________________
૧૩૯
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૮૧-૮૨ વાર પાણીથી ધોયેલા ચોથા ભાગ વડે દેહનો નિર્વાહ કરતો હતો, આટલા ફ્લેશથી અલ્પકષાયપણું હોવાથી અને અનુકંપાપરપણું હોવાથી દેવમાં ઉત્પન્ન થયો. ઈતરથા અલ્પ કષાય અને અનુકંપા ન હોત તો, અસંયતના પોષણરૂપ અનર્થાતર=અન્ય અનર્થ કરનારું થાય. ૮૧૫. ભાવાર્થ :
જે સાધુઓને ભગવાનના શાસનનો સૂક્ષ્મ બોધ થયો નથી, સમિતિ-ગુપ્તિપૂર્વક સમભાવની વૃદ્ધિ કઈ રીતે થાય, કષાયોનો ઉચ્છેદ તત્ત્વની ભાવનાથી કઈ રીતે થાય ? તેના પરમાર્થનો બોધ નથી, તેઓ દ્વારા કરાયેલ તપસેવનનો ક્લેશ કે ઉપદેશનો ક્લેશ અલ્પફલવાળો છે, તે તામલી તાપસના દૃષ્ટાંતથી સ્પષ્ટ કરે છે – તાલી તાપસ વૈરાગ્યને પામેલ, પરંતુ વિશેષ પ્રકારના બોધથી વિકલ હોવાના કારણે સર્વજ્ઞના વચનની પ્રાપ્તિ થઈ નહિ, છતાં કલ્યાણના અર્થે એકવીસ વખત ધોવાયેલા આહાર દ્વારા સાઈઠ હજાર વર્ષ તપ કર્યો તોપણ વિશિષ્ટ દેવત્વને પામ્યો નહિ અર્થાત્ ભગવાનના વચનની આરાધના કરીને મહાત્માઓ જે રીતે વિશિષ્ટ દેવત્વને પામે છે અને ક્રમે કરીને મોક્ષને પામે છે, તે રીતે વિશિષ્ટ દેવત્વને પામ્યો નહિ. તેથી તેઓનો અજ્ઞાન તપ અલ્પફલવાળો છે, તેમ ભગવાનના શાસનમાં પણ જેઓને તે પ્રકારનો વિશેષ બોધ નથી, આમ છતાં અલ્પકષાયવાળા છે અને નિર્દોષ ભિક્ષાચર્યામાં યત્ન કરીને જીવો પ્રત્યે અનુકંપાની પરિણતિવાળા છે, તેઓનું સંયમનું કષ્ટ અલ્પફલવાળું છે. II૮ના અવતરણિકા -
ननु केन हेतुना तदीयतपोऽल्पफलमित्युच्यते संयमाऽभावादुन्मार्गप्ररूपकत्वाच्च । तथा चाहઅવતરણિકાર્ય :
નનુથી શંકા કરે છે – કયા હેતુથી તેનો તપતામલી તાપસનો તપ અલ્પફુલવાળો છે ? ઉત્તર અપાય છે –
સંયમનો અભાવ છે અને ઉન્માર્ગપ્રરૂપકપણું છે તેથી અલ્પફળવાળો છે, અને તે પ્રમાણે કહે છે –
ગાથા :
छज्जीवकायवहगा, हिंसगसत्थाइं उवइसंति पुणो ।
सुबहुं पि तवकिलेसो, बालतवस्सीण अप्पफलो ।।८२।। ગાથાર્થ :
છ જીવ કાયના વધને કરનારા એવા જેઓ વળી હિંસક શાસ્ત્રોનો ઉપદેશ આપે છે, એવા બાલ તપસ્વીઓનો સુબહુ પણ તપનો ક્લેશ અલ્પફલવાળો છે. દશા