________________
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૫૩-૫૪, પંપ જન્મેલા હોવા છતાં હરિકેશ બલમુનિ નિઃસ્પૃહ ચિત્તને કારણે દેવતાથી પણ પૂજાતા હતા, તેથી જગપૂજ્યતાનું બીજ અંતરંગ ગુણસંપત્તિ છે.
હવે કલ્યાણના અર્થીએ અંતરંગ પરિગ્રહના ત્યાગરૂપે કુળનું અભિમાન કરવું જોઈએ નહિ, જેમ વીર ભગવાનને મરીચિના ભવમાં કુળનો મદ થયો તે અંતરંગ પરિગ્રહરૂપ હોવાથી અનર્થનું કારણ બન્યો તેથી સાધુને નિગ્રંથ થવાને અનુકૂળ ઉપદેશ આપતાં કહે છે –
નંદિષેણ મુનિ હલકા કુળમાં જન્મેલા, વળી તેઓનું કુળ નાશ પામેલું, તેથી સંસારમાં તદ્દન અશરણ રૂપાહીન અને તિરસ્કારને પાત્ર હતા, તોપણ સંયમ ગ્રહણ કરીને નિર્લેપ ચિત્તને પ્રગટ કર્યું અને અત્યંત નિર્લેપભાવથી વેયાવચ્ચ કરીને તે મહાત્માએ તેવું શ્રેષ્ઠ કુળ પ્રાપ્ત કર્યું. જ્યાં કેટલાક પુત્રોના પિતામહ થયા, વળી તેમનું કુળ પણ અત્યંત નિર્મળ અને સુખ્યાતિવાળું હતું અને વસુદેવના ભવમાં વિદ્યાધરીઓ વડે અને રાજપુત્રીઓ વડે સહર્ષ પ્રાર્થિત થયા, તે સર્વનું મૂળ બીજ તેઓએ કરેલો સંયમનો ઉદ્યમ છે, માટે કલ્યાણના અર્થી સાધુએ અંતરંગ ગ્રંથરૂપ કુળના અભિમાનનો ત્યાગ કરવો જોઈએ, અન્યથા જન્મજન્માંતરમાં હીન કુલાદિની પ્રાપ્તિ દ્વારા અનેક વિડંબનાની પ્રાપ્તિ થશે.
આનાથી એ ફલિત થાય કે જીવને સ્વાભાવિક પોતાને જે ઉત્તમ કુળ આદિની પ્રાપ્તિ થઈ હોય તે સાક્ષાત્ વચનરૂપે કહે નહિ તોપણ વિશેષથી આત્માને ભાવિત કરે નહિ તો પોતે ઉત્તમ કુળમાં જન્મ્યો છે, ઉત્તમ સંપત્તિવાળો હતો, ઇત્યાદિ અંતરંગ પરિગ્રહનો પરિણામ સંયમજીવનમાં પણ ચિત્તવૃત્તિમાં વર્તે છે, તેથી પ્રસંગે પ્રસંગે તેને અનુરૂપ જ વચનપ્રયોગો પણ થાય છે, આથી સુસાધુઓ પ્રસ્તુત ગાથામાં બતાવ્યું એવા કુલાભિમાનના સ્વરૂપને ભાવન કરીને નંદિષેણ મુનિની જેમ નિઃસ્પૃહ ચિત્ત પ્રગટ કરવા યત્ન કરે છે, જેથી ભાવથી નિગ્રંથતાની પ્રાપ્તિ થાય. પ૩-પ૪ના અવતરણિકા -
स्यात् किमिति नन्दिषेणेन देवे शपमाने क्षमा कृतेत्युच्यते मोक्षाङ्गत्वात्तस्याः कथमित्यत्र दृष्टान्तमभिधित्सुराहઅવતરણિકાર્ય :
આ પ્રમાણે થાય – કયા કારણથી દેવે ગાળો આપ્યું છતે નંદિષેણ ઋષિ વડે ક્ષમા કરાઈ? ઉત્તર અપાય છે –
તેનું ક્ષમાનું, મોક્ષાંગપણું હોવાથી. કેવી રીતે ક્ષમાનું મોક્ષગપણું છે ? એ પ્રકારની શંકામાં દાંતને કહેવાની ઈચ્છાવાળા કહે છે –
ગાથા :
सपरक्कमराउलवाइएण सीसे पलीविए नियए । गयसुकुमालेण खमा, तहा कया जह सिवं पत्तो ।।५५।।