________________
GO
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૫૦-૫૧ વિચારે છે કે ધનના કારણે સ્વ-પરનો છેદ થાય છે; કેમ કે ધનને માટે યુદ્ધ કરે ત્યારે એકબીજાના કાન આદિ અંગોનું છેદન કરે છે, શસ્ત્ર આદિથી ભેદ કરે છે, વળી સ્વજન આદિ સાથે સ્નેહ સંબંધ તૂટે છે અર્થાત્ ચિત્તનો ભેદ થાય છે, વળી ધનને જોઈને ચોર આદિ દ્વારા આપત્તિની પ્રાપ્તિ થાય છે, ધન મેળવવા માટે શ્રમ કરવો પડે છે, પોતાની પાસે ધનને જોઈને બીજા દ્વારા બાધા વગેરે ક્લેશો થાય છે, નાશ થવાનો ભય રહે છે, પરસ્પર કલહ થાય છે, ચિંતાઓ અને રક્ષણમાં મૃત્યુ પણ થાય છે, ધનના કારણે ધર્મનો ભ્રશ થાય છે, જેથી ઉત્તરના ભવોમાં પણ અનર્થની પરંપરાની પ્રાપ્તિ થાય છે, વળી ઇચ્છા પ્રમાણે ધન પ્રાપ્ત ન થાય તો ચિત્તમાં ઉદ્વેગ રહે છે. આ સર્વ અનર્થો ધનથી પ્રાપ્ત થતા સુખને જોનારી તુચ્છ દૃષ્ટિવાળાને થાય છે, જ્યારે નિષ્પરિગ્રહી મુનિઓને વર્તમાનમાં આ સર્વ ઉપદ્રવો નથી, ચિત્તની સ્વસ્થતાજન્ય સુખ છે, આગામી ભવોમાં સુખની પરંપરા છે, તે સર્વને જોનારા મુનિઓને પ્રચુર ધનાદિની પ્રાપ્તિ થતી હોય તો પણ તેની કામના અભિલાષા થતી નથી. પણ અવતરણિકા :
किञ्च प्रस्तुतव्रतविरोधी चायमित्याहઅવતરણિકાર્ય :વળી પ્રસ્તુત વ્રતનો વિરોધી આ=ધનનો અભિલાષ છે, એ પ્રમાણે કહે છે –
ગાથા :
दोससयमूलजालं, पुवरिसिविवज्जियं जई वंतं । ... अत्थं वहसि अणत्थं, कीस अणत्थं तवं चरसि ?।।५१।।
ગાથાર્થ :
જે વમન કરાયેલા સંયમ ગ્રહણ કરીને ત્યાગ કરાયેલા, સેંડો દોષોના મૂળનો સમૂહ પૂર્વ મુનિઓથી ત્યાગ કરાયેલા અનર્થવાળા અર્થને તું વહન કરે છે, તો નિરર્થક એવા તપને કેમ આયરે છે ? આપના ટીકા :
अर्थं यदि वहसि किं तपश्चरसीति क्रिया । किम्भूतमर्थं ? दुष्यते आत्मा एभिरिति दोषा रागादयः प्राणिवधादयो वा, तेषां शतानि, तेषां मूलं कारणं चासौ जालं च मत्स्यबन्धजालवद् बन्धहेतुत्वाद्दोषशतमूलजालम् । यदि वा दोषशतानि तरोरिव मूलजालं यस्य स तथा तम् । अत एव पूर्वर्षिभिर्वैरस्वाम्यादिभिर्विशेषेण विवर्जितः परिहतः पूर्वर्षिविवर्जितस्तम् । पूर्वर्षिग्रहणं चेदानीन्तनाः कर्मकालादिदोषादर्थवहनप्रवणा भूयांसो दृश्यमाना अपि विवेकिना नालम्बनीकर्तव्या इति ज्ञापनार्थम् । यदि वान्तं प्रव्रज्याङ्गीकरणेन त्यक्तमर्थं हिरण्यादिकं वहसि धारयसि, किम्भू