________________
૮૬
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૪૮ निर्विवेकजनोचितया कथया । यद्यस्या मय्यनुरागस्ततः करोतु स्वार्थसाधनेन मच्चित्तालादमिति ।' कन्याह-भगवद्वचनकरणेनापि कृतार्थाऽहम् । ततो मुक्ता जनकेन प्रव्राजिता भगवता । ततोऽयमेव धर्मो यत्रैवंविधप्रभावाणामपीदृशी निर्लोभतेति सञ्चिन्त्य प्रतिबुद्धा भूयांसः सत्त्वा इति ।।४८॥ ટીકાર્ય :
વોટીરાન્તિઃ - સત્ત્વી કોટીશત સહિત જે કન્યા, તેમાં પણ લુબ્ધ થયા નહિ, એ પ્રમાણે સંબંધ છે, કોના કોટિશત સહિત ? એથી કહે છે – ધનસંચયના દ્રવ્યસમૂહલા, સંબંધિ રતાદિના કોટીશત સહિત કન્યામાં લુબ્ધ થયા નહિ એમ અવય છે, ગુણોથી=૨પાદિથી, સુકૃત=સારી રીતે પૂર્ણ, એ પ્રમાણે સમાસ છે, કોણ ગુણોથી પૂર્ણ ? એથી કહે છે – કલ્યા=હિ પરણાયેલી બાળા, તેમાં પણ લોભને પામ્યા નહિ, આપ શબ્દનો વ્યવહિત પ્રયોગ છે, કોણ આ લોભ પામ્યા નહિ ? એથી કહે છે – વજઋષિ, શિષ્ય પ્રત્યે કહે છે – સાધુની આ અનંતરમાં કહેવાયેલી, અલોભતા છે, એ પ્રકારે સાધુઓએ વિલભથી ભાવિત થવું જોઈએ, એ પ્રકારે સંક્ષેપથી અથી છે, વિસ્તારથી અર્થ કથાનકથી જાણવો અને તે આ છે –
પાટલિપુત્રમાં વિદ્યાદિ અતિશયથી યુક્ત યુગપ્રધાન ભગવાન આચાર્ય વજઋષિ સમવસર્યા, તેમના વંદન માટે નગર લોકો સહિત રાજા નીકળ્યો, ભગવાન વડે પણ વિદ્યાબળથી કરાયેલા વિરૂપ શોભાવાળા રૂપ વડે ધર્મદેશના શરૂ કરાઈ, તેથી તેનાથી આક્ષિપ્ત ચિત્તવાળા લોકો પરસ્પર કહેવા લાગ્યા, ભગવાનનું ગુણને અનુરૂપ રૂપ નથી, દેશના પૂર્ણ કરાઈ, તે દિવસ ગયો.
આ બાજુ તે જ નગરમાં ધનસાર્થવાહની શાળામાં પહેલેથી રહેલી સાધ્વીઓએ ભગવાનના ગુણનું વર્ણન કર્યું, તેને સાંભળીને ધનની પુત્રી અતિમુગ્ધપણાથી ભગવાનમાં અનુરાગવાળી થઈ, પિતા પ્રત્યે કહે છે – જો મને વજસ્વામીને છોડીને અન્ય પુરુષ પરણાવશો તો હું પ્રાણોનો ત્યાગ કરીશ, તેથી સંતાનના સ્નેહના વશથી તેના આગ્રહને જાણીને બીજા દિવસે અનેક રત્ન કોડી સેકડા સહિત એવી, કરાયેલા અલંકારથી હસી નંખાયું છે દેવવધૂનું લાવણ્ય જેણી વડે એવી કન્યાને ગ્રહણ કરીને સાર્થવાહ ભગવાન પાસે ગયો. વિરૂપ દર્શનથી થયેલા વિમુખ જનને આલાદના અતિરેકની પ્રાપ્તિ માટે માર્ગમાં ઉતારવા માટે વિદ્યાના અતિશયથી બનાવેલા ત્રિભુવન અતિશાયિ રૂપવાળા સોનાના કમળ ઉપર બેઠેલા, ધર્મને કહેતા ભગવાન તેના વડે શ્રેષ્ઠિ વડે, જોવાયા, તેથી વિનય સહિત પ્રણામ કરીને રચેલા કરકુમલવાળો અંજલીવાળો આ શ્રેષ્ઠી કહે છે – ભગવાન ! મારા જીવિતથી અધિક રત્નરાશિ સહિત આ કન્યાના ગ્રહણ વડે મારા ઉપર અનુગ્રહ કરો. ભગવાન કહે છે – હે ભદ્ર ! ખરેખર આ અતિમુગ્ધ બુદ્ધિથી પણ મનમાં બેસતું નથી કે જે સિદ્ધિવધૂના સંબંધમાં બંધાયેલા અધ્યવસાયવાળા અક્ષત સુખના અભિલાષવાળા સાધુઓ અશુચિ-મૂત્ર-આંતરડા-પરસેવાથી પૂર્ણ એવી યુવતીઓમાં અને ક્ષણ વિનશ્વર ઘનમાં ગ્રહણ બુદ્ધિને કરશે, તેથી આ નિર્વિવેકજનને ઉચિત કથાથી સર્યું. જો આનો મારા ઉપર અનુરાગ હોય તો સ્વ અર્થને સાધવા વડે મારા ચિત્તના આલ્લાદનને કરે. કન્યા કહે છે – ભગવાનના વચનને કરવા વડે પણ હું કરાયેલા અર્થવાળી છું, તેથી પિતા વડે મુકાયેલી ભગવાન વડે