________________
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૭૮-૭૯
કારણભૂત પુણ્ય-પાપના વિચ્છેદ નિમિત્તે, તેઓની પ્રવૃત્તિ હોવાથી આ પ્રમાણે ચેષ્ટા કરે છે અને ઉદધિ જેવા=સાધુઓ સમુદ્ર જેવા ગંભીર હોય છે=અતુચ્છપણું હોવાથી પર વડે નથી પમાયો જેમનો મધ્ય ભાગ અર્થાત્ માનસ અધ્યવસાય તેવા હોય છે અથવા સુખ-દુઃખના ઉગિરણ માટે= શરીરના આહ્લાદ અને પરિતાપના કથનના પ્રયોજનને આશ્રયીને સમુદ્ર જેવા ગંભીર છે=બીજાને નિષ્કારણ તેનું અકથન હોવાથી તુચ્છ નથી. ।।૩૮।।
ભાવાર્થ
૧૩૪
--
ભાવસાધુઓ ગુણોના અતિશયવાળા હોવાથી ઇન્દ્ર આદિથી પણ પૂજાય છે, છતાં પોતે જગતપૂજ્ય છે, તેમ માનીને બીજા જીવોને અપમાન કે વંચના કરતા નથી અર્થાત્ પોતે જગતપૂજ્ય છે, તેમ બતાવીને અન્ય જીવોને જે તુચ્છ માને છે, તેઓ પરિભવ કરે છે અને અમે જગતપૂજ્ય છીએ, એમ લોકોને બતાવીને તેઓ પાસેથી સુંદર ભોગસામગ્રી પ્રાપ્ત કરીને તેઓને ઠગે છે, પરંતુ સુસાધુઓ દેવો વડે પરમાર્થથી પૂજાતા છતાં તે પ્રકારના માન-કષાયવાળા નહિ હોવાથી અન્ય જીવોને અપમાનિત કરતા નથી કે અમે જગતપૂજ્ય છીએ, તેમ કહીને સુંદર ભોગસામગ્રી મેળવવા યત્ન કરતા નથી; કેમ કે સુખ-દુઃખના વમનનું કારણ પુણ્ય-પાપનો ઉચ્છેદ છે અને સુસાધુઓ પુણ્ય-પાપના ઉચ્છેદ માટે તત્પર થયેલા હોય છે, એથી મોક્ષસુખના અર્થી એવા સુસાધુઓ સંસારના કા૨ણીભૂત પુણ્ય-પાપના ઉચ્છેદ માટે સદા ઉદ્યમશીલ હોય છે, તેથી તેના ઉચ્છેદના બીજભૂત શમભાવમાં સદા યત્ન કરે છે અને સર્વત્ર શમભાવવાળા હોવાથી ઇન્દ્ર આદિના માન-સન્માનથી તેઓ ગર્વને ધારણ કરતા નથી, તેના કારણે અન્ય જીવોને તુચ્છ માનીને અપમાનિત કરવાનો પ્રસંગ પ્રાપ્ત થતો નથી અને ઇન્દ્ર આદિથી અમે પૂજાઈએ છીએ, એમ કહીને લોકો પાસેથી સુંદર સામગ્રી પ્રાપ્ત કરીને વંચના કરવાનો પરિણામ પણ તેઓને થતો નથી, પરંતુ શમભાવમાં સ્થિર પરિણામવાળા હોવાથી સમુદ્ર જેવા ગંભીર છે અથવા શરીરને કોઈ શાતા થાય કે કોઈ પરિતાપ થાય તેને આશ્રયીને સંસારી જીવો પોતાના ભાવો બીજાને કહીને કાંઈક સાંત્વન મેળવે છે, જ્યારે સુસાધુને શરીરની શાતા પ્રત્યે કે અશાતા પ્રત્યે સમાન પરિણતિ હોવાથી લોકોને નિષ્કારણ તેનું કથન કરે એવી તુચ્છ પ્રકૃતિવાળા નથી, તેથી સમુદ્ર જેવા ગંભીર છે, આથી શરીરમાં અશાતા વર્તતી હોય કે શાતા વર્તતી હોય, તોપણ તેની અભિવ્યક્તિ કોઈ પાસે કરતા નથી, પરંતુ શમભાવની વૃદ્ધિમાં સદા યત્ન કરે છે. II૭૮॥
અવતરણિકા :જિગ્ન
અવતરણિકાર્થ :
વળી સાધુના અન્ય ગુણો કહે છે