________________
૩૯
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૨પ-૨૬ કરવાને માટે હું જાઉં છું, ચરણની સાથે કેવળજ્ઞાન ઉપાડયું-ઉત્પન્ન કરાયું, જો ગર્વ ન કર્યો હોત તો પહેલેથી જ કેવળજ્ઞાન ઉત્પન્ન કરાયું હોત, આથી મદથી ધર્મ થતો નથી, એ પ્રમાણે સ્થિત છે. રપ ભાવાર્થ :
કોઈપણ કષાયના ઉપયોગથી સંવલિત ધર્મનું અનુષ્ઠાન પ્રારંભ થાય ત્યારે સાક્ષાત્ ઉપયોગ તે તે ક્રિયામાં હોય તોપણ તે કષાયનો પરિણામ અંતઃવૃત્તિથી તસંલગ્ન અનુષ્ઠાનકાળમાં વર્તે છે અને જો તે પરિણામ નિવર્તન પામે તો તે અનુષ્ઠાન તે કષાયના સંશ્લેષ વગરનું પણ બને છે, બાહુબલીને મદના સંશ્લેષપૂર્વક એક વર્ષ સુધી ધ્યાનમાં ઉદ્યમ હતો, ધ્યાન વિષયક સૂક્ષ્મ બોધ હતો અને ચિત્તની તે પ્રકારની સ્થિરતાપૂર્વક ધ્યાનથી સાધ્ય વીતરાગતામાં ઉદ્યમ હતો, છતાં મદના પરિણામના સંશ્લેષને કારણે વિતરાગતાને અનુકૂળ ધર્મ ઉલ્લસિત થઈ શક્યો નહિ. વળી જેમ ગૌતમસ્વામીને વીર ભગવાન પ્રત્યેના સંશ્લેષને કારણે સંયમની ઉચિત ક્રિયા દ્વારા ચારિત્રનો પરિણામ વિદ્યમાન હોવા છતાં ક્ષપકશ્રેણિને અનુકૂળ ધર્મ આવિર્ભાવ થતો ન હતો, તેમ મદના સંશ્લેષને કારણે બાહુબલીને વિશેષ પ્રકારનો ચારિત્રનો પરિણામ આવિર્ભાવ થતો ન હતો, તેથી કલ્યાણના અર્થીએ ગર્વ આદિ દૂષણથી રહિત ધર્મમાં ઉદ્યમ કરવો જોઈએ.
વળી સૂક્ષ્મ બુદ્ધિથી જોવામાં આવે તો ગૃહસ્થને ધર્મના સેવનકાળમાં પણ ધનાદિ પ્રત્યે સંશ્લેષ હોય છે તેવો જ બાહુબલીનો પણ માનનો પરિણામ હતો, એથી જેમ ગૃહસ્થ ભગવદ્ભક્તિ કે સામાયિકાદિ કરે તોપણ જ્યાં સુધી ઘર-ધનાદિનો સંશ્લેષ છે ત્યાં સુધી તેને નિગ્રંથભાવ પ્રગટ થતો નથી, તેમ બાહુબલી કાયોત્સર્ગકાળમાં વીતરાગ થવા ઉદ્યમ કરે છે, તોપણ ચિત્તમાં માનનો સંક્લેશ હોવાથી વીતરાગ થવાને અનુકૂળ સધીય ઉલ્લસિત થતું ન હતું અને ગૃહસ્થ પણ ભગવાનની પૂજાના કાળમાં ગૃહ આદિના સંશ્લેષ વગરના થાય તો ભાવથી ચારિત્ર કે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે, તેમ બહેન સાથ્વીના ઉપદેશથી બાહુબલીનો ચિત્તમાં વર્તતો સંશ્લેષ દૂર થવાથી વીતરાગતાને અનુકૂળ ધ્યાનના બળથી સંચિત થયેલું વીર્ય ઉલ્લસિત થાય છે. તેથી ક્ષપકશ્રેણિની પ્રાપ્તિ અને કેવળજ્ઞાન થયું. IIરપા અવતરણિકા :
समदश्च न गुरूपदेशयोग्यस्तथा च न स्वार्थसाधक इत्याहઅવતરણિકાર્ય :
અને દિવાળો ગુરુના ઉપદેશને યોગ્ય નથી અને સ્વાર્થસાધક નથી, એ પ્રમાણે કહે છે – ભાવાર્થ :
પૂર્વમાં બાહુબલીના દૃષ્ટાંતથી કહ્યું કે મદને કારણે બાહુબલીને ધર્મ થતો ન હતો, ત્યાં બાહુબલીનો મદ નિવર્તનીય હતો, આથી જ બહેન સાધ્વીના વચનથી તે મદ નિવર્તન પામ્યો, પરંતુ તેવો જ મદ કોઈકનો અનિવર્તિનીય હોય તો તે જીવ ગુરુના ઉપદેશને યોગ્ય નથી અને તેવા મદવાળા જીવો સ્વાર્થને સાધી શકતા નથી. એ પ્રકારે બતાવે છે –