________________
૧૪૪
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૮૫-૮૬-૮૭
અવતરણિાકાર્ય :
કેવલ યતિ અવસ્થામાં નહિ, પરંતુ ગૃહસ્થ અવસ્થામાં પણ વિવેકનું મહાફળ છે, એને દગંતથી કહે છે – ભાવાર્થ :
પૂર્વમાં કહ્યું કે અવિવેકી જીવો બાહ્ય કષ્ટરૂપ અનેક ક્લેશો વેઠે છે, તે અલ્પફલવાળા છે, જ્યારે વિવેકી જીવો યથાવસ્થિત તત્ત્વને જોનારા હોવાથી બીજાનાં દુર્વચનો પણ સહન કરે છે. હવે વિવેકવાળા યતિની આચરણા તો મહાન ફલવાળી છે, પરંતુ ગૃહસ્થ અવસ્થામાં પણ વિવેકવાળાની આચરણા મહાન ફલવાળી છે, એ બતાવે છે –
ગાથા :
मणिकणगरयणधणपूरयम्मि भवणम्मि सालिभद्दो वि । अनो किर मज्झ वि सामिओ त्ति जाओ विगयकामो ।।५।। न करंति जे तवं संजमं च ते तुल्लपाणिपायाणं । पुरिसा समपुरिसाणं, अवस्स पेसत्तणमुविंति ।।८६।। सुंदरसुकुमालसुहोइएण विविहेहिं तवविसेसेहिं ।
तह सोसविओ अप्पा, जह न वि नाओ सभवणेवि ।।८७।। ગાથાર્થ :
મણિ કનક રત્ન-ધનથી પૂરિત ભવન હોતે છતે શાલિભદ્ર પણ ખરેખર મારા પણ અન્ય સ્વામી છે. એથી વિગત કામવાળા થયા,
ત્યારે શાલિભદ્ર શું વિચારે છે તે બતાવે છે – જેઓ તપ-સંયમ કરતા નથી, તે પુરુષો તુલ્ય હાથ અને પગવાળા સમપુરુષોના પ્રખ્યત્વને અવશ્ય પામે છે. ત્યાર પછી મુનિભાવમાં શું કર્યું તે સ્પષ્ટ કરે છે –
સુંદર સુકુમાર સુખને ઉચિત એવા દેહવાળા શાલિભદ્ર વડે વિવિધ તપવિશેષથી આત્મા–દેહ, તે પ્રકારે શોષિત કરાયો, જે પ્રમાણે સ્વભવનમાં પણ જ્ઞાત થયા નહિ. ll૮૫-૮૬-૮૭ના. ટીકા :
तत्र तावत् कथानकं कथ्यते-धन्याभिधानाया उच्छिन्नकुलाया वत्सपाल्यास्तनयः सङ्गमनामा इन्द्रोत्सवे गृहे गृहे क्षीरानं खाद्यमानं दृष्ट्वा तन्मातरं याचितवान् । ततः क्षीराद्यभावाज्जातखेदां