________________
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૪૫-૪૬-૪૭, ૪૮
કર્મલા વચિત્રથી ભવના વિચિત્રની ઉપપતિ છે, તો શું? એથી કહે છે – સ્વકર્મથી વિનિવિષ્ટ સશકત ચેષ્ટાવાળો જીવ પરાવર્તન પામે છે, એ પ્રકારે સંબંધ છે, ત્યાં કરાય છે તે કર્મ જ્ઞાનાવરણ આદિ, પોતાનું આત્માનું કર્મ સ્વકર્મ તેનું વિનિવિષ્ટ=સ્વકર્મનો વિધિવેશ=પ્રકૃતિ-સ્થિતિ-અનુભાગપ્રદેશ સ્વરૂપ તેના સદશ કરાયેલી ચેષ્ટા=દેવ આદિ પર્યાયના અધ્યાસરૂપ વ્યાપાર છે જેના વડે તે તેવો છે=સ્વકર્મ વિનિવિષ્ટ સદશ કૃત ચેણવાળો છે, દષ્ટાંતને કહે છે – અન્ય અન્ય રૂપવાળા તટની જેમeતાના પ્રકારના વેપથ્ય વર્ણક વિચ્છિતિ આદિ લક્ષણ છે જેને તે અન્યોન્ય રૂપષવાળો છે, એ કોણ છે ? એથી કહે છે – નટ, તેની જેમ અન્ય અન્ય રૂપના વેષવાળા નટની જેમ, જીવ–આત્મા, પરાવર્તન પામે છે–પરિભ્રમણ કરે છે. I૪૫-૪૬-૪થા ભાવાર્થ :
સંસારી જીવો સંસારમાં ક્યારેક દેવ, ક્યારેક નરક, ક્યારેક કીડો આદિ અનેક પ્રકારનાં નાટકો કરે છે, તેથી હું ઉત્તમ કુળમાં જન્મ્યો છું, માટે ઉત્તમ છું, એવું અભિમાન વિવેકી પુરુષે કરવું જોઈએ નહિ, પરંતુ વિચારવું જોઈએ કે સંસારનું આ સ્વરૂપ જ છે. આ રીતે સંસારચક્રના પરિભ્રમણનું વારંવાર ભાવન કરીને નાટકના નટની જેમ સ્વકર્મની રચના સદશ કરાયેલી ચેષ્ટાવાળો આ જીવ સર્વ પ્રકારના ભાવોનું પરાવર્તન કરે છે, તેમ ભાવન કરવું જોઈએ, પરંતુ કુળનું અભિમાન કરવું જોઈએ નહિ અને કષાયોની અલ્પતા કરવા માટે સદા ઉદ્યમ કરવો જોઈએ. II૪૫-૪૬-૪૭ના અવતરણિકા :
तदिदं संसारेऽनवस्थितत्वमालोच्य विवेकिनो मोक्षकाङ्ककताना एव भवन्ति, न धनादिलिप्सव इति दृष्टान्तेनाहઅવતરણિતાર્થ :
આ પ્રમાણે=ગાથા-પથી ૪૭માં કહ્યું એ પ્રમાણે, સંસારમાં અનવસ્થિતપણાનું આલોચન કરીને અર્થાત્ જીવોના અનવસ્થિતપણાનું આલોચન કરીને વિવેકી જીવો મોક્ષની ઈચ્છાના એકતાનાવાળા થાય છે, ધન આદિની લિપ્સાવાળા થતા નથી તુચ્છ વર્તમાન ભવની અનુકૂળતાનાં સાધનોની લિપ્સાવાળા થતા નથી, એ પ્રમાણે દાંતથી કહે છે – ભાવાર્થ :
ગાથા-પથી ૪૭ સુધી સંસારના પરિભ્રમણની સ્થિતિ બતાવી. તે સ્થિતિનું જે મહાત્મા અત્યંત પરિભાવન કરે છે તેને સંસારની વાસ્તવિક વિડંબના પ્રત્યક્ષની જેમ દેખાય છે, તેથી તેઓનાં વિવેકચક્ષુ પ્રગટ થયેલાં હોય છે, તેના કારણે તેઓ વિડંબના રહિત એક મોક્ષની ઇચ્છાવાળા હોય છે, પરંતુ મૂઢ હોતા નથી, પરંતુ સંસારના પરિભ્રમણના બીજભૂત કષાયોના ઉચ્છેદના ઉપાયમાં દઢ યત્નવાળા હોય છે, એને દૃષ્ટાંતથી કહે છે –