________________
૧૦૪
ટીકાર્થ ઃअनयोर्गाथयोः
ઉપદેશમાલા ભાગ-૧ / ગાથા-૫૭-૫૮
ર્તવ્યમિત્યુપનયઃ ।। આ બે ગાથાનો સામ્પ્રદાયિક અર્થ છે અને તે આ છે
કોઈક ચક્રવર્તી પ્રવ્રુજિત થયો અને અગીતાર્થપણું હોવાથી રાજકુળ આદિના કારણે હું અધિક છું, એ પ્રકારના અભિપ્રાયથી તે સાધુઓને વંદન કરતો ન હતો, તેથી તેના અભિપ્રાયને જાણીને અન્ય એવા તે દિવસે દીક્ષિત થયેલા સાધુ વડે આ ચક્રવર્તી મુનિ કહેવાયા તારો અભિપ્રાય વિરૂપક છે=અસુંદર છે, જે કારણથી પૂર્વતરને=પ્રથમતરને, કુલજા=વિશિષ્ટ કુળમાં ઉત્પન્ન થયેલા, પ્રણામ કરે છે=પ્રકર્ષથી નમેલા પરિણામવાળા થાય છે, ઉપનયના ઉપદર્શનાર્થવાળા ચ શબ્દનો દ્વિતીય ગાથામાં યથા શબ્દથી પછી સંબંધ છે, અકુલજા=નિત્વજાતિવાળા પુરુષો, નમતા નથી; કેમ કે દુવિનીતતાનું તેઓમાં અવસ્થાન છે, એ પ્રમાણે હોતે છતે, તું ચક્રવર્તી છે, તે પ્રમાણે અત્યંત પ્રણતિપર થવા માટે યુક્ત છે, આ પ્રમાણે કહેવાયેલા આ=ચક્રવર્તી, થયેલા સંવેગવાળો અને આ સુંદર પ્રેરણા છે, એમ કહીને અહીં=પ્રવચનમાં, યતિજનને=આજના દીક્ષિત આદિ ભેદથી ભિન્ન સાધુલોકને નમે છે, દ્વિતીયાના અર્થમાં ષષ્ઠી પ્રાકૃતપણાને કારણે છે, એ પ્રમાણે અન્યત્ર પણ વિભક્તિનો વ્યત્યય અદુષ્ટ જાણવો. પૂર્વ=પ્રથમતર વંદન કરાયેલા સાધુ એવા તેને તેના વડે= ચક્રવર્તી સાધુ વડે, નમસ્કાર કરાયો=દીક્ષા ગ્રહણ કરતા પૂર્વે વંદન કરાયેલા તે સાધુને ચક્રવર્તી વડે નમસ્કાર કરાયો.
=
-
બીજી ગાથા વડે આનો જ=પ્રથમ ગાથાનો જ, ઉપનય છે અને જે પ્રકારે આ ચક્રવર્તી સાધુ સામાયિક સાધુથી=નાના સાધુથી પણ, કહેવાયેલા કોપ પામતા નથી અને ચ શબ્દથી અનુગ્રહને માન્યો, કેવી રીતે કહેવાયેલા ?=નાના પણ સાધુ વડે કેવી રીતે કહેવાયેલા ? એથી કહે છે નિરુપચાર=ઉપચાર રહિત, ફ્રૂટ વચનથી નિષ્ઠુર કહેવાયા છતાં, ન કેવળ કુપિત થયા નહિ, તો શું? તેથી કહે છે – પ્રણતિના કે ક્ષાંતિના હેતુભૂત એવા બહુત્વગુણથી તમ્યા, તે આ પ્રમાણે – કર્મક્ષયની હેતુતાને આશ્રયીને બહુ ગુણવાળી ક્ષાન્તિ છે અથવા પ્રણતિ છે, વળી કુલ અભિમાનાદિ તુચ્છ છે, આથી તેનો=પ્રણતિનો, બહુત્વગુણ છે, તે કારણથી તમ્યા=ચક્રવર્તી નમ્યા, અન્ય પણ સાધુએ કરવું જોઈએ, એ પ્રમાણે ઉપનય છે. ।।૫૭-૫૮॥
પ્રમાણે
ભાવાર્થ :
સામાન્યથી મોટા માણસોને બીજાને નમસ્કાર કરવો દુષ્કર હોય છે, જેમ બાહુબલીને કેવલી એવા નાના ભાઈઓને નમતા માન-કષાય અવરોધક થયો, તેમ ચક્રવર્તી ગૃહસ્થ અવસ્થામાં હોય ત્યારે લોકોથી નમસ્કાર પામે છે અને કોઈક રીતે વૈરાગ્ય થાય ત્યારે દીક્ષા ગ્રહણ કરે છે, ત્યારે પોતાના ચક્રવર્તીપણાને કા૨ણે પોતાનાથી પૂર્વત૨ દીક્ષિતને નમતાં ક્ષોભ પામે છે, તે વખતે કોઈ સામાન્ય સાધુ પણ તેમને ઉપદેશ આપતાં કહે કે કુળમાં ઉત્પન્ન થયેલા પુરુષો પૂર્વતરને નમસ્કાર કરે છે અર્થાત્ પોતાનાથી મોટા હોય તેઓને નમસ્કાર કરે છે, અકુળમાં ઉત્પન્ન થયેલા પુરુષો પોતાનાથી મોટાને નમસ્કાર કરતા નથી, તેઓ