________________
૨
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-પ૧-પર વહન કરનારા દેખાય છે. તેવા સાધુઓનું અવલંબન વિવેકીએ લેવું જોઈએ નહિ, પરંતુ વિચારવું જોઈએ કે ગાથા-૫૦માં કહ્યા તેવા સર્વ અનર્થ અર્થથી પ્રાપ્ત થાય છે, માટે કોઈ પ્રકારના પરિગ્રહને ધારણ કર્યા વગર માત્ર સંયમની વૃદ્ધિ થાય તે પ્રકારે આત્માને અપરિગ્રહ ભાવનાથી ભાવિત કરીને તપને સેવવો જોઈએ, અન્યથા અનશન આદિ તપ પણ નરકપાતાદિથી રક્ષણ કરવા સમર્થ નથી. આપવા અવતરણિકા :किञ्च
અવતરણિકાર્ય :વળી પરિગ્રહના દોષો બતાવે છે –
ગાથા -
वहबंधणमारणसेहणाओ काओ परिग्गहे नत्थि ?।
तं जइ परिग्गहो च्चिय, जइधम्मो ता नणु पवंचो ।॥५२॥ ગાથાર્થ :
વધ-બંધન-મારણ-સે નાકદર્થના, કયા દોષો પરિગ્રહમાં નથી ? તે કારણથી જે પરિગ્રહ કરાય છે, તો યતિધર્મ પ્રત્યંચ=વિડંબના જ છે એમ હું વિતર્ક કરું છું. પચા
ટીકા -
वधो यष्ट्यादिभिस्ताडनं, बन्धनं रज्ज्वादिभिः, मारणं प्राणच्यावनं, सेधना नानाकारा कदर्थना । वधश्च बन्धनं चेत्यादिद्वन्द्वः । ताः काः कथय त्वमेव याः परिग्रहे द्विपदादिसङ्ग्रहे न सन्ति न विद्यन्ते, सर्वा अपि सन्तीति भावः । तद्येवमपि स्थिते परिग्रहः क्रियते प्रतिपत्रयतिधर्मेरपीति गम्यते चियशब्दस्त्वेवकारार्थः, स च अवधारणार्थम्, उपरिष्टात् सम्भन्त्स्यते यतिधर्मः साधुधर्मस्ततः परिग्रहकरणात् ननु निश्चितं प्रपञ्च एव विडम्बनैव । यदि वा यतिधर्मस्ततो न परिग्रहसन्निधानेन निवर्तितत्वात्, तदभाव एवाहमेवं वितर्कयामीति ननुशब्दार्थः । किं तर्हि ? प्रपञ्च एव, वेषपरावर्तेन लोकमोषणमित्यर्थः ॥५२।। ટીકાર્ય :
વળો .... લાકડી આદિથી તાડન, દોરડા આદિથી બાંધવું, મારણ=પ્રાણગ્યાવત, સેધતા=લાના પ્રકારની કદર્થના, વધ-બંધન ઈત્યાદિ દ્વન્દ સમાસ છે, તે કઈ કદર્થનાઓ? તું જ કહે જે દ્વિપદાદિ સંગ્રહરૂપ પરિગ્રહમાં વિદ્યમાન નથી=સર્વ પણ છે, એ પ્રકારનો ભાવ છે, તે