________________
૧૦૧
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-પપ-૫૬ શરીરની જેમ ઘાતિકર્મચતુષ્ટય બાળી નંખાયું, કેવળજ્ઞાન ઉત્પન્ન થયું, શૈલેશીકરણ કરાયું આયુષ્ય સમાપ્ત થયું, પરમપદ પ્રાપ્ત કરાયું, બીજા દિવસે ભગવાનને વંદન કરવા માટે વિષ્ણુ-કૃષ્ણ, આવ્યા. મુનિઓ સાથે ભગવાન વંદયા, ગજસુકુમાર ક્યાં ? એ પ્રમાણે બોલતા તેને ભગવાન વડે કહેવાયું – તેના વડે સ્વકાર્ય સધાયું. વિષ્ણુ કહે છે – કેવી રીતે ?તેથી ભગવાન વડે તેનો વૃત્તાંત કહેવાયો. વિષ્ણુ કહે છે – કોના વડે આ આચરણ કરાયું ? ભગવાન કહે છે – “તને જોઈને જેનું મસ્તક ફૂટી જશે અને પ્રવેશતા એવા તેના વડે ભયથી નાસતો સોમિલ જોવાયો. કૃષ્ણના દર્શનથી પ્રગટેલા ભયના ઉત્કર્ષવાળા એવા તેનું મસ્તક ફૂટી ગયું. પપ ભાવાર્થ :
વિચારકને પ્રશ્ન થાય કે દેવ પરીક્ષા કરવા આવે છે ત્યારે ગમે તે પ્રકારે આક્રોશવાળાં વચનો નંદિષણ મુનિને કહે છે, છતાં નંદિષણ મુનિ કુપિત થયા વગર ક્ષમાની પરિણતિપૂર્વક ઉચિત વૈયાવચ્ચ કેમ કરે ? સામાન્યથી વેયાવચ્ચ કરવા તત્પર થયેલા મહાત્માને કોઈ મહાત્મા ગમે તેવા શબ્દોથી કહે તો તે મહાત્માને વેયાવચ્ચના ઉત્સાહનો ભંગ થાય છે, તેના બદલે નંદિષેણ મુનિએ કુપિત થયા વગર ક્ષમા કેમ ધારણ કરી ? તેથી તે ક્ષમા મોક્ષનું અંગ છે, તે દૃષ્ટાંતથી બતાવવા માટે કહે છે –
જે રાજકુળનો વાયુ છે કે શત્રુનો નાશ કરવા પ્રયત્ન કરવો તેવા રાજકુળમાં ઉત્પન્ન થયેલા ગજસુકુમાર તેવા ઉત્કર્ષવાળા હતા, તેંથી અંતરંગ શત્રુને નાશ કરવા માટે તત્પર વૃત્તિવાળા હતા, આથી તેમના મસ્તક ઉપર અગ્નિ પ્રજવલિત થવા છતાં પણ તે પ્રકારે નિષ્પકંપતાપૂર્વક ક્ષમાના પરિણામને ધારણ કર્યો કે જેથી અંતરંગ શત્રુઓ નાશ પામ્યા અને મોક્ષની પ્રાપ્તિ થઈ, માટે મોક્ષના અર્થી મુનિએ નંદિષણ મુનિ અને ગજસુકુમારનું દૃષ્ટાંત ગ્રહણ કરીને ક્ષમામાં જ યત્ન કરવો જોઈએ. પપા અવતરણિકા :
एवमन्यैरपि साधुभिः क्षमा कर्तव्येत्युपनयः । तथा चाहઅવતરણિકાર્ચ - આ રીતે અન્ય પણ સાધુઓએ ક્ષમા કરવી જોઈએ. એ પ્રકારે ઉપાય છે અને તેને કહે
ગાથા -
रायकुलेसु वि जाया, भीया जरमरणगब्भवसहीणं ।
સીદૂ સતિ સä, નીયાળ વિ પેસપેસાઈi Tદ્દા ગાથાર્થ :
રાજકુળમાં પણ થયેલા જરા-મરણ-ગર્ભવાસથી ભય પામેલા સાધુઓ પ્રેષ્યDષ્ય એવા નીચ પુરુષોના પણ સર્વને સહન કરે છે. આપણા