________________
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-પ૦
ગાથાર્થ :
છેદ, ભેદ, વ્યસન, આયાસ, ક્લેશ, ભય, વિવાદ, મરણ, ધર્મનો ભંશ, અરતિ સર્વ અર્થથી થાય છે. I૫oll. ટીકા :
छेदादीनि स्वपरयोरर्थात्सर्वाणि भवन्तीति क्रिया । तत्र च्छेदः कर्णादीनां कर्तनं, भेदः क्रकचादिना पाटनं, स्वजनादिभिः सह चित्तविश्लेषो वा । व्यसनं तस्करादिभिर्ग्रहणमापदित्यर्थः आयासस्तदुपार्जनार्थं स्वयं कृतः शरीरव्यायामः, क्लेशः परकृता विबाधा, भयं त्रासः, विवादः कलहः, चशब्दः समुच्चये, मरणं प्राणत्यागः, धर्मभ्रंशः श्रुतचारित्रलक्षणधर्माच्च्यवनं, सदाचारविलोपो वा । अरतिश्चित्तोद्वेगः, एतानि सर्वाण्यपि, किम् ? अर्थ्यते विवेकविकलैर्याच्यते इत्यर्थो हिरण्यादिस्तस्माद् भवन्ति ।।५।। ટીકાર્ય :
છેવાલીનિ ... મવત્તિ | અર્થથી સ્વ-પરના છેદાદિ સર્વ થાય છે, એ પ્રકારે ક્રિયાનો સંબંધ છે, ત્યાં છેદ કાન આદિ અંગોનું કાપવું છે, ભેદ કરવત આદિથી ફાડવું છે અથવા સ્વજનાદિ સાથે ચિતતા વિશ્લેષરૂપ ભેદ છે અર્થાત્ સ્વજનાદિ સાથે ધનને કારણે પરસ્પરના મીઠા સંબંધો કટુ બને છે, વ્યસન=ચોરાદિ વડે ગ્રહણ=આપત્તિ પ્રાપ્ત થાય છે, આયાસ-તેના ઉપાર્જન માટે સ્વયં કરેલો શરીરનો વ્યાયામ છે, ક્લેશ બીજાથી કરાયેલી પીડા છે, ભય ત્રાસ છે, વિવાદ કલહ છે, ૪ શબ્દ સમુચ્ચયમાં છે, મરણ=પ્રાણત્યાગ, ધર્મભ્રંશ=શ્રુત-ચારિત્રરૂપ ધર્મથી ચ્યવન છે અથવા સદાચારનો લોપ છે, અરતિ=ચિત્તનો ઉદ્વેગ, આ સર્વ પણ શું ? એથી કહે છે – વિવેકવિકલો વિડે યાચના કરાય છે એ અર્થ હિરણ્ય આદિ તેનાથી સર્વ થાય છે. પ| ભાવાર્થ :
જીવ માત્ર સુખના અર્થી છે, સંસારી જીવો પરિગ્રહને સુખના ઉપાયરૂપે જુએ છે, કેમ કે પરિગ્રહથી દેહને અને ઇન્દ્રિયને અનુકૂળ સર્વ સામગ્રી પ્રાપ્ત થાય છે, તેથી સુખના ઉપાયરૂપે ધનને જુએ છે, પરંતુ ધન મેળવવામાં કયા કયા અનર્થો સંભવે છે, તે સર્વનું પારમાર્થિક સ્વરૂપ વિચારતા નથી અને તેનું ભાવન કરીને આત્માના નિરાકુળ સ્વભાવને જોનારા નથી, પરંતુ ધનને જ સુખના હેતુ તરીકે જુએ છે. વસ્તુતઃ વિવેકચક્ષુવાળા મુનિઓ તો આત્માની નિરાકુળ અવસ્થામાં સુખને જુએ છે અને તે સુખની પ્રાપ્તિ સમ્યક્ રીતે સેવાયેલ શ્રુત-ચારિત્રધર્મથી થાય છે, અન્ય રીતે નહિ, તેવો સ્થિર નિર્ણય છે અને ધનથી સુખના અર્થી જીવોને શું શું અનર્થો થાય છે, તેના પારમાર્થિક સ્વરૂપથી આત્માને અત્યંત ભાવિત કરે છે, તેથી તે અનર્થના પર્યાલોચનથી પણ તેઓને ધનથી થનારા સુખની ઇચ્છા થતી નથી, પરંતુ ધર્મના સેવનથી થનારા સુખની ઇચ્છા થાય છે, આથી જ ધનના અનર્થોનું ભાવન કરવા માટે તેઓ