________________
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૪૪
ततो यक्षेण तच्छरीरं प्रविश्य कथमहं यावज्जीवमब्रह्मनिवृत्तोऽहं अहिंसादिव्रतधरश्च न ब्राह्मणः ? कथं वा भवन्तः पशुवधादिपापासक्ता योषिदवाच्यमर्दकाश्च ब्राह्मणाः ? इत्यादिवाक्यस्तिरस्कृतास्ते मुनि प्रहन्तुमारब्धाः । यक्षेणाप्याहत्य निर्गच्छद्रुधिरोद्गाराः शिथिलसन्धयः पातिताः भूतले, जातः कोलाहलः, तमाकर्ण्य निर्गता भद्रा, दृष्टो मुनिः प्रत्यभिज्ञातश्च । ततो रुद्रदेवादीनुद्दिश्य हे दुर्मतयो ! यास्यथामु कदर्थयन्तोऽन्तकसदनं, सोऽयं महाप्रभावः सुरपूजितो मुनिरिति । ततस्तच्चरणपतितास्ते भद्रा च प्राहुः, क्षमस्व महामुने ! यदपराद्धमज्ञैरिति । मुनिनोक्तं-न मुनीनां कोपावकाशः, तत्कारिणं यक्षं तोषयतेति । ततस्तोषितस्तैर्यक्षः, प्रतिलाभितो मुनिः, प्रादुर्भूतानि दिव्यानि, किमेतदिति जातकुतूहलः समायातो लोको, विज्ञाय व्यतिकरं राजा च । मुनिदेशनया च प्रतिबुद्धा बहवः प्राणिन इति ।
तस्मान्न कुलं प्रधानम्, अपि तु गुणा एव तद्विरहे तस्याकिञ्चित्करत्वादिति ॥४४।। ટીકાર્ચ -
ન લુત્રમ્ .. પ્રાન રૂત્તિ / અહીં ધર્મના વિચારમાં, ઉગ્ર આદિ કુલ પ્રધાન=શ્રેષ્ઠ, નથી, જે કારણથી હરિકેશબલ નામના માતંગને શું કુળ હતું, જુગુપ્સિતપણું હોવાને કારણે કંઈ સુંદર કુળ ન હતું, જેને શું પ્રાપ્ત થયું એને કહે છે – વિકૃષ્ટ એવા તપ વડે આકંપિત=આવજિત હદયવાળા દેવો પણ, મનુષ્યો તો દૂર રહો, જેની પપાસના કરે છે, તેનું શું કુળ હતું અર્થાત્ સારું કુળ ન હતું, એ સામાન્ય અર્થ છે, વિશેષ અર્થ વળી ઉદાહરણથી જાણવો અને તે આ છે –
પુરોહિતના ભવમાં જાતિભેદથી બંધાયેલું નીચગોત્ર તેના વિપાકથી પ્રાપ્ત થયેલી નિંદ્ય જાતિવાળો વિશિષ્ટ તપ-અનુષ્ઠાનમાં રત એવો બલ નામનો માતંગ શ્રમણક વારાણસીમાં તિન્દુક ઉદ્યાનમાં ગંડીસિંદુક યક્ષના મંદિરમાં રહ્યો અને તેના ગુણથી આક્ષિપ્ત ચિત્તવાળો, મુકાયેલા સર્વ વ્યાપારવાળો તે યક્ષ તે શ્રમણની ઉપાસના કરતો હતો. એકવાર તેનો મિત્ર અન્ય ઉદ્યાનથી આવ્યો, યક્ષ તેના પ્રત્યે કહે છે – હે મિત્ર ! કેમ જોવાયો નથી? તે કહે છે – આ ભગવંત મહર્ષિની પક્પાસના કરતો રહું છું, બીજોવમિત્ર, કહે છે – મારા પણ જંગલમાં મુનિઓ રહે છે, તેથી ભક્તિ અને કૌતુકથી તેમના વંદન માટે બંને ગયા, કોઈક રીતે વિકથામાં પ્રવૃત્ત મુનિઓ જોવાયા, તેથી તે બંને તેઓથી વિરક્ત થયા. ઇતરમાં=માતંગ શ્રમણમાં, અત્યંત અનુરાગવાળા થયા. તું ધન્ય છે, જે પ્રતિદિન આના ચરણોને જુએ છે, એ પ્રમાણે તેના વડે હિંદુકયક્ષ પ્રશંસા કરાયો.
એકવાર ગ્રહણ કરાયેલી પૂજનિકાવાળી ભદ્રા નામની રાજપુત્રી તેના આયતનમાં ગઈ. પ્રદક્ષિણા કરતી તેણી વડે અસંસ્કૃત ગાત્રવાળા=મલિન શરીરવાળા મુનિ જોવાયા, આના વડે જુગુપ્સાથી ઘૂંકાયું, યક્ષને ક્રોધ થયો, આને ભગવાનના પરિભવનું ફળ દેખાડું. એ પ્રમાણે વિચારીને તેણીનું શરીર અધિષ્ઠિત કરાયું, જુદા જુદા પ્રલાપને કરતી પરિજનો વડે પિતા પાસે લવાઈ, સંતાનના સ્નેહથી મોહિત થયેલા તેના વડે ચિકિત્સા કરાઈ, સુધારો ન થયો, વૈદ્યો વિષાદ પામ્યા, તેથી પ્રગટ થઈને યક્ષ કહે છે – આ પારિણી વડે મારા સ્વામી મુનિ