________________
૧૩૨
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૭૭ માટે કહ્યું કે ગુરુ સંબંધી હિતવચન તો અત્યંત ગ્રહણ કરવું જોઈએ અને જે મંદબુદ્ધિ સિંહગુફાવાસી મુનિની જેમ ગુરુનું વચન ગ્રહણ કરતા નથી, તેઓને શું અનર્થ પ્રાપ્ત થાય છે, તે બતાવ્યું, ત્યારપછી તેની સાથે જ સંકળાયેલા સર્વ ઉચિત ઉપદેશો બતાવ્યા, હવે ગાથા-૭૭માં પ્રકૃતિ એવી સાધુની ક્ષમાને જ બતાવે છે – ગાથા :
उव्वीलणसूअणपरिभवेहिं अइभणियदुट्ठभणिएहिं ।
सत्ताहिया सुवहिया, न चेव भिंदंति मुहरागं ।।७७।। ગાથાર્થ :
અવપીડન, સૂચન=પૈશુન્યકરણ, પરિભવો, અતિભણિત દુષ્ટ ભણિતો વડે સત્તાધિક એવા સુવિહિત મુનિઓ મુખરાગના ભેદને કરતા નથી. ll૭૭ી. ટીકા :
अवपीडनादिभिर्दुर्जनकृतैः सुविहिता मुखरागं न भिन्दन्तीति क्रिया । तत्राव-पीडनमपकर्णनं, सूचनं पैशून्यकरणं, परिभवो न्यत्कारः, अवपीडनं च सूचनं चेत्यादिद्वन्द्वः, तैस्तैः, तथा अतिभणितमसम्बद्धभाषणं, दुष्टभणितं कर्कशाभिधानं, अत्रापि द्वन्द्वस्ताभ्यां, व्यस्तनिर्देशश्च्छन्दोवशात्, एभिहेतुभूतैः सत्त्वाधिकाः क्रोधादिजयसामर्थ्यप्रतिष्ठिताः सुविहिताः शोभना मुनयो नैव भिन्दन्ति मुखरागं, न विच्छायमुखा भवन्तीत्यर्थः, चशब्दात्तत्कारिणि करुणादिकं च भावयन्तीति ।।७७।। ટીકાર્ય :
વપીડનતિમિર્ઝનવૃત્ત. ભાવયન્તરિ દુર્જતથી કરાયેલા અવપીડન આદિથી સુવિહિત સાધુ મુખરાગના ભેદને કરતા નથી, એ પ્રમાણે ક્રિયા છે=ગાથાના અંતિમ પાદ સાથે યોજન છે, ત્યાં અવપીડન અપકર્ણન છે–પીડાકરણ છે, સૂચન=પૈશુન્યકરણ છે, પરિભવ=ચત્કાર છે=તિરસ્કાર છે, અવપીડન અને સૂચન ઈત્યાદિ દ્વન્દ સમાસ છે, તેઓથી સુવિહિતો મુખરાગનો ભેદ કરતા નથી એમ અવય છે અને અતિભણિત અસંબદ્ધ ભાષણ છે, દુષ્ટભણિત કર્કશ ભાષણ છે. અહીં પણ તેઓ બન્ને વડે સમાસ છે, વ્યસ્ત નિર્દેશ=ત્રણ અને બનો ભિન્ન સમાસ, છંદના વશથી છે, આ હેતુઓથી=ગાથાના પૂર્વાર્ધમાં બતાવેલા હેતુઓથી, સર્વાધિકો=ક્રોધાદિના જયના સામર્થ્યથી પ્રતિષ્ઠિત એવા, સુવિહિતો=શોભન મુનિઓ, મુખરાગનો ભેદ કરતા નથી જ=વિચ્છાય મુખવાળા થતા નથી જ, ૨ શબ્દથી તેના કરનારામાં કરુણાદિનું ભાવન કરે છે. ll૭૭ના ભાવાર્થ :મહાત્માઓ ક્ષમાગુણથી ભાવિત હોય છે, તેથી તેવા મહાત્માઓને દુર્જનો કોઈક પ્રકારની શારીરિક