________________
૧૪૦
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૮૨
ટીકા :
पृथिव्यादिषड्जीवनिकायवधकाः सन्तः स्वयमपरेषामपि हिंसकशास्त्राणि जीवोपमर्दगर्भार्थानि वेदादीन्युपदिशन्ति व्याचक्षते । पुनःशब्दस्य विशेषणार्थत्वात्सर्वज्ञशासनपराङ्मुखाश्च, अनेन हेतुना सुबहुरपि तपःक्लेशो बालतपस्विनामज्ञऋषीणां तामल्यादीनामल्पफलो भवति, अथवा अपि सम्भाव्यते एतदफलो निष्फलः संसाररूपानिष्टफलत्वाद्वाऽफल इति ॥८२।। ટીકાર્ય :
પૃથિવ્યારિ ... મત્ત ત્તિ | સ્વયં પૃથ્વી આદિ છ કાય જીવના વધ કરનારા છતાં બીજાઓને હિંસક શાસ્ત્રોનો ઉપદેશ આપે છે=જીવના ઉપમઈતનો ગર્ભમાં અર્થ છે જેને એવાં વેદશાસ્ત્રો કહે છે, પુનઃ શબ્દનું વિશેષણ અર્થપણું હોવાથી તેઓ સર્વજ્ઞના શાસનથી પરાક્ષુખ છે, આ હેતુથી બાલતપસ્વીઓનો=અજ્ઞ ઋષિ એવા તામલી આદિનો સુબહુ પણ તપતો ક્લેશ અલ્પફલવાળો થાય છે અથવા જ સંભાવના કરાય છે. આસામલી આદિનો તપ, અલ છેઃનિષ્ફળ છે અથવા સંસારરૂપ અનિષ્ટફલપણું હોવાથી અફલ છે. I૮રા ભાવાર્થ :
જેઓ છ જીવ નિકાયના વધને કરનારા છે અને બીજાને હિંસક એવાં વેદ આદિ શાસ્ત્રોનો ઉપદેશ આપે છે, તેઓ તામલી તાપસ આદિની જેમ ઘણો પણ તપ કરીને સુબહુ પણ તપનો ક્લેશ અલ્પફુલવાળો કરે છે, એથી ભગવાનના શાસનના સંયમવેષમાં રહેલા પણ જે સાધુઓ તે પ્રકારના સૂક્ષ્મ બોધવાળા નથી, તેથી તામલીની જેમ જ અવિવેકવાળી ધર્મની પ્રવૃત્તિનો ઉપદેશ આપીને લોકોને ધર્મમાં પ્રવર્તાવે છે અને સર્વજ્ઞશાસનના પરમાર્થથી પરાક્ષુખવાળા છે, તેઓનો તારૂપ ક્લેશ અબહુફલવાળો છે અથવા અફલવાળો અથવા વિપરીત ફલવાળો છે.
તેથી એ પ્રાપ્ત થાય કે જેઓમાં કષાયની અલ્પતા છે અને તાલી તાપસની જેમ અનુકંપા છે, તેવા જીવો જે કાંઈ તપનાં કષ્ટ અનુષ્ઠાનો સેવે તે અલ્પફલવાળાં થાય છે. વળી જે જીવોમાં તે પ્રકારની કષાયની અલ્પતા નથી, તેઓ જે તપાદિ અનુષ્ઠાન કરીને બાહ્ય કષ્ટમાં યત્ન કરે છે, તેઓનો તે તપ નિષ્ફળ છે; કેમ કે તે પ્રકારની કષાયની અલ્પતા નથી અને જેઓમાં વિપર્યાસ પ્રચુર છે, આથી જ
સ્વરુચિ અનુસાર પ્રવૃત્તિ કરીને હું સર્વજ્ઞના વચનાનુસાર કરું છું, એ પ્રકારે વિપરીત મતિ વર્તે છે અને તત્ત્વને સન્મુખ થાય તેવા અલ્પ કષાયો નથી, તેથી સ્વરુચિમાં જ અભિનિવિષ્ટ મતિવાળા છે, તેઓનું તપ અનુષ્ઠાન સંસારરૂપ અનિષ્ટ ફલવાળું હોવાથી કેવલ નિષ્ફળ નથી, પરંતુ વિપરીત ફળને પ્રાપ્ત કરાવનાર છે. આથી તે જીવો સ્વમતિના કદાગ્રહને પુષ્ટ કરીને પોતાના કાષાયિક ભાવોને દઢ કરે છે, તેથી દીર્ઘ સંસારના પરિભ્રમણરૂપ અનિષ્ટફળની પ્રાપ્તિ થાય છે. ll૮શા