________________
૭૬
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૨
એકવાર તેમના વડે મુનિસુવ્રતસ્વામી પુછાયા – બહેન આદિને પ્રતિબોધ કરવા માટે હું કુંભકારકટક જાઉં? ભગવાન કહે છે – તમને ત્યાં પ્રાણાંતિક ઉપસર્ગ થશે, તે સ્કંદ, મુનિ, કહે છે – આરાધક થશું કે નહિ ? ભગવાન વડે કહેવાયું – તમને છોડીને બીજા બધા આરાધક થશે, તેથી) જો આ શ્રમણો મારી સહાયથી આરાધના કરે તો મારા વડે શું ન મેળવાયું, એ પ્રમાણે કહીને સ્કંદ મુનિ ગયા અને તેમના આગમનને સાંભળીને સાધુજનને ઉચિત ઉદ્યાનોમાં પાલક વડે જુદા જુદા પ્રકારનાં શસ્ત્રો સ્થાપન કરાયાં અને ભગવાન=કુંદક મુનિ, પહોંચે છતે રાજા વંદન માટે નગરલોકોની સાથે નીકળ્યો, મુનિ ભગવાન વડે પણ દેશના કરાઈ, પ્રાણીઓ આનંદ પમાડાયા, ત્યારપછી પાલકે એકાંતમાં રાજાને કહ્યું – અમારે તમને હિત કહેવું જોઈએ અને સ્વઆચારથી ભગ્ન થયેલો આ પાખંડિક સહસ્રયોધિ એવા આ પુરુષોને સહાય કરીને તમારું રાજ્ય ગ્રહણ કરવા ઇચ્છે છે, રાજા કહે છે – તું કેવી રીતે જાણે છે ? તેણે કહ્યું – તમારા અપાયના પરિહારમાં સાવધાન મનવાળાને આ થનાર કેટલું? તમે સ્વયં જ તેના નિવાસસ્થાનને જુઓ, ત્યારપછી કોઈક બહાનાથી અન્યત્ર મોકલાયેલા સાધુ હોતે છતે જોવાયેલા શસ્ત્રવાળા પાલકનાં અપર અપર વચનો વડે ચલિત ચિત્તવાળા એવા રાજા વડે તે જ કહેવાયો. તેઓનું યથાઉચિત તું જ કર, ત્યારપછી તે પાણી વડે પુરુષપીડનયંત્રને સ્થાપન કરીને સાધુઓ પીડા કરવા (પીલવા) માટે શરૂ કરાયા, સ્કંદકાચાર્ય પણ પ્રત્યેકને આલોચના અપાવે છે, સમાધિ ઉત્પન્ન કરાવે છે, તે પણ ભગવંતો વિચારે છે. શું વિચારે છે તે કહે છે – મુકાયું છે પોતાનું કાર્ય એવો, અમારા કર્મનો ક્ષય કરવા તૈયાર થયેલો એવો આ ભાવિ અપાયપણાથી એકાંતે કરુણાને યોગ્ય છે, એ પ્રમાણે આલંબનથી સર્વે પણ વિચક્ષણ મુનિઓ તે પાપી વડે પિલાયેલા સત્તમ ધ્યાનને પૂરીને મોક્ષમાં ગયા, પાછળ થનારા એક ક્ષુલ્લકને=બાલ મુનિને ઉદ્દેશીને, આને પછી પીલ, મને પહેલાં પીલ, એ પ્રમાણે આચાર્ય વડે કહેવાયું, તે પાપીએ તેને જલ્દીથી પીલ્યો, તેથી આચાર્યને અતિતીવ્ર ક્રોધાગ્નિ થયો, ક્ષણમાં ગુણઇંધન બળાયું, આત્મા ભુલાયો, પાલકને ઉદ્દેશીને હે દુષ્ટાત્મન ! હું તારા વધને માટે થાઉં, એ પ્રમાણે બંધાયેલા નિયાણાવાળો આના વડે પિલાયો, અગ્નિકુમારોમાં ઉત્પન્ન થયો, અવધિજ્ઞાનનો પ્રયોગ કરાયો, ક્રોધ ઉલ્લસિત થયો.
અને આ બાજુ રુધિરથી લેવાયેલા તેના રજોહરણને આ હાથ છે, એવી ભ્રાંતિથી પક્ષીથી લઈ જવાતું તેની બહેનના આંગણામાં પડ્યું, તેને જાણીને તેણીએ રાજાને ઉદ્દેશીને કહ્યું – સા: પાપી આ શું? ત્યારપછી વૃત્તાંતને જાણીને થયેલા વૈરાગ્યવાળી પરિવારવાળી એવી તે દેવતા વડે મુનિસુવ્રતસ્વામી પાસે લઈ જવાઈ અને દીક્ષા ગ્રહણ કરાઈ, ઇતર વડે પણ અગ્નિકુમાર કુંદક થયેલા વડે પણ, આવીને અતિક્રોધના વ્યાપ્તપણાથી પાલક સહિત તે દેશ ભસ્મીભૂત કરાયો, તે દંડક અરણ્ય એ પ્રમાણે થયું. સર ભાવાર્થ -
જે મહાત્માઓ મુક્ત અવસ્થાના અત્યંત અર્થી છે, તેઓ શરીર પ્રત્યે પણ નિઃસ્પૃહ હોય છે અને ક્ષમાદિ ભાવોના અત્યંત અર્થી હોય છે, આથી જ યંત્રમાં પિલાયેલા સ્કંદક શિષ્યો પણ ક્ષમાદિ ભાવોની વૃદ્ધિના અત્યંત અર્થી હોવાને કારણે અને દેહ પ્રત્યે અને દેહજન્ય પીડા પ્રત્યે ઉપેક્ષાવાળા હોવાને કારણે યંત્રમાં પિલાયા છતાં કોપ પામ્યા નહિ, પરંતુ ઉપસર્ગ કરનાર પ્રત્યે આવિર્ભત કરુણાવાળા થયા, તેના