________________
૧૩૬
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૭૯-૮૦ વાળા હોય છે. વળી સામાન્યથી સ્વયં હસતા નથી કે બીજાને હાસ્ય ઉત્પન્ન કરતા નથી, પરંતુ તત્ત્વથી ભાવિત મતિવાળા હોવાથી ગંભીર મુદ્રાવાળા હોય છે. રાજ કથા, સ્ત્રીકથા આદિ પ્રવૃત્તિથી રહિત હોય છે અને સ્વલ્પ પણ અસમંજસ બોલતા નથી, પરંતુ સર્વજ્ઞના વચનથી નિર્ણાત સ્વ-પરના કલ્યાણને કરનારાં વચનો જ બોલે છે અને તેવાં પણ વચનો ઉપકાર માટે આવશ્યક હોય તેટલાં જ બોલે છે, અતિબહુ બોલતા નથી. ફક્ત ઉપકાર માટે બોલવાનું પ્રયોજન જણાય એટલું જ સ્વપરના ઉપકાર માટે બોલે છે. વળી, પર વડે પૃચ્છા ન કરી હોય છતાં જેને તેને જે તે વાત કરવાની સામાન્ય ગૃહસ્થની પ્રવૃત્તિ હોય છે, તેવી પ્રવૃત્તિ કરનારા સુસાધુ હોતા નથી; કેમ કે નિષ્કારણ બોલવાની પ્રવૃત્તિથી નિવૃત્ત ચિત્તવાળા છે. II૭૯ો. અવતરણિકા -
पृष्टा अपि यादृग् वदन्ति तदाहઅવતરણિકાર્ય :
પુછાયેલા પણ સાધુ જેવું બોલે છે, તેને કહે છે – ગાથા :
महुरं निउणं थोवं, कज्जावडियं अगब्वियमतुच्छं ।
पुब् िमइसंकलियं, भणंति जं धम्मसंजुत्तं ।।८।। ગાથાર્થ :
મધુર, નિપુણ, થોડું, કાર્યની સિદ્ધિ માટે પ્રાપ્ત થયેલું, અગર્વિત, અતુચ્છ, પૂર્વમાં મતિથી સંકલિત જે ધર્મસંયુક્ત છે, તેને સાધુ બોલે છે. llcoll ટીકા :
मधुरं श्रोतुरालादकं, निपुणं-सूक्ष्मार्थं, स्तोकं मिताक्षरं, कार्यापतितं प्रस्तुतप्रयोजनादनुत्तीर्णं, अगवितं सोत्सेकरहितं, अतुच्छं-गम्भीरार्थं, पूर्व भाषणात्प्राग, मतिसङ्कलितं बुद्ध्या पर्यालोचितमित्यर्थः, भणन्ति वचनमिति शेषः । यत् किं ? धर्मसंयुक्तं निरवद्यमिति । ते चैवं घटमाना मोक्षमक्षेपेण साधयंति, विवेककलितत्वात् ।।८०॥ ટીકાર્ય :
મધુરં .... વિવેવનિતત્વાન્ II મધુર શ્રોતાને આલાદક, નિપુણ સૂક્ષ્મ અર્થવાળું, સ્તોક=પરિમિત અક્ષરવાળું, કાર્ય આપતિત=પ્રસ્તુત પ્રયોજનથી અનુત્તીર્ણ=પ્રસ્તુત પ્રયોજનનું સાધક, અગર્વિત=પોતાના ઉત્સુકથી રહિત, અતુચ્છ=ગંભીર અર્થવાળું, પૂર્વમાં=બોલવાથી પૂર્વે, અતિસંકલિત=બુદ્ધિથી પર્યાલોચિત