________________
૧૨૧
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૬૮-૬૯ કરાતી યતિપ્રશંસાને જે કોઈ સહન કરતો નથી, તે સ્ત્રીત્વ આદિની પ્રાપ્તિ દ્વારા પરભવમાં=અન્ય જન્મમાં, હીન થાય છે, જે પ્રમાણે પીઠ-મહાપીઠ ઋષિ, એ પ્રમાણે સંક્ષેપથી અર્થ છે, વિસ્તારથી અર્થ કથાનકથી ગમ્ય છે અને તે આ છે –
મહાવિદેહમાં ગૃહસ્થ પર્યાયમાં ચક્રવર્તી વજનાભ આચાર્યના શિષ્યો એવા તેમના લઘુ ભાઈઓ બાહુસુબાહુ-પીઠ-મહાપીઠ અગ્યાર અંગને ધારણ કરનારા હતા, ત્યાં બાહુ ક્ષયોપશમના વશથી પાંચસો સાધુની વેયાવચ્ચ કરતા હતા, સુબાહુ મર્દન આદિથી ખેદવિનોદન=પાંચસો સાધુની થાક ઉતારવાની વેયાવચ્ચને, કરતા હતા, બીજા બે=પીઠ અને મહાપીઠ, સ્વાધ્યાયને કરતા હતા, એકવાર કોઈક પ્રસંગમાં તેઓના ગુણોનું અનુકીર્તન કરીને આ બન્ને ધન્ય છે, કૃતાર્થ છે, એ પ્રમાણે બાહુ-સુબાહુ ગુરુ વડે શ્લાઘા કરાયા, તેથી હજી પણ આ=ગુરુ, રાજસ્વભાવને છોડતા નથી. જેથી પોતાનું કામ કરવામાં ઉદ્યત આ બન્નેને વખાણે છે, સ્વાધ્યાયમાં રક્ત એવા આપણા બેને નહિ, એ પ્રમાણે બીજા બેને ગુરુ વિષય જરાક ચિત્તની કલુષતા થઈ, તેઓની અવધારણા વડે વિશેષથી અનાલોચન કરીને કાળ કરીને સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થઈને ત્યાંથી ચ્યવીને તે મનના દુષ્કતથી કરાયેલી કર્મની પરિણતિના વશથી સ્ત્રીભાવ વડે બ્રાહ્મી અને સુંદરી ઉત્પન્ન થયા, વજનાભ, બાહુ, સુબાહુ વળી તેમાં જ ઉત્પન્ન થઈને સર્વાર્થસિદ્ધમાં ઉત્પન્ન થઈને ત્યાંથી ચ્યવીને ઋષભદેવ-ભરતબાહુબલી ભાવ વડે ઉત્પન્ન થયા. ૩૮ ભાવાર્થ :
ગુણવાનના ગુણોને જોઈને કોઈ મહાત્મા તેની પ્રશંસા કરે અને તે જેનાથી સહન થાય નહિ તેને ગુણદ્વેષની પ્રાપ્તિ થાય અને ગુણદ્વેષ મિથ્યાત્વ સાથે જીવનો અવિનાભાવી પરિણામ છે; કેમ કે સમ્યગ્દષ્ટિ જીવો ગુણના પારમાર્થિક સ્વરૂપને નિર્મળ બુદ્ધિથી જોનારા હોય છે, આમ છતાં વેયાવચ્ચ કરનારા ભારતબાહુબલીના જીવની ગુરુએ પ્રશંસા કરી, ત્યારે પીઠ-મહાપીઠ ઋષિને કષાયને વશ ઈર્ષાનો જે પરિણામ થયો, તે મત્સરના પરિણામરૂપ હોવાથી મિથ્યાત્વની પ્રાપ્તિ દ્વારા સ્ત્રીપણું આદિ અનર્થોની પ્રાપ્તિનું કારણ થયું, ફક્ત તેઓનો ગુણોનો દ્વેષ દૃઢ નહિ હોવાથી જમાલિની જેવું અનર્થનું કારણ ન બન્યું. જ્યારે જમાલિને ગુણસંપન્ન એવા ભગવાનનાં વચનો પ્રત્યે જે દ્વેષ થયો, તેનાથી જે સંસારની વૃદ્ધિ પ્રાપ્ત થઈ તે અનિવર્તનીય અંશને કારણે પ્રાપ્ત થઈ, જ્યારે પીઠ-મહાપીઠ ઋષિને ઈષ્યજન્ય ગુણોનો દ્વેષ થયો, તોપણ તેવો દઢ મૂળવાળો નહિ હોવાથી તે ભવમાં આરાધના કરીને સર્વાર્થસિદ્ધમાં ગયા, તોપણ સ્ત્રીપણા રૂપ અનર્થની પ્રાપ્તિ થઈ એવો જ ઠેષ સિંહગુફાવાસી મુનિને પણ સ્થૂલભદ્ર પ્રત્યે થયેલો. II૬૮TI
અવતરણિકા :
વિશ્વ
અવતરણિકાર્ય :વિશ્વથી અન્ય દોષ બતાવે છે –