________________
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૮૪, ૮૫-૮૬-૮૭
૧૪૩
ટીકાર્ય :
યઃ શ્વિદ્યસ્થ » ચિન્તયતતિ છે જે કોઈક વસ્તુ જે કોઈકના હદયમાં વર્તે છે=મોહથી ઉપેતપણાથી કે અન્ય કારણથી ચિત્તમાં સ્પર્શે છે, તે પુરુષ તેને સ્થાપન કરે છે અસુંદર પણ સુંદર સ્વભાવરૂપે સમર્થન કરે છે, દાંતને કહે છે - વાઘણ એવી તેની માતા પોતાના બાળકને ભદ્ર જંતુના સુખનું હેતુપણું હોવાથી સુખ અને સૌમ્ય=ક્રોધાદિ ઉપશમથી શાંત લેશ્યાવાળું માને છે. ૮૪ો. ભાવાર્થ :
જે જીવોને જે પ્રકારનો મોહનો પરિણામ હોય તે જીવોને તે મોહના પરિણામને કારણે તે વસ્તુ સુંદર જણાય છે, જેમ અતિક્લિષ્ટ અધ્યવસાયવાળા જીવોને બીજાને મારવામાં અને ત્રાસ આપવામાં સુખ જણાય છે. તે રીતે ધર્મના ક્ષેત્રમાં પણ મોહાવિષ્ટ મતિવાળા જીવોને પોતાના મોહના કારણે હૈયામાં જે પ્રકારે પરિણામ થાય છે, એ પ્રકારે એ વસ્તુ સુંદર જણાય છે. વળી અન્ય કારણથી પણ જેને ચિત્તમાં જે લાગે છે તે જ તેને સુંદર જણાય છે. જેમ પ્રદેશ રાજાને આત્મવિષયક નિર્ણય કરવાની જિજ્ઞાસા હતી અને રાજાએ ચોરની પરીક્ષા કરી કે મારતી વખતે ચોરનો આત્મા ક્યાંયથી બહાર ન નીકળી શકે તે રીતે છિદ્ર વગરની પેટીમાં રાખીને માર્યો, છતાં તેનો આત્મા ક્યાંય દેખાયો નહિ, મૃત ફ્લેવર દેખાયું. તેથી તે પ્રકારના અનુભવને કારણે તેના હૈયામાં તે જ વસે છે કે આત્મા નથી, તે રીતે જેઓના કષાયો ઘણા મંદ થયા છે, સહજ માર્ગાનુસારી બુદ્ધિ થઈ છે, તે કારણથી જેઓના ચિત્તમાં સર્વજ્ઞકથિત વચનોનું તાત્પર્ય લાગે છે, તેઓને તે સુંદરરૂપે ભાસે છે.
તેથી એ ફલિત થાય કે મોહને કારણે કે અન્ય કારણે જેનું ચિત્ત જે ભાવને અભિમુખ હોય, તે વ્યક્તિ તે અસુંદર પણ વસ્તુને સુંદર સ્વભાવે સમર્થન કરે છે અને સુંદર પણ વસ્તુને અસુંદર સ્વભાવે સ્થાપન કરે છે. આ જ વસ્તુને દૃષ્ટાંતથી સ્થાપન કરે છે –
વાઘણ પોતાના પુત્રને ભદ્ર અને સૌમ્ય જુએ છે, કેમ કે શાંતિથી કૂદાકૂદ કરતા પોતાના બાળકને જોઈને આ બાળક જીવોના સુખનો હેતુ જણાય છે અને બાળક અવસ્થામાં છે, ત્યારે તેની ચેષ્ટા જોવી ગમે છે, તેથી તે સૌમ્ય પ્રકૃતિવાળો છે તેમ માને છે, વસ્તુતઃ તે બાળક વાઘણનો પુત્ર છે, તેથી લોકોને ત્રાસનો હેતુ છે અને ક્રોધી સ્વભાવવાળો છે. બાળક અવસ્થામાં તે ભાવો બીજરૂપે છે, મોટો થશે ત્યારે તે ભાવો ખીલી ઊઠશે, છતાં વાઘણની દૃષ્ટિએ પોતાના પુત્રને તે રીતે ગેલ કરતો જોઈને આ બાળક ભોળું છે, ભદ્રક છે તેમ માને છે, તે રીતે ધર્મક્ષેત્રમાં પણ મંદબુદ્ધિવાળા જીવોને તે બાહ્ય ત્યાગ જ ત્યાગ સ્વરૂપે દેખાય છે, પરંતુ વિવેકવાળા જીવોની જેમ સર્વજ્ઞવચનથી નિયંત્રિત ત્યાગને ત્યાગ સ્વરૂપે જોઈ શકતા નથી. II૮ાા અવતરણિકા - न केवलं यत्यवस्थायां गृहस्थावस्थायामपि विवेकस्य महत्फलमिति दृष्टान्तेनाह