________________
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૭૪-૭૫-૭૬, ૭૭
ભાવાર્થ :
જે શિષ્યો કર્મદોષથી અતિ વિષમ પ્રકૃતિવાળા છે અને ગુણવાન ગુરુએ પણ કોઈક પ્રકારના અનાભોગથી તેવા શિષ્યને દીક્ષા આપેલી હોય, તે દુર્વિનીત શિષ્યો કેવા હોય છે ? તેના દોષોને બતાવે છે, તેમાંથી કોઈક શિષ્યને બધા દોષોની પ્રાપ્તિ થાય છે તો કોઈક શિષ્યને બધા દોષોની પ્રાપ્તિ નહિ હોવા છતાં કોઈક કોઈક દોષોની પ્રાપ્તિ થાય છે. આથી સિંહગુફાવાસી સાધુ અનેક રીતે આરાધક હોવા છતાં ગુરુએ જ્યારે સ્થૂલભદ્રને દુષ્કર દુષ્કરકારક કહ્યું, ત્યારે તે પ્રકારના વક્ર સ્વભાવને કારણે ગુરુવિષયક પણ શંકાશીલ થાય છે, તેટલા અંશમાં તેમનો તે દોષ છે. વળી પીઠ-મહાપીઠ પણ અનેક ગુણોથી યુક્ત હતા, આરાધક હતા, છતાં ગુરુએ બાહુ-સુબાહુની પ્રશંસા કરી ત્યારે સહન ન કરી શક્યા, તેથી અનર્થની પ્રાપ્તિ થઈ અને પ્રસ્તુત ત્રણ ગાથામાં બતાવ્યા, તેવા શિષ્યો તો ગુરુને ઉદ્વેગ કરનારા છે અને જેઓને ગુરુમાં ભક્તિ-બહુમાન નથી, સ્વમતિ પ્રમાણે જીવન જીવનારા છે, તેવાને ગુરુકુલવાસથી કોઈ લાભ થતો નથી, પરંતુ સારા ગુરુકુલવાસમાં રહીને અનેક દોષોને સેવીને તેઓ અધિક પાપના ભાગી બને છે અને જેઓનો સ્વભાવ ગુરુ પ્રત્યે રોષ કરવાનો છે અને ઉપદેશ સાંભળીને હૈયામાં વેષને વહન કરે છે, તેવા શિષ્યો ગુરુ માટે ઉપાધિ સ્વરૂપ છે.
આ પ્રકારે ગુરુવિષયક સંભવિત સર્વ દોષોનું સૂક્ષ્મ બુદ્ધિથી પર્યાલોચન કરીને તે સર્વમાંથી પોતાને કોઈ સૂક્ષ્મ દોષ પણ પ્રાપ્ત ન થાય અને ગુણવાન ગુરુની નિશ્રાથી હિતની પ્રાપ્તિ થાય, એ પ્રકારે યત્ન કરવો જોઈએ, એ પ્રકારનો પ્રસ્તુત ગાથામાં ઉપદેશ છે અને અર્થથી ગુણવાન ગુરુએ પણ તેવા શિષ્યના સ્તબ્ધ આદિ દોષોનું અવલોકન કરીને તે દોષો કેમ દૂર થાય, તેની ઉચિત વિચારણા કરવી જોઈએ અને અશક્ય પરિહારવાળા દોષો હોય તો તેનાથી ગચ્છના અન્ય સાધુનું અહિત ન થાય, તેની પણ વિચારણા કરવી જોઈએ, એ પ્રકારનો ઉપદેશ છે. I૭૪-૭૫-૭૬ાા અવતરણિકા :
साम्प्रतं प्रकृतमाहઅવતરણિકાર્ય :
હવે પ્રકૃતિને કહે છે – ભાવાર્થ :
ગાથા-પકની અવતરણિકામાં કહેલ કે ગજસુકુમાર આદિની જેમ અન્ય સાધુએ પણ ક્ષમા કરવી જોઈએ અને કઈ રીતે ક્ષમા કરવી જોઈએ, એ ગાથામાં બતાવતાં કહ્યું કે જન્મ-મરણાદિથી ભય પામેલા રાજકુલમાંથી આવેલા પણ સાધુઓ નીચ જીવો સંબંધિ દુર્વચન-તાડન આદિ સહન કરે છે, ત્યારપછી ચક્રવર્તી પણ લઘુ સાધુ પાસેથી હિતવચન ગ્રહણ કરે છે, તે ક્ષમાના અંગભૂત છે. તેથી કંઈક માનનો પરિણામ થવા છતાં સહિષ્ણુ સ્વભાવને કારણે ચક્રવર્તી પણ હિતને ગ્રહણ કરે છે, તેની પુષ્ટિ કરવા