________________
૧૨૬
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૭૨-૭૩ कुर्वन्ति सम्पादयन्ति रिक्त एव रिक्तकस्तं गुणशून्यकं श्रमणकं साधुम् । कानि तानीत्याहઆત્મસ્તુતિઃ=ઞાત્મન્નાયા, પરનિના=અન્યનુગુપ્સા, નિલ્લા=સનેન્દ્રિય, ૩૫સ્થા=સ્પર્શનેન્દ્રિય, ષાયા:= :=ોષાય:, તે દ્વેતયા વૃદ્દીતા: ચશબ્દ:સમુખ્યવાર્થ:।।૭।।
ટીકાર્ય -
=
सुष्ट्वपि સમુખ્યવાર્થ: ।। સુષ્ઠુ પણ=અતિશયથી પણ, ઉદ્યમ કરતા શ્રમણને=તપ અને સંયમમાં ઉદ્યમ કરતા સાધુતે, પાંચ જ=શેષ દુચ્ચરિત્ર સહાય નિરપેક્ષ એવા પાંચ જ, રિક્ત જ= રિક્તક=ગુણશૂન્ય, કરે છે, કયા તે પાંચ છે ? એથી કહે છે – આત્મસ્તુતિ=આત્મશ્લાઘા, પરનિંદા= અન્યની જુગુપ્સા, જિહ્વા=રસનેન્દ્રિય, ઉપસ્થા=સ્પર્શનેન્દ્રિય અને ક્રોધાદિ કષાયો, વળી તે=ક્રોધાદિ ચાર વળી, એકપણાથી=કષાયપણાથી ગ્રહણ કરાયેલા છે, ચ શબ્દ સમુચ્ચય અર્થવાળો છે. ।।૭૨।। ભાવાર્થ :
.....
કોઈ સાધુ બાહ્ય તપ અને સ્વાધ્યાય આદિમાં અતિશયથી રત હોય, ષટ્કાયના પાલનરૂપ સંયમમાં ઉદ્યમવાળા હોય, છતાં કોઈક નિમિત્તથી આત્મસ્તુતિ આદિ કોઈક દોષ પ્રગટ થાય તો તે સાધુને તે દોષ ગુણશૂન્ય કરે છે; કેમ કે ગુણોની વૃદ્ધિ અંતરંગ નિષ્કષાયભાવને અનુકૂળ યત્નથી થાય છે અને તે સાધુ બાહ્યથી તપ-સંયમમાં યત્ન કરે છે, છતાં આત્મસ્તુતિ આદિ પાંચમાંથી કોઈ એકમાં કે પાંચેયમાં તેનું ચિત્ત પ્રવર્તતું હોય તો તેનાથી તે મહાત્મા દોષની વૃદ્ધિ કરે છે, તેથી સાધુના ગુણોથી તે શૂન્ય બને છે અને તે પાંચેયને સ્પષ્ટ કરે છે
–
આત્મસ્તુતિ=પોતે તપ-સંયમમાં યત્ન કરે છે તે લોકો આગળ કહીને તે તપ-સંયમની ક્રિયા દ્વારા માન-કષાયની વૃદ્ધિ કરે છે અથવા અસહિષ્ણુતા દોષને કારણે બીજાની વિપરીત આચરણા જોઈને હંમેશાં નિંદા કરે છે અર્થાત્ આ સાધુઓ શિથિલાચારને સેવનારા છે ઇત્યાદિ કહીને લોકો આગળ તેમની નિંદા કરે છે, તેઓ પોતાની તે પ્રકારની અસહિષ્ણુ પ્રકૃતિને કારણે ક્લિષ્ટ કર્મો બાંધીને સંયમનો નાશ કરે છે, વળી કોઈને જિલ્વેન્દ્રિયને અનુકૂળ ભાવોમાં વૃદ્ધિ હોય છે, તેઓ પણ પ્રસંગે પ્રસંગે બાહ્ય તપ અને જીવરક્ષા માટે ઉદ્યમ કરતા હોય તોપણ વાપરતી વખતે ૨સનેન્દ્રિયમાં વૃદ્ધિ કરીને સંયમનો નાશ કરે છે, વળી કેટલાક મહાત્માને સ્પર્શનેન્દ્રિયનો કામવિકાર અતિશય હોય છે, તેથી બાહ્યથી તપ-સંયમની આચરણા કરતા હોય તોપણ કામના વિકારોને પ્રાપ્ત કરીને સંયમ નાશ કરે છે, વળી કેટલાક મહાત્માઓ ક્રોધાદિ કષાયોમાંથી આ તે તે કષાયને પરવશ સંયમનો નાશ કરે છે, તેથી કલ્યાણના અર્થી સાધુએ આત્મસ્તુતિ આદિ પાંચનું સ્વરૂપ સૂક્ષ્મતાથી ભાવન કરીને તે પાંચેય દોષોના પરિહાર માટે અતિશય યત્ન કરવો જોઈએ, જેથી પ્રાપ્ત થયેલું સંયમ સફળ બને. II૭૨શા
અવતરણિકા :
पुनरपि परावर्णवादस्य सर्वदोषाधिकतां दर्शयंस्तत्कर्तुरद्रष्टव्यतामाह