________________
૧૪૨
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૮૩-૮૪ તત્ત્વોને યથાર્થ અને અસંદિગ્ધ જાણનારા છે, તેથી તે તત્ત્વોના યથાર્થ બોધને કારણે તેઓને આશ્રવ સર્વથા હેય જણાય છે અને સંવર ઉપાદેય જણાય છે, એથી સતત સંવરની વૃદ્ધિના અર્થી તે મહાત્માઓ લોકોનાં દુર્વચનોને સહન કરે છે અર્થાત્ આહારની પ્રાપ્તિ માટે, વસતિની પ્રાપ્તિ માટે કે ઉપધિ આદિની ગવેષણા માટે ઉચિત વિધિથી યત્ન કરતા હોય, છતાં કોઈક જીવો તે પ્રકારનાં દુર્વચનોથી તેમને તાડન કરે તોપણ લેશ પણ કુપિત થયા વગર તેને સહન કરે છે, કેમ કે તેઓ વિચારે છે કે મારા કરેલા કર્મનું આ ફળ છે, દુર્વચન કહેનારા જીવોનો દોષ નથી, આથી રાજકન્યાએ અને ત્યારપછી યજ્ઞ કરતા બ્રાહ્મણોએ હરિકેશબલ મુનિનો તિરસ્કાર કર્યો તોપણ મુનિ કુપિત થયા નહિ. II૮૩ અવતરણિકા :
मन्दबुद्धयः पुनस्तानेव बालतपस्विनः, समर्थयन्ते, तत्रेदं कारणंઅવતરણિતાર્થ :
મંદબુદ્ધિવાળા જીવો વળી તે બાલ તપસ્વીઓનું સમર્થન કરે છે, તેમાં આ કારણ છે – ભાવાર્થ :
જેઓ પ્રાજ્ઞ હોય તેઓ પરિણામને જોનારા હોય છે અને જેઓ મંદબુદ્ધિવાળા હોય છે તેઓ બાહ્ય આચરણાને જોનારા હોય છે, તેથી મંદબુદ્ધિવાળા જીવોને બાહ્ય કષ્ટકારી આચરણા શ્રેષ્ઠ દેખાય છે, તેથી તે બાલતપસ્વીઓ મહાત્યાગી છે એ પ્રકારે સમર્થન કરે છે, તેમાં કારણ બતાવે છે. ગાથા :
जो जस्स वट्टए हियए, सो तं ठावेइ सुंदरसहावं ।
वग्घी छावं जणणी, भदं सोमं च मन्नेइ ।।८४।। ગાથાર્થ :
જે વસ્તુ જેના હૈયામાં વર્તે છે, તે પુરુષ તેને સુંદર સ્વભાવવાળું સ્થાપન કરે છે, વાઘણ એવી માતા છાવને=પોતાના પુત્રને, ભદ્ર અને સૌમ્ય માને છે. I૮૪ ટીકા :
यः कश्चिद्यस्य कस्यचिन्मोहोपहततयाऽन्येन वा कारणेन वर्तते हृदि लगति चित्ते स तं स्थापयति-समर्थयतेऽसुन्दरमपि सुन्दरस्वभावम्, दृष्टान्तमाह-व्याघ्री शावमात्मीयं बालं जननी तन्माता भद्रं सुखं जन्तुसुखहेतुत्वात्, सौम्यं च क्रोधाद्युपशमेन शान्तलेश्य, चः समुच्चये, मन्यते चिन्तयतीति ।।८४॥