________________
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૪૩-૪૪
ટીકાર્ય -
સ: ... તેષામિતિ | સકણ સુંદર શ્રુતિવાળા, કહેવાય છે અને તેઓ લોકરૂઢિથી પણ હોય છે=સુંદર શ્રુતિવાળા લોકઢિથી પણ હોય છે, આથી તેના વ્યવચ્છેદથી જિતવચનની=કષાયના વિપાકને દેખાડનારા અહદ્ ભાષિતની, જે શ્રુતિ-શ્રવણ, તેનાથી સકર્ણ એ પ્રમાણે સમાસ છે. તેઓ જિતવચન શ્રુતિના સકર્ણવાળા, આથી જ અવગત ઘરસંસારના પેયાલવાળા=જણાયો છે અસારતા પર્યાલોચનરૂપ વિચાર જેઓ વડે તેઓ અવગત સંસાર ઘોર પેયાલવાળા છે, ગાથામાં ઘોર શબ્દનો સંસાર શબ્દથી પાછળ નિપાત પ્રાકૃતપણાને કારણે છે, બાલોના=અજ્ઞાતીના સંબંધી દુષ્ટચેષ્ટિતને જો યતિઓઃસાધુઓ, સહન કરે છે, આ રીતે સ્કંદક શિષ્યોની જેમ, એમાં શું આશ્ચર્ય છે ? આ તેઓને યુક્ત જ છે. ૪૩ ભાવાર્થ :
જેઓ સર્વજ્ઞના વચનના પરમાર્થને સાંભળ્યો છે તેથી કષાયના વિપાકને જોનારા હોય છે, તેવી સુંદર બુદ્ધિવાળા સાધુઓ સદા ઘોર સંસારના સ્વરૂપને વિચારનારા હોય છે અને વિચારે છે કે ઘોર સંસારના પરિભ્રમણનું કારણ આ કષાયો છે, તેથી સંસારના પરિભ્રમણની વિડંબનાથી આત્માને રક્ષિત કરવો હોય તો કષાયના ઉચ્છેદમાં ઉદ્યમ કરવો જોઈએ. આવા મહાત્માઓ સ્કંદક શિષ્યોની જેમ અજ્ઞાની જીવોની તેવા મહાત્માઓ સાથેની અનુચિત ચેષ્ટાને જોઈને પોતાની ભૂમિકા અનુસાર લેશ પણ કુપિત થતા નથી, અરતિ પામતા નથી, પરંતુ પોતાના સત્ત્વ અનુસાર તે જીવો પ્રત્યે કરૂણાવાળા થાય છે, તેઓના ક્લેશ નિવારણ માટે ઉચિત ઉપાયોનું સેવન કરે છે, પરંતુ આ જીવો દુષ્ટ પ્રકૃતિવાળા છે તેમ વિચારીને પોતાના ચિત્તને લેશ પણ મલિન કરતા નથી તેમાં શું આશ્ચર્ય છે ? અર્થાત્ ઉત્તમ પુરુષો આ પ્રકારે યત્ન કરે તેમાં લેશ પણ આશ્ચર્ય નથી. આ૪૩ અવતરણિકા :
तत्र यश्चिन्तयेदेवंविधसत्कर्तव्यानि कुलीना एव कुर्वन्ति, नेतरे, तम्प्रति लघुकर्मताऽत्र कारणं न कुलमित्याहઅવતરણિકાર્ય :
ત્યાં=કષાયના વિરોધને અનુકૂળ વ્યાપાર કરનારા મહાત્માઓમાં, આવા પ્રકારનાં સત્કર્તવ્યોસ્કંદક શિષ્યોની જેમ અજ્ઞાતીની દુષ્ટ ચેષ્ટામાં કુપિત ન થાય તેવા પ્રકારનાં સત્કર્તવ્યો, કુલીનો જ કરે છે, ઈતર નહિ=બીજા નહિ એમ જે ચિંતવન કરે તેના પ્રત્યે ‘અહીં લઘુકમતા કારણ છે–પ્રતિકૂળ સંયોગોમાં કુપિત ન થાય એમાં લઘુકર્મતા કારણ છે, કુલ નહિ' એ પ્રમાણે કહે છે –
ગાથા :
न कुलं एत्थ पहाणं, हरिएसबलस्स किं कुलं आसि ?। आकंपिया तवेणं, सुरा वि जं पज्जुवासंति ।।४४।।