________________
૧૦૨
ઉપદેશમાલા ભાગ-૧ / ગાથા-પ૬, ૫૭-૫૮
ટીકા :
राजकुलान्युग्रादीनि तेष्वपि, आसतामन्येषु, जाता उत्पन्नाः साधवः सर्वं सहन्त इति योगः, किम्भूताः सन्तः ?, जरा वयोहानिः, मरणं प्राणत्यागः, गर्भवसतिर्जननीजठरे वसनं, जरा च मरणं चेत्यादि द्वन्द्वः, ताभ्यो भीतास्त्रस्ताः, पञ्चम्यर्थे षष्ठी प्राकृतत्वात्, किं ? सहन्ते नीचानामपि निन्द्यजातीनामपि, तेऽपि प्राप्तर्द्धयः पूज्याः स्युरित्यत आह-प्रेष्याणामपि परकर्मकृतां ये प्रेष्यास्ते प्रेष्यप्रेष्यास्तेषां सम्बन्धि दुर्वचनताडनादिकमिति गम्यते ॥५६॥ ટીકાર્ય :
રાનકુનાલીનિ . જયતે | ઉગ્રાદિ રાજકુળો, તેઓમાં પણ ઉત્પન્ન થયેલા અન્ય કુળોમાં દૂર રહો, રાજકુળમાં ઉત્પન્ન થયેલા સાધુઓ સર્વને સહન કરે છે, એ પ્રમાણે યોગ છે, કેવા પ્રકારના છતા સાધુઓ ? એથી કહે છે – જરા=વયહાનિ, મરણ=પ્રાણત્યાગ, ગર્ભવસતિ=માતા જઠરમાં વસવું અને જરા, મરણ ઈત્યાદિનો દ્વન્દ સમાસ છે, તેનાથી ભય પામેલા=ત્રાસ પામેલા સાધુ પંચમીના અર્થમાં ષષ્ઠી પ્રાકૃતપણાને કારણે છે, શું કરે છે? એથી કહે છે – નીચના પણ=વિશ્વ જાતિના પણ, સહન કરે છે, તેઓ પણ પ્રાપ્ત થયેલી ઋદ્ધિવાળા પૂજ્ય હોય. આથી કહે છે – પ્રણોના પણ=પરનાં કાર્ય કરનારાઓના પણ, જેઓ પ્રેથે તેઓ પ્રેગણ કહેવાય છે, તેમના સંબંધી દુર્વચન-તાડનાદિ સર્વને સહન કરે છે. પા. ભાવાર્થ :
જે સાધુઓ જરા-મરણ-ગર્ભવાસનાં દુઃખોથી ભય પામેલા છે, તેથી અજન્મ અવસ્થાના અત્યંત અર્થી છે અને અજન્મ અવસ્થાનું પ્રબળ કારણ અસંગભાવ છે, તેથી અસંગભાવને પ્રગટ કરવા માટે રાજકુળનો ત્યાગ કરીને સાધુ થયા છે અથવા રાજકુળમાં ઉત્પન્ન ન થયા હોય તોપણ અસંગભાવની પ્રાપ્તિ માટે સાધુ થયા છે, તે મહાત્મા ક્રોધાદિ કષાયના નાશ માટે અત્યંત તુચ્છ લોકોના દુર્વચન-તાડન આદિ સર્વને સહન કરે છે, તેના બળથી સમભાવની વૃદ્ધિ કરીને અંતરંગ શત્રુનો નાશ કરવા સમર્થ બને છે, પરંતુ હું રાજકુળમાં જન્મ્યો છું અથવા સમર્થ છું, એમ વિચારીને લેશ પણ કુપિત થતા નથી, પરંતુ સર્વ ઉદ્યમથી ક્ષમાની વૃદ્ધિમાં યત્ન કરે છે. પા.
અવતરણિકા :
किञ्च
અવતારણિકાર્ય :વળી, ક્ષમા વિષયક અન્ય ઉપદેશ આપે છે –