________________
૧૧૭
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-ઉપ-૬૬ સાધુપદ યતિસ્થાન=શ્રમણપણું પ્રાપ્ત કરે છે, વ્યતિરેકને કહે છે – અવિશુદ્ધને–અનાલોચિત અતિચારપણાને કારણે કલુષિત ચિત્તવાળાને, ગુણશ્રેણિ વૃદ્ધિ પામતી નથી=જ્ઞાનાદિ ગુણની પદ્ધતિ વૃદ્ધિ પામતી નથી, શેષ અનુષ્ઠાન સંપૂર્ણ સેવતાને પણ સશલ્યપણાને કારણે વૃદ્ધિ પામતી નથી, તો શું ? એથી કહે છે – તેટલા પ્રમાણવાળી=અપરાધમાલમાં જેટલી હતી તેટલા પ્રમાણવાળી રહે છે, શેષ અનુષ્ઠાન વિકલને વળી દૂર થાય છે જ=અપરાધકાલમાં જે પાત પામેલી ગુણશ્રેણિ હતી તે પણ નાશ પામે છે જ. iઉપા ભાવાર્થ -
સિંહગુફાવાસી મુનિએ શાસ્ત્રના પઠનાદિ અતિશય કરેલા તોપણ તેવા નિમિત્તને પામીને અકાર્યથી નિવર્તન પામી શક્યા નહિ, તે અપેક્ષાએ તેમના પઠનાદિ નિષ્ફળ હતા, તોપણ આરાધક સાધુ હતા, તેથી નિમિત્તને પામીને પતનના અધ્યવસાયથી નિવર્તનને પામ્યા, એટલું જ નહિ, પણ ગુરુ પાસે જઈને સર્વ શલ્યોને સમ્યક્ પ્રગટ કરીને અશુભ પરિણામથી નષ્ટ થયેલા સાધુપદને ભાવથી ફરી પ્રાપ્ત કરે છે અને જેઓ પાપ કર્યા પછી સમ્યગૂ આલોચન કરીને વિશુદ્ધ થતા નથી અને ત્યારપછી સંયમની સર્વ ઉચિત આચરણા સમ્યગુ કરે છે, તોપણ તેઓની તે સમ્યગું આચરણાથી ગુણશ્રેણિ વૃદ્ધિ પામતી નથી; કેમ કે અપરાધકાળમાં જે પ્રકારની ગુણશ્રેણિની હાનિ થયેલી તે હાનિની શુદ્ધિ કર્યા વગર અન્ય સર્વ અનુષ્ઠાન સંપૂર્ણ કરે, તોપણ શલ્ય હોવાને કારણે ગુણસ્થાનકની વૃદ્ધિનું કારણ બનતું નથી, તેથી પાતકાલીન પરિણતિ સુધી તેમની ગુણશ્રેણિ અવસ્થિત રહે છે અને પાત થયા પછી જેઓ શેષ અનુષ્ઠાન રહિત છે, તેઓની તો અપરાધકાળમાં જે ગુણશ્રેણિની હાનિ થયેલી છતાં જે કાંઈ ગુણશ્રેણિ હતી તે પણ નાશ પામે છે, જેમ સિંહગુફાવાસી મુનિમાં પાતકાલમાં ભાવસાધુપણું નષ્ટ થવા છતાં અપરાધકાલમાં પણ કંઈક તત્ત્વને સન્મુખ જાય તેવી યોગ્યતા હતી, આથી ઉપકોશાના વચનથી તે પાપથી નિવર્તન પામે છે, છતાં જો ગુરુ આગળ સમ્યગુ આલોચન કરીને શુદ્ધિ ન કરે તો પાત પામેલી ભૂમિકામાં તેઓની જે ગુણશ્રેણિ હતી તે ફરી વૃદ્ધિ પામે નહિ, પરંતુ સંસારથી ભય પામેલા તે મહાત્માએ સમ્યગુ આલોચના કરીને પાપની શુદ્ધિ કરી, તેથી ફરી ગુણશ્રેણિની વૃદ્ધિને પ્રાપ્ત કરી. IIઉપા અવતરણિકા :
साम्प्रतमेतत्कथानकैकदेशेनैव गुणेषु मत्सरिणां निर्विवेकतादोषमाहઅવતરણિતાર્થ :
હવે આ કથાનકના એક દેશ વડે જ ગુણોમાં મત્સરીઓના લિવિવેકતા દોષને કહે છે – ભાવાર્થ :
હવે સ્થૂલભદ્ર મુનિના કથાનકના એક દેશરૂપ દુષ્કર દુષ્કર કારક એ પ્રકારના ગુરુના વચનથી જે સિંહગુફાવાસી આદિ મુનિઓને ગુણોમાં મત્સરભાવ થયો તે અવિવેકતા દોષવાળો હતો. તેને બતાવે છે –