________________
૯૭
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-પ૩-૧૪ પગલું પણ ચાલવાને માટે હું સમર્થ નથી, તેથી તેને પોતાની પીઠ ઉપર બેસાડીને બીજાએ નંદિષણે, જવાને માટે આરંભ કર્યો, દેવ પણ દુર્ગધી અશુચિ આદિને છોડે છે, તે દુરાત્મન ! ધિક્કાર છે – તું વેગવિઘાતને કરે છે=બરાબર ચાલતો નથી, ઇત્યાદિ કડવાં વાક્યો વડે ઠપકો આપે છે, બીજો પણ=નંદિષેણ પણ, વધતા તીવતર શુભ પરિણામવાળો કેવી રીતે આ મહાત્મા સ્વસ્થ થાય” એ પ્રમાણે ચિતવતો મિથ્યા દુષ્કત આપે છે, હવે સારી રીતે લઈ જાઉં છું, એ પ્રમાણે બોલતો જાય છે, ત્યારપછી તેના ચરિત્રથી આવર્જિત માનસવાળો દેવ શક્રનો પક્ષપાત સ્થાનમાં છે. એ પ્રમાણે વિચારીને માયાને સંકેલીને પ્રગટ કરાયેલા દિવ્ય રૂપવાળો પગમાં પડ્યો અને વૃત્તાંતને નિવેદન કરીને કહે છે – મારે શું કરવું જોઈએ? મુનિ નંદિપેણ કહે છે – યથાશક્તિ ધર્મમાં ઉદ્યમ કરવો જોઈએ, આ=દેવ સ્વસ્થાને ગયો અને મુનિ સ્વસ્થાને ગયા, પૂછતા એવા સાધુઓને યથાવૃત્ત=જેવું બન્યું તેવું, કહેવાયું.
પાછળથી અવસાનકાળમાં=મરણકાળમાં, સ્મરણ કરાયેલી ગૃહસ્થ અવસ્થાના દોર્ભાગ્યથી મનુષ્યભવમાં હું સૌભાગ્યવાળો થાઉં, એ પ્રમાણે આના વડે નિયાણું કરાયું, સ્વર્ગમાં ગયો, ત્યાંથી ચ્યવીને વસુદેવ નામે દશમો દશાર્ણ થયો, પ્રાપ્ત યૌવનવાળા અને ભમતા એવા તેના વડે હરણ કરાયેલા હૃદયવાળી નગરની સુંદરીઓએ પોતાનાં ગૃહકાર્યો પણ ત્યાગ કર્યા, તેથી નગર લોકોની વિજ્ઞપ્તિથી સમુદ્રવિજયના આદેશથી દેશચર્યા નિમિત્તે નીકળેલા પૃથ્વી ઉપર ભમતા રૂપના અતિશયથી આક્ષિપ્ત મનવાળા વડે અપર અપર સ્થાનોમાં લઈ જવાતા તેના વડે હજારોની સંખ્યામાં વિદ્યાધરોની અને રાજાઓની શ્રેષ્ઠ કન્યાઓ પરણાઈ, વિષય-સુખનો અતિરેક પ્રાપ્ત કરાયો, બંધુઓ વડે પાછળથી મળવાથી, અર્ધ ચક્રવર્તી વસુદેવ, પુત્રોત્તમ કૃષ્ણ ઉત્પન્ન થયે છતે, પ્રદ્યુમ્ન આદિ તેના કૃષ્ણના, શ્રેષ્ઠ પુત્રો ઉત્પન્ન થયે છતે હરિવંશનું પિતામહપણું પ્રાપ્ત કરાયું.
હવે ગાથાર્થ કહેવાય છે – શું નંદિષણનું કુળ હતું ? ઉચ્છિવાપણું હોવાથી અને ધિક્ઝાતિપણું હોવાથી કાંઈ ન હતું તેમનાં માતા-પિતા સ્વજન વગેરે સર્વ મૃત્યુ પામેલાં અને હલકા કુળમાં જન્મેલાં માટે કોઈ કુળ ન હતું, તોપણ આ=«દિષેણ મુનિ જે કારણથી સુચરિતથી=હેતુભૂત એવા સદનુષ્ઠાનથી, વિમલ=નિષ્કલંક, વિપુલ=વિસ્તીર્ણ એવા, હરિકુળના વસુદેવ નામના પિતામહ થયા હતા, તે કારણથી તે જ સુચરિત્ર પ્રધાન છે એ પ્રમાણે જણાય છે.
અને વિદ્યાધરીઓ વડે=આકાશમાં ચરનારી વિદ્યાધરીઓ વડે અને રાજાની પુત્રીઓ વડે જે તે કાળમાં વસુદેવ સહર્ષ પ્રાર્થના કરાય છે, તે પૂર્વભવમાં કરાયેલા વેયાવચ્ચ આદિ તપનું ફળ=કાર્ય જાણવું; કેમ કે તેનું ઉત્તમ કુળની પ્રાપ્તિનું, તેનાથી જનિત તપથી જનિત પુણ્યશેષથી, સંપાદ્યપણું છે, કેવા પ્રકારની રાજપુત્રીઓ વડે પ્રાર્થના કરાય છે ? સ્વગૃહ નિર્ગમનથી અનંતર પ્રધાન એવી રાજપુત્રીઓ વડે અથવા અહમમિકાથી પરસ્પર સ્પર્ધા વડે અન્યોન્ય ઉદ્દાલનથી પ્રાર્થના કરાય છે. li૫૩-૫૪. ભાવાર્થ :પૂર્વમાં ગાથા-૪૪માં કુળની પૂજ્યતા નથી, પરંતુ ગુણની પૂજ્યતા છે. તે બતાવવા માટે હીનકુળમાં