________________
૬૨
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૩૬-૩૭ છે અને કષાયના નાશને અનુકૂળ પ્રવર્તતો સાધુનો ઉપયોગ સંયમસુખનો હેતુ છે, વળી કષાયોના ઉત્તરભેદો કષાયોરૂપી વૃક્ષની શાખા-પ્રશાખા છે અર્થાત્ ક્રોધ, માન, માયા, લોભ, કષાયોની શાખારૂપ છે અને તેના અનંતાનુબંધી આદિ ભેદો પ્રશાખારૂપ છે અને તેઓનાં પુષ્પ અને ફળ બન્ને પણ વિરસ છે અર્થાત્ અત્યંત કટુ છે.
કઈ રીતે કષાયોનાં પુષ્પ અને ફળ વિરસ છે તે ક્રોધના દષ્ટાંતથી સ્પષ્ટ કરે છે – ક્રોધના કષાયવાળો જીવ કોઈકની ઉપર કુપિત થઈને ખરાબ ચિંતવન કરે છે. તે કષાયવૃક્ષનું પુષ્પ છે અને અધિક કુપિત થાય ત્યારે તાડન-મારણાદિ પ્રવૃત્તિ કરે છે, તે કષાયવૃક્ષનું ફળ છે, તેથી એ ફલિત થાય કે ક્રોધ કષાય ઉદયમાં વર્તે છે, ત્યારે શમસુખનો નાશ થાય છે.
જે રીતે ક્રોધને આશ્રયીને વૃક્ષ, પુષ્પ અને ફળ બતાવ્યાં, તે રીતે અર્થથી માન-માયા-લોભ-કષાયનાં પણ વૃક્ષ, પુષ્પ અને ફળનું ભાવન કરવું જોઈએ. ll૩૬ાા અવતરણિકા :
तस्मात्तेषां तद्धेतूनां च शब्दादीनां त्यागः कार्यः, स च विवेकेनैव क्रियते, नान्येनेति दृष्टान्तेનાહઅવતરણિતાર્થ -
તે કારણથી=કષાયો કડવા વૃક્ષ જેવા છે તે કારણથી, તેઓનો=કષાયોતો અને તેના હેતુ એવા શબ્દાદિનો=કષાયોના હેતુ એવા શબ્દાદિ પાંચ ઈન્દ્રિયોના વિષયો તેનો, ત્યાગ કરવો જોઈએ અને તે વિષયોનો ત્યાગ, વિવેકથી જ કરાય છે, અન્યથી નહિ અંતરંગ વિવેકથી જ કરાય છે માત્ર બાહ્ય ત્યાગથી નહિ, એ પ્રકારે દાંતથી કહે છે – ભાવાર્થ :
પૂર્વગાથામાં કહ્યું એ પ્રમાણે સર્વ કષાયો કડવા વૃક્ષ જેવા છે, તેનાં પુષ્પ અને ફળ પણ કડવાં છે, માટે કષાયોનો ત્યાગ કરવો જોઈએ અને કષાયોના હેતુ પાંચ ઇન્દ્રિયોના શબ્દાદિ ત્રેવીસ વિષયો છે, તેથી તેને અવલંબીને જીવમાં કષાયોનો ઉદ્ભવ થાય છે, માટે તે વિષયોનો ત્યાગ કરવો જોઈએ, વસ્તુતઃ સુસાધુ પણ પાંચ ઇન્દ્રિયોવાળા છે અને છદ્મસ્થ છે, ત્યાં સુધી તે તે ઇન્દ્રિયો દ્વારા તે તે વિષયોનો સંપર્ક સર્વથા ન થાય, એ પ્રકારનો પરિહાર થઈ શકે નહિ; કેમ કે કોઈ વચન બોલે તો તે શ્રોત્રેન્દ્રિય દ્વારા અવશ્ય ગ્રહણ થાય છે. તે રીતે આહાર વાપરે તો આહારગત રસનું પણ ઇન્દ્રિય દ્વારા અવશ્ય ગ્રહણ થાય છે, તેથી તે વિષયોનો ઇન્દ્રિયો દ્વારા ગ્રહણને આશ્રયીને ત્યાગ સંભવે નહિ, પરંતુ તે તે ઇન્દ્રિયના તે તે વિષયો પ્રત્યે ચિત્ત ઉત્સુક થાય તેવો જે પરિણામ પોતાનામાં વર્તે છે, તે પરિણામને જેઓ વિવેકપૂર્વક શાંત કરે છે અર્થાત્ વિષયોને અભિમુખ ઔસુજ્ય આત્માની વિડંબના છે અને વિષયો પ્રત્યે અનુસુફભાવ જ આત્માની સ્વસ્થતા છે, એ પ્રકારે ભાવન કરીને પોતાનામાં પ્રગટ થયેલો વિવેક