________________
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-પ૯-૧૦-૧૧
૧૦૯ વિષકંપતાને જોઈને નિર્વેદ પામેલી તેમના ચરણોમાં પડી, જણાયેલા અભિપ્રાયવાળા તેમના વડે ધર્મ કહેવાયો, શ્રાવિકા થઈ, રાજાભિયોગને છોડીને અબ્રહ્મ વિરતિ વ્રત ગ્રહણ કરાયું, અભિગ્રહ સમાપ્ત થયે છતે સાધુઓ આવ્યા, સ્થૂલભદ્રને છોડીને ઈતરમાં=બીજા ત્રણમાં, દુષ્કરકારકા એ પ્રમાણે બોલતા ગુરુ વડે શેષ સાધુઓની સમક્ષ પ્રશંસા કરાયા, સ્થૂલભદ્ર આવ્યા, તેમના પ્રત્યે આદર સહિત દુષ્કર દુષ્કરકારક એ પ્રમાણે બોલતા ગુરુ વડે પ્રશંસા કરાઈ, તેથી પૂર્વના વૈભવને આશ્રયીને સકરકારક પણ આ ગુરુ વડે વખાણાય છે, અહો ! આમની લોકાચારપરતા,’ એ પ્રમાણે બીજા મુનિઓને ચિત્તકાલુષ્ય થયું, તેથી વળી બીજા વર્ષે ત્યાં જ આવેલા અભિગ્રહ ગ્રહણ કરવા તૈયાર થયેલા સાધુઓમાં સિંહગુફાવાસી મુનિ વડે કહેવાયું – હું અન્યત્ર કોશાની બેન ઉપકોશાના ભવનમાં સામે ચાલીને નિરાહાર એવો ચાતુર્માસ રહીશ,’ ‘તું આને ઉચિત નથી, એ પ્રમાણે ગુરુ વડે નિવારણ કરાયો, તેમના વચનને ઠેલીને તેના ભવનમાં ગયો, તેણી વડે જોવાયો. સ્થૂલભદ્રની ઈર્ષોથી આ આવ્યો, એ પ્રમાણે ભાવશપણાથી ઓળખીને તેણી વડે તેને વસતિની અનુજ્ઞા અપાઈ, તેથી ‘આને તેમના ગુણોના અસહનનું ફળ બતાવું’ એ પ્રમાણે વિચારીને રાત્રિને વિષે અત્યંત શણગારેલા શરીરવાળી તેણીએ કામનો ઉક કરનારા શરીરના અને વચનના વિલાસો વડે ઉપસર્ગ કરવાનું શરૂ કર્યું, તેથી ચલિતચિતપણાથી વિસ્મરણ થઈ છે પોતાની અવસ્થા એવા તેના વડે પ્રાર્થના કરાયેલી તેણી કહે છે – અમે નિર્ધનોમાં થતાં નથી, તેણે વિચાર્યું – ઉત્તરાપથમાં અપૂર્વ સાધુને લક્ષમૂલ્યવાળી કંબલને આપનારો રાજા સંભળાય છે, તેથી હું જાઉં, ત્યાં ગયો, કંબલ મેળવીને આવ્યો, તે કંબલ તેણીને આપી, તેણી વડે પણ તેના જોતાં જ આ કંબલ ખાળમાં નંખાઈ, તે કહે છે – શું? એ પ્રમાણે આ કંબલ વિનાશ કરાઈ ? ઈતરા=ઉપકોશા કહે છે – શું આ તું જાણે છે ? તે કહે છે – અહીં શું જાણવું ? ઇતરા=ઉપકોશા, કહે છે – જો આ પ્રમાણે છે તો શું અશુચિથી પૂર્ણ એવા મારા દેહ સાથે અમૂલ્ય ગુણરત્ન અવ્યતિરિક્ત આત્મા એવો તું સંપર્કને ઈચ્છે છે ? તેને સાંભળીને ફરી આવેલા ચારિત્રના પરિણામવાળો તે “અહો ! નિરંતર ભવરૂપી ખાડામાં પડતો હું આણી વડે ઉદ્ધાર કરાયો’ એ પ્રમાણે વિચારીને આ કહે છે – હે સુંદર વિવેકિવિ ! હે સુંદર ! અનુશાસનને હું ઈચ્છું છું. આ દુરધ્યવસાયથી હું નિવૃત્ત થયો છું, તેણી કહે છે – તમારા જેવાને આ યુક્ત છે, ત્યારપછી ગુરુ પાસે જઈને અપાયેલ આલોચાવાળો કરાયેલ પ્રાયશ્ચિત્તવાળો ભાવસારને પામ્યો.
હવે અક્ષરાર્થને કહે છે – ત્યાં તેઓ ધન્ય છે પુણ્યભાજ છે એવા તે સાધુઓ તેમને નમસ્કાર કરું છું, જેઓ શું ? અકાર્યપ્રતિવિરત છે=દુશ્ચરિત્રથી પાછા ફરેલા છે, વારંવાર તત્ શબ્દનું ગ્રહણ આદર બતાવવા માટે છે, ધીર છેઃનિપ્રકંપ છે, અસિધાર એવા વ્રતનેeતલવારની ધાર ઉપર ચાલવા જેવા દુઃખે કરીને આચરી શકાય એવા વ્રતને, ચરે છે–સ્વશક્તિની અપેક્ષા રાખીને સેવે છે, જે પ્રમાણે સ્થૂલભદ્ર યુનિ.
આવા પ્રકારના જ સાધુઓ હોય છે, એથી કહે છે – વિષયો=શબ્દાદિ, અસિપંજર જેવા તલવારના ઘર