________________
૮૮
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૪૯-૫૦
ટીકાર્ચ -
ગાપુરાિિ .... વિશેષતિ | કરણભૂત એવા અંતઃપુરાદિ વડે મુનિવૃષભો સુસાધુઓ, નિમંત્રણ કરાતા પણ ઈચ્છતા નથી તે અંતઃપુરાદિની ઇચ્છા કરતા નથી, એ પ્રમાણે સંબંધ છે,
ત્યાં અન્તઃપુરાણ કહ્યું ત્યાં, અંતઃપુર વિશેષ પ્રકારની સ્ત્રીઓનો સમૂહ છે, પુર=નગરો છે, બલ=ચતુરંગ સેના છે, વાહનો શ્રેષ્ઠ હાથી આદિ છે, બલવા ગ્રહણથી જ વાહનો સિદ્ધ હોતે છતે આમતું= વાહનોનું, પૃથર્ ગ્રહણ પ્રાધાન્ય બતાવવા માટે છે, અંતઃપુર અને નગરો ઈત્યાદિનો દ્વન્દ સમાસ છે, તેઓ વડે અને વરશ્રીગૃહ વડે=પ્રધાન કોશ વડે, કામના કરાય છે=પ્રાર્થના કરાય છે એ કામો શબ્દાદિ, તે બહુવિધો વ=તાના પ્રકારના ચિત્તના આક્ષેપના હેતુ એવા અંતઃપુરાદિ વડે, આ=બહુ પ્રકારના એ, સર્વનું વિશેષણ છે, શબ્દનો અહીં સંબંધ છે. ૪૯ ભાવાર્થ :
જે મહાત્માઓએ સંસારની નિર્ગુણતાનું અત્યંત ભાવન કરેલ છે અને જેઓનું ચિત્ત મોક્ષમાં અત્યંત સ્થિર થયેલું છે, તેથી કોઈક નિમિત્તે તેમના પુણ્યથી આવર્જિત થઈને તેમને ઘણા કામગુણોથી નિમંત્રણ કરે અથવા ઘણા અંતઃપુર, નગર, ચતુરંગ સેના અને વાહનોથી તેમને નિમંત્રણ કરે અથવા શ્રેષ્ઠ લક્ષ્મી વડે નિમંત્રણ કરે, તોપણ વીતરાગતાની પ્રાપ્તિમાં જેમનું ચિત્ત સ્થિર ભાવને પામેલું છે, તેવા મુનિવૃષભો તેની ઇચ્છા કરતા નથી અને જેઓ કલ્યાણના અર્થી છે, મોક્ષ માટે સંયમ ગ્રહણ કર્યું છે, તો પણ કોઈક રીતે વિપુલ ભોગસામગ્રી સન્મુખ થાય ત્યારે તેઓના ચિત્તમાં ખળભળાટ થઈ શકે છે, આથી તેવાં નિમિત્તોથી અલ્પ સત્ત્વવાળા સાધુઓનો પાત પણ થાય છે, પરંતુ જે મહાત્માઓએ સંયમ ગ્રહણ કર્યા પછી સંસારના ભોગોના સ્વરૂપનું અત્યંત કુત્સિત સ્વરૂપ ભાવન કર્યું છે અને આત્માની પારમાર્થિક સ્વસ્થતાથી તેઓને પોતે સુખી છે તેમ જણાય છે, એવા મુનિવૃષભો કોઈ બાહ્ય સંપત્તિથી લેશ પણ ક્ષોભ પામતા નથી, તેનું કારણ તેઓનું મહાવ્રત સ્થિર થયેલું છે. ll અવતરણિકા :
किमिति ते नेच्छन्तीत्याशक्यपरिग्रहस्याऽपायहेतुतामाहઅવતરણિકાર્ય :
કયા કારણથી ઈચ્છતા નથી ?~સાધુ કયા કારણથી પ્રાર્થના કરતા પણ સંપતિ આદિવે ઈચ્છતા નથી ? એ પ્રકારે આશંકા કરીને પરિગ્રહની અપાયહેતતાને કહે છે –
ગાથા :
छेओ भेओ वसणं, आयासकिलेसभयविवाओ य । मरणं धम्मब्भंसो, अरई अत्थाउ सव्वाइं ।।५०।।