________________
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૩-૧૪, ૧૫
૨૩ कर्तुमिति शेषः । स तथाविधो विनयः सर्वाऽऽर्याणां साधुविषयस्तथा समस्ताभिः कार्य इति
રૂ-૨૪ ટીકાર્ય :
અનુનાથ .. અર્ધ તિ | ભગવતી રાજપુત્રી આર્ય ચંદના પૂજિત લોકોનાં હજારો વંદોથી અનુસરણ કરાય છે, વૃંદ શબ્દનો પરનિપાત પ્રાકૃતપણાને કારણે છે, તોપણ માન-ગર્વને, કરતાં નથી, તેને=માન-સન્માનને, તે પ્રકારે નિશ્ચિત જાણે છે, જે પ્રમાણે આ ગુણોનું માહાભ્ય છે, મારું નથી અને દિનદીક્ષિત સાધુનેઋતે જ દિવસે પ્રવ્રજિત થયેલા મકને અભિમુખ થયાં અભ્યસ્થિત થયાં=આર્ય ચંદના સભૂખ ઊભાં થયાં, કોણ આ આર્યા=સાધ્વી, કોણ આર્યા ચંદના, અને આસન ગ્રહણ કરવાને ઈચ્છતાં નથી=શિષ્યાઓએ બેસવા માટે આસન આપ્યું તેને ગ્રહણ કરતાં નથી, તેzતેવા પ્રકારનો વિનય=સાધુ સન્મુખ ઊભા થવું આદિ વિનય, સર્વ સાધ્વીઓએ=સાધુ વિષયક સર્વ સાધ્વીઓએ કરવો જોઈએ. I૧૩-૧૪ ભાવાર્થ :
સાધ્વીઓએ સાધુનો કયા પ્રકારે વિનય કરવો જોઈએ, એમાં આર્યા ચંદનાનું દૃષ્ટાંત બતાવેલ છે અને સાધ્વી હજારો વૃંદ સાથે વંદન કરવા જાય છે, છતાં લેશ પણ માન કરતાં નથી, પરંતુ આ ગુણનું માહાભ્ય છે, એ પ્રકારે ભાવિત મતિવાળાં છે, તેથી આર્યા ચંદના સાધ્વીનું ચિત્ત ગુણોને અભિમુખ નમ્ર ભાવવાળું છે, તેના કારણે નવદીક્ષિત દ્રમુકની સન્મુખ ઊભાં થાય છે અને સ્વયં આસન ગ્રહણ કરતાં નથી, તે માત્ર વાચ્ય વિનયના આચારની ક્રિયા નથી, પરંતુ ગુણો જ પૂજનીય છે તે મર્યાદા અનુસાર નવદીક્ષિત સાધુ પણ દીક્ષિત છે. તે મારે માટે પૂજનીય છે, તેથી તેમની સન્મુખ ઊભા થઈને વિનય કરે છે, જો લોકોનાં વૃંદોથી અનુસરાતાં ચંદના સાધ્વીને ત્યારે અંતરંગ રીતે ચિત્તમાં તે પ્રકારના વૈભવની અસર હોય તો કદાચ તે દ્રમક સાધુની સન્મુખ ઊભાં થાય કે આસન ગ્રહણ ન કરે તોપણ પારમાર્થિક વિનય થાય નહિ, પરંતુ લોકો સન્માન કરતે છતે પણ સાધ્વી તત્ત્વથી ભાવિત મતિવાળાં હોવાથી આ સન્માન ગુણોનું છે, મારું નથી તેમ માને છે, તેથી ગુણો પ્રત્યે પક્ષપાતવાળાં તે સાધ્વી જે રીતે ભાવથી વિનયપૂર્વક તે દ્રમક સન્મુખ ઊભાં થાય છે, આસન ગ્રહણ કરતાં નથી, તે પ્રકારે સર્વ સાધ્વીઓએ ગર્વરહિત થઈને ગુણસંપન્ન સાધુનો વિનય કરવો જોઈએ. ll૧૩-૧૪ અવતરણિકા :
तस्मात् स्थितमेतदित्याहઅવતરણિકાર્ય :
તે કારણથી=આર્યા ચંદના સાધ્વીએ નવદીક્ષિત સાધુનો વિનય કર્યો તે કારણથી, આ=ગાથામાં બતાવે છે એ, સ્થિત છે એને કહે છે –