અને જે પ્રવ્રજ્યામાં અનન્ય મનવાળા છે=એક ચિત્તવાળા છે, તે મહાત્મા એક દિવસ પણ પ્રવ્રજ્યામાં અનન્ય મનવાળા રહે કે અંતર્મુહૂર્ત માત્ર પણ અનન્ય મનવાળા રહે તો તેઓનું ચિત્ત પાપથી વિરુદ્ધ આત્માના નિરાકળ ભાવમાં જવા માટે પ્રવર્તે છે, જેનાથી અનાદિથી સંચિત થયેલાં સર્વ પાપો નાશ પામે છે અને જીવ મોક્ષમાં જાય છે, જેમ અરીસાભુવનમાં બેઠેલા ભરત મહારાજા પ્રવ્રજ્યામાં અનન્ય ચિત્તવાળા થયેલા હોવાથી તત્ક્ષણ કેવલજ્ઞાન પામ્યા અને ધૃતિ, સંઘયણ, કાલ આદિ સામગ્રીનો વિરહ હોય તો પ્રવ્રજ્યામાં અનન્ય મનવાળા મુનિ પણ મોક્ષને પ્રાપ્ત ન કરી શકે, તોપણ વિમાનના અધિપતિ દેવ અવશ્ય થાય છે; કેમ કે અલ્પ પણ ચારિત્રના પરિણામથી સંવલિત એવું સમ્યગ્દર્શન તેવા પ્રકારના વિશિષ્ટ ફળનો હેતુ છે, તેથી અવંતિ-સુકમાલને એક રાત્રિના સંયમના બળથી દેવલોકની પ્રાપ્તિ થઈ, તેમાં કોઈ આશ્ચર્ય નથી; કેમ કે જે પ્રવ્રજ્યા અનંત ભવોનાં સંચિત પાપોને એક અંતર્મુહૂર્તમાં નાશ કરવા સમર્થ છે, તેવી ઉત્તમ પ્રવ્રજ્યાનું દેવલોકરૂપ ફળ અલ્પ માત્ર જ છે. ll૯oll અવતરણિકા -
न केवलमनेनैव धर्मार्थं देहत्यागोऽकारि, किं तर्हि ? बहुभिरिति दर्शयन् दृष्टान्तान्तरमाहઅવતરણિકાર્ચ -
કેવલ આમના વડે જ–અવંતિસુકુમાલ વડે જ, ધર્મ માટે દેહત્યાગ કરાયો નથી, પરંતુ ઘણા મહાત્માઓ વડે ધર્મ માટે દેહનો ત્યાગ કરાયો છે, એ પ્રમાણે બતાવતા દષ્ટાત્તાન્તરને કહે છે – ગાથા :
सीसावेढेण सिरम्मि, वेढिए निग्गयाणि अच्छीणि ।
मेयज्जस्स भगवओ, न य सो मणसा वि परिकुविओ ।।११।। ગાથાર્થ :
શિરોવેષ્ટ વડે મસ્તક વેષ્ટિત કરાયે છતે ભગવાન મેતાર્યનાં બે ચક્ષુઓ બહાર નીકળ્યાં અને તે મનથી પણ પરિકુપિત થયા નહિ. II૯૧|| ટીકા :
वेष्ट्यतेऽनेनेति वेष्टः, शिरसो वेष्टः शिरोवेष्टस्तेन करणभूतेन शिरसि वेष्टिते निर्गते अक्षिणी, कस्य ? मेतार्यस्य भगवतः, न च नैवासौ मनसापि, आस्तां वाक्कायाभ्यां, परिकुपितस्तत्कारिणीति