________________
૧૧૨
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-કર
ગાથા -
जेटुब्बयपव्वयभरसमुबहणववसियस्स अच्चंतं ।
जुवइजणसंवइयरे, जइत्तणं उभयओ भद्रं ।।२।। ગાથાર્થ :
જ્યેષ્ઠ વ્રતોરૂપ પર્વતના ભારને વહન કરવા માટે વ્યવસિત સાધુને અત્યંત યુવતિજનનો વ્યતિકર થયે છતે યતિપણું, કેવી રીતે હોય? ઉભયથી ભ્રષ્ટ થવાયું. IIકશા. ટીકા :__ ज्येष्ठव्रतानि महाव्रतानि कनिष्ठाणुव्रतापेक्षया तान्येवातिदुर्वहत्वात् पर्वतभरः शैलसङ्काशो भारस्तस्य समुद्वहनमभ्युपगमरूपतयोत्पाट्य जीवितपर्यन्तं नयनं तद् व्यवसितो मयेदं कर्तव्यमिति बद्धकक्षस्तस्य कथमत्यन्तमतिशयेन किं युवतिजनसंव्यतिकरे उपकोशामीलके सतीत्यर्थः यतित्वं श्रमणत्वमुभयत उभयाभ्यां प्रक्रमाद्यतित्वगार्हस्थ्याभ्यां भ्रष्टं च्युतम् । तथाहि-न यतिरसौ तदानीं चरणपरिणामाभावात्, नापि गृहस्थो बहिराकारेण यतिलिङ्गोपलब्धेरिति ।।२।। ટીકાર્ય :
ચેતન . ૩૫ત્ર વેરિતિ | કનિષ્ઠ અણુવ્રતોની અપેક્ષાએ જ્યેષ્ઠ વ્રતો તેઓ જ અતિદુર્વહપણું હોવાથી મહાવ્રતો છે, પર્વતનો ભાર=પર્વત જેવો ભાર, તેનું સમુહન=સ્વીકારરૂપપણાથી ગ્રહણ કરીને જીવનપર્યત નયન, તેનાથી વ્યવસિત-=મારે આ કર્તવ્ય છે, એ પ્રમાણે બદ્ધકક્ષ છે તેને, કેવી રીતે ? અત્યંત=અતિશયથી શું-યુવતિજન સંવ્યતિકર થયે છd=ઉપકોશા મીલક થયે છતે, યતિપણું=શ્રમણપણું, કેવી રીતે હોય? અર્થાત્ ન હોય, ઉભયથી=પ્રક્રમથી યતિપણાથી અને ગૃહસ્થપણાથી ભ્રષ્ટ થવાયું, તે આ પ્રમાણે – આકસિંહગુફાવાસી સાધુ, ત્યારે યતિ નથી; કેમ કે ચારિત્રના પરિણામનો અભાવ છે, ગૃહસ્થ પણ નથી; કેમ કે બાહ્ય આકારથી યતિલિંગની પ્રાપ્તિ છે. li૬રા ભાવાર્થ :
સિંહગુફાવાસી મુનિ ગુણવાન ગુરુના ઉપદેશનો અનાદર કરીને ઉપકોશાને ત્યાં ચાતુર્માસ માટે જાય છે, એ વખતે તે મહાત્મા જ્યેષ્ઠ એવા મહાવ્રતોના પર્વત જેવા ભારને વહન કરવાના વ્યવસાયવાળા હતા, તેથી નિર્લેપ ભાવપૂર્વક સંયમયોગમાં બદ્ધ પરિણામવાળા હતા, છતાં ઉપકોશાનો મેળાપ થયે છતે તેના પ્રત્યે રાગ થવાથી ઉભય ભ્રષ્ટ થાય છે અર્થાત્ કામની માંગણી કરે છે, માટે ચારિત્રનો પરિણામ નથી અને ગૃહસ્થનું લિંગ નથી, યતિનો વેશ છે, માટે ગૃહસ્થ પણ નથી, તેથી ઉભય ભ્રષ્ટ એવા તે મહાત્માનું સાધુપણું નાશ પામે છે, માટે ગુણવાન ગુરુની આજ્ઞાનું અત્યંત અનુસરણ કરવું જોઈએ. IIકશા