________________
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૫૯-૬૦-૬૧, ૬૨
૧૧૧
વ્રતને આચરે છે, તેઓ ધન્ય છે, તેઓ સાધુ છે, તેમને હું નમસ્કાર કરું છું, આ પ્રમાણે કહીને ગ્રંથકારશ્રી સ્થૂલભદ્ર આદિ મુનિને નમસ્કાર કરે છે; કેમ કે સ્થૂલભદ્ર મુનિ તલવારની ધાર ઉપર ચાલવા જેવા દુર્ધર બ્રહ્મચર્ય વ્રતને ધારણ કરનારા હતા, સંસારથી અત્યંત નિર્લેપ હતા. તેવા સાધુઓ જ સંસારનો ઉચ્છેદ ક૨વા સમર્થ છે, તેથી તેઓ જ મનુષ્યભવ સફળ કરે છે, માટે ધન્ય છે.
વળી જગતમાં તીક્ષ્ણ અસિપંજર જેવાં વિષયરૂપી પાંજરાં પડ્યાં છે, તે તલવારના પાંજરામાં જીવો સતત છેદાય છે અને દુર્ગતિમાં જાય છે, પરંતુ પાંજરામાં રહેલો સિંહ બહારના તલવારના ઘાથી સુરક્ષાને પામે છે, તેમ સાધુ તપરૂપી પાંજરામાં રહેલા વિષયોના થાથી સુરક્ષિત રહે છે.
જેમ સિંહ પાંજરામાં પુરાય અને મદ ચડે તો પાંજરાને તોડીને બહાર નીકળે તેમ હોય છે, તેથી પાંજરામાં તેનું રક્ષણ કરવા માટે તલવાર લઈને બહાર પુરુષો ઊભા હોય છે, અને તેના દેખાતાં અન્ય પશુઓનો વધ કરે છે, જેથી ભય પામતો સિંહ મદાવિષ્ટ થઈને પાંજરાને તોડવાનો પ્રયત્ન કરે નહિ, તેમ સુસાધુ વિષયરૂપી તલવારના પાંજરામાં પડેલા લોકોને કપાઈને દુર્ગતિમાં જતા જુએ છે, તેથી તપરૂપી પાંજરાની મર્યાદાને તોડવાનો મદ તેમને ચડતો નથી, તેથી તપરૂપી પાંજરામાં પુરાયેલા તેઓ વિષયોના ઘાથી સુરક્ષિત રહે છે.
તેથી એ ફલિત થાય કે જે સાધુઓ વિષયોરૂપી તલવારના ઘાથી કપાઈને અનંત સંસારમાં પરિભ્રમણ પામતા લોકોને શ્રુતચક્ષુથી પ્રત્યક્ષ જોનારા છે, તેઓને વિકારોનો મદ ચડતો નથી, પરંતુ બાહ્ય તપ કરીને દેહને શિથિલ રાખે છે અને અત્યંતર તપ કરીને આત્માને તે રીતે ભાવિત રાખે છે, જેથી મદના આવેશમાં આવીને વ્રતની મર્યાદાને છોડીને વિષયોરૂપી તલવારના ઘાથી તેઓ છેદાય નહિ, એ પ્રકારે સદા જાગૃત રહે છે, આથી જ સ્થૂલભદ્ર મુનિ ચાતુર્માસ દરમ્યાન વેશ્યાના તે પ્રકારના રાગ ઉત્પાદક હાવભાવમાં પણ ચિત્તના વિક્ષોભને પામ્યા નહિ; કેમ કે તેમનો આત્મા અત્યંત૨ તપથી વાસિત હતો, તેથી તેઓ વિષયોરૂપી તલવારના પાંજરામાં ભેદાયા નહિ.
વળી જે મહાત્માઓ ગુરુવચનને અપ્રમાણ કરે છે અને ગુરુના ઉપદેશને ગ્રહણ કરતા નથી, તેઓ પાછળથી શોકને પામે છે, જેમ સિંહગુફાવાસી મુનિ ઉપકોશાના ઘરમાં ગયા અને ઉપકોશાના ઉપસર્ગથી વિભ્રમ પામીને કામની માંગણી ક૨ી, તેથી ગુણવાન ગુરુના વચનનો અનાદર કરીને જનારા જીવો પાછળથી પશ્ચાત્તાપને પામે છે. II૫૯-૬૦-૬૧]
અવતરણિકા :
तस्य च यत्सम्पन्नं तदाह
અવતરણિકાર્ય :
તેને=ગુણવાન ગુરુનો અનાદર કરીને જનારા સિંહગુફાવાસી સાધુને, જે પ્રાપ્ત થયું, તેને કહે
છે
–