________________
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૪૧-૪૨
શું ગ્રહણ કરતા નથી ? એથી કહે છે
-
વિરુદ્ધ=અનેષણીય ભક્ત ઉપધિ આદિ ગ્રહણ કરતા નથી, એ પ્રમાણે સંબંધ છે, ક્યાં ગ્રહણ કરતા નથી ? એથી કહે છે • મુદિત જનપદમાં પણ ગ્રહણ કરતા નથી=ઋદ્ધિથી ભરપૂર અને નિર્ભય સ્થાનમાં વર્તતા સાધુ અનેષણીય ગ્રહણ કરતા નથી, પિ શબ્દથી આ સંભાવના કરાય છે, તે ભગવંતો શરીરની પીડાને=કાયબાધાને, સહન કરે છે, આનાથી નિશ્ચય કરાય છે તેઓને આહારાદિમાં પ્રતિબંધ પણ નથી, પરંતુ ધર્મકાર્યોમાં જ પ્રતિબંધ છે અને શરીરની પીડાનું ગ્રહણ માનસપીડાના સદ્ભાવમાં=શમભાવના યત્નની સ્ખલનારૂપ માનસપીડાના સદ્ભાવમાં, યતવાથી ગ્રહણ કરતા પણ સાધુઓને ભગવાનની આજ્ઞાકારીપણું હોવાને કારણે તેઓમાં=આહારાદિમાં, પ્રતિબંધ નથી, એ જ્ઞાપન અર્થવાળું છે=શરીરની પીડાનું ગ્રહણ એ જ્ઞાપન અર્થવાળું છે. ।।૪૧।।
૭૩
ભાવાર્થ:
ન
સુસાધુઓ શમભાવના પરિણામવાળા હોય છે અને શમભાવની વૃદ્ધિના અત્યંત અર્થી હોય છે, તેથી અટવીમાં હોય કે રાજ્યમાં યુદ્ધો ચાલતાં હોય તેવા સ્થાનમાં હોય, ત્યાં નિર્દોષ ભક્ત-પાન કે ઉપધિ આદિ ઉપલબ્ધ ન હોય તોપણ દોષિત ભોજન કે દોષિત વસ્ત્રાદિ ગ્રહણ કરતા નથી, પરંતુ નિર્દોષ પ્રાપ્ત ન થાય તો શરીરની પીડાને સહન કરે છે. વળી, ઋદ્ધિથી યુક્ત અને નિર્ભય અર્થાત્ ઉપદ્રવ વગરના નગરમાં વસતા હોય ત્યારે પણ અનેષણીય આહાર-ઉપધિ આદિ ગ્રહણ કરતા નથી, પરંતુ નિર્દોષ પ્રાપ્ત ન થાય તો શરીરની બાધાને સહન કરે છે, જેમ ઢંઢણ ઋષિ મુદિત એવી દ્વારિકા નગરીમાં વર્તતા હતા, છતાં નિર્દોષ આહારની પ્રાપ્તિ થતી ન હતી તો શરીરની પીડાને સહન કરી. ફક્ત માનસપીડા થાય અર્થાત્ ક્ષુધાદિને કા૨ણે શમભાવની પરિણતિ સ્ખલના થતી દેખાય ત્યારે માનસપીડારૂપ અશમભાવના પરિહાર માટે યતનાપૂર્વક કંઈક દોષિત પણ ગ્રહણ કરે, તોપણ શમભાવની વૃદ્ધિના ઉપાયરૂપે ગ્રહણ કરવાની ભગવાનની આજ્ઞા હોવાથી ગ્રહણ કરે છે, પરંતુ ભક્ત, પાન કે ઉપધિ આદિના મમત્વથી ગ્રહણ કરતા નથી, તેથી નક્કી થાય છે કે સુસાધુને ધર્મકાર્યોમાં જ પ્રતિબંધ છે, આહારાદિમાં પ્રતિબંધ નથી; કેમ કે શમભાવની વૃદ્ધિ માટે સદા તપ અનુષ્ઠાનમાં યત્ન કરે છે, એથી નિર્દોષ આહાર ન મળે તો તપની વૃદ્ધિ દ્વારા શમભાવના કંડકો વધારે છે, વસ્ત્રાદિ જીર્ણ થયેલાં હોય અને નિર્દોષની અપ્રાપ્તિ હોય તોપણ દીનતા રહિત ઉચિત ગવેષણા કરે છે, તેથી જણાય છે કે શમભાવમાં અને શમભાવના ઉપાયભૂત અનુષ્ઠાનોમાં જ સાધુને પ્રતિબંધ છે, દેહમાં કે આહારાદિમાં પ્રતિબંધ નથી. II૪૧||
અવતરણિકા :
तदनेनापत्स्वपि दृढधर्मतोक्ता, सा च यैर्भगवद्भिरनुष्ठिता तद्द्वारेणाह
અવતરણિકાર્થ :
તે કારણથી=સાધુઓ વિરુદ્ધ સેવન કરતા નથી પરંતુ શરીરની પીડાને સહન કરે છે તે કારણથી,