________________
૧૧૦
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા૫૯-૬૦-૬૧ જેવા, વિવેકીઓને દારુણ વિપાકપણું હોવાને કારણે ત્રાસજનકપણું હોવાથી વિજય અસિપંજર છે વિષયરૂપ તલવારનું ઘર છે. તેમાં, રૂઢ શબ્દનો વ્યવહિત સંબંધ છે અને ફૂલ શબ્દ, લોકમાં અસિપંજર જેવા એ સ્થાનમાં યોજન જાણવું અને તેથી નિષ્કુત્રિમ ખગના પાંજરા જેવું તીક્ષ્ણ વિવેકરૂપ શરીરના છેદમાં સમર્થ એવું વિષયરૂપી તલવારનું પાંજરું વિદ્યમાન હોવા છતાં પણ લોકમાં પાંજરામાં રહેલા સિંહની જેમ તેનાથી નહિ સ્પર્શાવેલા વસે છે,
ક્યાં વસે છે ? એથી કહે છે – તપ જ અનશન આદિ, વિષયરૂપી પગના સંપાતથી રક્ષાનું હેતુપણું, હોવાથી પાંજરું છે, તેમાં સાધુઓ વસે છે.
અથવા બીજી રીતે ગાથા-વ્યાખ્યા–આ હોતે છતે દબુદ્ધિ જીવો સંયમ પ્રત્યે વિષાદ પામે છે, એ વિષયો શબ્દાદિ, તેઓ અવિવેકીઓના ધર્મશરીરનું તૃપણું હોવાથી અને સર્વ દિશામાં સંભવ હોવાથી, અસિપંજરની જેમ તન્મયપણું હોવાથી તેણીઓના આવા પ્રકારના સ્ત્રી આદિ નામના લોકમાં વસે છે, તપ, અનશન આદિ તે જ વિષયરૂપી ખગના સંપાતથી સંરક્ષણ કરવામાં સમર્થપણું હોવાથી પાંજરા જેવું તપ પંજર છે ત્યાં, જ્ઞાનાદિ વડે મોક્ષસાધકપણું હોવાથી સાધુઓ વસે છે, એ પ્રમાણે સંબંધ છે, ક્યાં? કેવા વિશિષ્ટ ? ક્યાં રહેલા? કોના જેવા ? તેઓ જ સાધુઓ જ, વસે છે, તે ઉપમા દ્વારા કહેવાય છે – તીક્ષ્ણ અસિપંજરમાં પાંજરામાં રહેલા સિંહોની જેમ સાધુ તપરૂપી પાંજરામાં વસે છે, તીક્ષ્ણ અસિપંજર હોતે છતેનિરુપચરિત ઉત્તેજિત ખગ પંજર હોતે છતે, પાંજરામાં રહેલા સિંહોની જેમ સાધુઓ પણ આ રીતે તારૂપી પાંજરામાં રહે છે.
આ કહેવાયેલું થાય છે – ખરેખર પાંજરામાં રહેલા સિંહને જ્યારે મદનો અવસર થાય છે, ત્યારે તે પાંજરાને તોડવા માટે ઊઠે છે, તેને ભય ઉત્પન્ન કરવા માટે સર્વ દિશાઓમાં ગ્રહણ કરાયેલ તલવારવાળા પુરુષો વડે પ્રાણીઓનો સમૂહ હણાય છે અને તેને અભિમુખ કરવાળો ઊંચી કરાય છે, તેથી તે ભયથી પાંજરાની મધ્યમાં રહે છે, આ રીતે સાધુઓ પણ સર્વત્ર શબ્દાદિ વિષયરૂપ ખડ્ઝમાં વ્યગ્ર સ્ત્રી આદિ વડે તેના કારણભૂત જન્મ-જરા-મરણ આદિ ઘાતોથી પીડાતા લોકને જોઈને તેના ભયથી જ વિષયોના ઘાના ભયથી જ, તારૂપી અનુષ્ઠાનના પાંજરામાં યત્નથી રહે છે, તે કારણથી આટલાથી ગુરુના ઉપદેશમાં રહેલાનું સ્વરૂપ વ્યતિરેક દ્વારા કહેવાયું.
હવે પ્રકૃતિને કહે છે – જે અપ્રમાણ અનાદેય, કરે છે, શું ? એથી કહે છે – ગુરુવચનને અપ્રમાણ કરે છે–સામાન્યથી સામાચારી પ્રરૂપક આચાર્યનું વચન અપ્રમાણ કરે છે, આથી જ મંદબુદ્ધિ ઉપદેશને ગ્રહણ કરતો નથી જ=વિશેષથી તેને જ ઉદ્દેશીને ગુરુ વડે અપાતા ઉપદેશને ગ્રહણ કરતો નથી, તે પાછળથી તે પ્રમાણે શોક કરે છે, જે પ્રમાણે કથાનકમાં કહેવાયેલ તપસ્વી ઉપકોશાના ઘરમાં શોક કરે છે. ૫૯-૬૦-૬૧ ભાવાર્થ :જગતમાં જેઓ અકાર્યથી પાછા ફરેલા છે, મોક્ષમાર્ગમાં ચાલવામાં ધીર છે, તલવારની ધાર જેવા