________________
૧૩૭
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૮૦-૮૧ વચન બોલે છે, જે કેવું છે? ધર્મસંયુક્ત=નિરવદ્ય છે અને આ પ્રમાણે ઘટતા એવા તેઓ=સાધુઓ, અક્ષેપથી મોક્ષને સાધે છે; કેમ કે વિવેકકલિતપણું છે=ભાષા વિષયક પ્રવૃત્તિ અતિવિવેકયુક્ત છે. I૮૦|| ભાવાર્થ :
ભાવસાધુઓ આત્માનો નિરાકુળ સ્વભાવને પ્રગટ કરવા ગંભીરતાપૂર્વક અપ્રમાદથી યત્ન કરે છે, તેથી પર વડે પુછાયા ન હોય તોપણ લોકોને કહું, એ પ્રકારની મતિથી બોલતા નથી અને યોગ્ય જીવો ધર્મની પૃચ્છા કરે ત્યારે કેવું વચન બોલે છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે – વિવેકી સાધુઓ ધર્મથી સંયુક્ત વચન બોલે છે, અન્ય વચન બોલતા નથી, જેના શ્રવણથી યોગ્ય જીવોમાં અવશ્ય ધર્મની પ્રાપ્તિ થાય તેવું શ્રોતાની ભૂમિકાનુસાર બોલે છે, તે વચન પણ મધુર હોય છે અર્થાત્ શ્રોતાને આ@ાદ કરે તેવું હોય છે; કેમ કે શાંતરસથી ભાવિત મહાત્માની વાણીમાં પણ શાંતરસ વર્તે છે, એથી તે વચન મધુર ભાસે છે, વળી, તે વચન સૂક્ષ્મ અર્થવાળું હોય છે અર્થાત્ ધર્મનું આ કૃત્ય કર્તવ્ય છે, આ કૃત્ય અકર્તવ્ય છે ઇત્યાદિ સ્થૂલ કથનરૂપ નથી હોતું, પરંતુ શ્રોતાની બુદ્ધિને સ્પર્શે તે પ્રકારનું કાર્ય-કારણ ભાવના યોજનવાળું હોય છે. જેમ જગતમાં સર્વત્ર કાર્યને અનુરૂપ કારણથી ફળની પ્રાપ્તિ થાય છે, યથાતથા કારણથી કાર્ય થતું નથી, તેમ આલોકના અને પરલોકના હિતની અર્થી જીવને કઈ રીતે સમ્યગુ સેવાયેલો ધર્મ હિતનું કારણ બને છે, એમ નિપુણતાપૂર્વક કહેનારું વચન કહે છે. વળી પુછાયેલા તે મહાત્મા પરિમિત શબ્દોમાં હિતનું કારણ થાય તે રીતે કહે છે. વળી, તે મહાત્માનું બોલાયેલું વચન પ્રસ્તુત પ્રયોજનને સાધનારું હોય છે અર્થાત્ શ્રોતાને હિતની પ્રાપ્તિ કરાવવી એ સાધુને ઉપકાર કરવાનું પ્રયોજન હોય છે, તેને સાધનારું તે વચન હોય છે. માત્ર પદાર્થના કથન સ્વરૂપ તે વચન હોતું નથી. વળી, સાધુ તત્ત્વથી ભાવિત મતિવાળા હોવાથી પોતે વિદ્વાન છે, બુદ્ધિમાન છે ઇત્યાદિ વચનો ગર્વથી બોલતા નથી, પરંતુ તત્ત્વથી ભાવિત થઈને સંવેગનું કારણ બને તેવાં જ વચનો બોલે છે. વળી તે વચન ગંભીર અર્થને કહેનારાં હોય છે, તેથી પ્રાજ્ઞ પુરુષો ગંભીર અર્થવાળા વચનના બળથી તત્ત્વને સુખપૂર્વક પ્રાપ્ત કરી શકે છે. વળી સાધુ જે કાંઈ બોલે તે બોલવા પૂર્વે બુદ્ધિથી પર્યાલોચન કરીને આ કથન એકાંત નિરવદ્ય છે, તેવો નિર્ણય કરીને બોલે છે. પરંતુ વિચાર્યા વગર સહસા કોઈ કથન કરતા નથી, આ પ્રમાણે પ્રવૃત્તિ કરનારા વિવેકી સાધુ શીધ્ર મોક્ષને સાધે છે; કેમ કે તેઓની ભાષાની પ્રવૃત્તિ અત્યંત વિવેકથી યુક્ત છે, તેનાથી સ્વ-પરના નિરવદ્ય ધર્મની અવશ્ય વૃદ્ધિ થાય છે. II૮ના અવતરણિકા :
अविवेकिनां पुनः क्लेशोऽनर्थक एव, तथा चाहઅવતરણિકાર્ય :
અવિવેકીઓને વળી અનર્થ કરનારો જ ક્લેશ પ્રાપ્ત થાય છે અને તે પ્રકારે=અવિવેકપૂર્વક પ્રવૃત્તિ કરનારાને ક્લેશ થાય છે તે પ્રકારે, કહે છે –