________________
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૭
૧૧૯
ગાથા :
जइ ताव सुव्वओ सुंदरो त्ति कम्माण उवसमेण जई ।
धम्मं वियाणमाणो, इयरो किं मच्छरं वहइ ?।।६७।। ગાથાર્થ :
જો કર્મના ઉપશમથી સુવતવાળા યતિ સુંદર છે, તો ધર્મને જાણતા ઈતર કેમ મત્સરને વહન કરે છે ? III ટીકા :
यदि तावत्कर्मणां तद्विबन्धकानामनुदीर्णानामुपशमेन, उपलक्षणत्वादुदीर्णानां च क्षयेण हेतुभूतेन सुव्रतः सदाचारः सन् यतिः साधुः सुन्दर इति शोभनोऽयमित्युच्यते, परेणेति गम्यते, ततो धर्म गुणाधिकविषयप्रमोदसाध्यं विजानानोऽवगच्छन् इतरः स्वबुद्ध्या धार्मिक एवं किं मत्सरं तस्योपरि द्वेषं वहति ? चित्ते धारयति ? नानाविवेकं विहायान्यत्कारणमस्तीत्यभिप्रायः ॥६७।। ટીકાર્ચ -
યદિ ... ગમપ્રાયઃ | જો કર્મોના અનુદીર્ણ તદ્વિબંધક કર્મોના, ઉપશમથી અને ઉપલક્ષણથી ઉદીર્ણ કર્મોના હેતુભૂત એવા ક્ષયથી સુવ્રતવાળા=સદાચારવાળા છતાં સાધુ, સુંદર=શોભન આ છે, એ પ્રકારે પર વડે ગુરુ વડે, કહેવાય છે, તો ગુણાધિક વિષય પ્રમોદસાધ્ય એવા ધર્મને જાણતા ઈિતર સાધુ–સ્વબુદ્ધિથી પોતાને ધાર્મિક જ જાણતા સાધુ, કેમ મત્સરને ધારણ કરે છે–તેની ઉપર દ્વેષને વહન કરે છે?=ચિત્તમાં ધારણ કરે છે ? અહીં અવિવેકને છોડીને અન્ય કારણ નથી, એ પ્રકારનો અભિપ્રાય છે. i૬૭ના ભાવાર્થ :
સ્થૂલભદ્ર મુનિએ કામના ઉદયના કારણભૂત જે અનુદીર્ણ કર્મો હતાં, તેનો ઉપશમ કરેલ અને જે ઉદયમાં આવે તેવા કર્મો હતાં, તેને અંતરંગ દૃઢ પ્રણિધાન દ્વારા ક્ષય કરેલ, તેથી કોશાને ત્યાં રહેલા હોવા છતાં સુવ્રતવાળા હતા, પરંતુ કોશાની તે પ્રકારની હાવભાવની ચેષ્ટાથી લેશ પણ વિકારને પામ્યા નહિ, તેથી સુંદર સાધુ હતા અને ગુણાધિક પુરુષમાં પ્રમોદ ધારણ કરવો જોઈએ, એ પ્રકારના રહસ્યને આર્ય સંભૂતિવિજયના શિષ્યો જાણતા હતા, આમ છતાં તે નિમિત્તને પામીને સ્થૂલભદ્ર ઉપર દ્રષવાળા થયા, તેમાં તેઓમાં વર્તતો અવિવેક જ કારણ છે, આથી પદાર્થના વાસ્તવિક સ્વરૂપનું અવલોકન છોડીને સ્વમતિ અનુસાર વિકલ્પ કરીને સ્થૂલભદ્ર પ્રત્યે મત્સરવાળા થયા, તેથી ગુણસંપન્ન પણ જીવ નિમિત્તને પામીને જ્યારે મૂઢ મતિવાળા થાય છે, ત્યારે તેઓના પરિણામમાં વિવેકચક્ષુ પ્રવર્તક બનતી નથી, પરંતુ અનાદિથી સ્થિર થયેલા અવિવેકભાવથી મત્સરવાળા થઈને પોતાના હિતની ઉપેક્ષા કરે છે. Iકળા