________________
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૪૦
અવતરણિકાર્ય :
આ રીતે આ ભગવાન=ઢઢણઋષિ, આહારમાં અપ્રતિબદ્ધ હતા અને તે પ્રકારે=આહારમાં અપ્રતિબદ્ધતા કરી તે પ્રકારે, સ્વાર્થસાધક થયા, આથી જ સર્વ સાધુઓને આહારાદિ પ્રતિબંધ પ્રત્યે અનધિકારિતાનો ઉપદેશ આપતાં કહે છે –
ગાથા :
आहारेसु सुहेसु अ, रम्मावसहेसु काणणेसुं च ।
साहूण नाहिगारो, अहिगारो धम्मकज्जेसु ।।४०।। ગાથાર્થ :
શુભ એવા આહારમાં અને રમ્ય એવા ઉપાશ્રયોમાં અને વિચિત્ર એવા ઉધાનોમાં સાધુને અધિકાર નથી આસક્તિ કરવાનો અધિકાર નથી, વળી ધર્મકાર્યમાં અધિકાર છે–પ્રયત્ન કરવાનો અધિકાર છે. Iloll. ટીકા :
आहारेषु शुभेषु विशिष्टरसयुक्तेषु, चशब्दादुपकरणेषु वस्त्रपात्रादिषु शुभेष्विति प्रत्येकमभिसम्बध्यते, रम्यावसथेषु, कमनीयोपाश्रयेषु, काननेषु विचित्रोद्यानेषु, चशब्दः समुच्चये, साधूनां नाधिकारस्तदासक्तिं प्रतीति गम्यते । तर्हि क्वाधिकार इत्याह-अधिकारो धर्मकार्येषु तपोऽनुष्ठानादिषु, तद्धनत्वाતેષામ્ II૪૦ના ટીકાર્ય :
માદાપુ... તદ્ધનત્યાન્વેષામ્ | શુભ એવા આહારોમાં=વિશિષ્ટ રસયુક્ત એવા આહારમાં, ૨ શબ્દથી વસ્ત્ર-પાત્રાદિ રૂપ ઉપકરણોમાં, શુભ એ પ્રકારના શબ્દને પ્રત્યેકમાં સંબંધ કરાય છે, રમ્ય અવસ્થાનોમાં કમનીય ઉપાશ્રયોમાં, વિચિત્ર ઉદ્યાનોમાં સાધુઓને અધિકાર નથીeતેની આસક્તિ પ્રત્યે સાધુઓને અધિકાર નથી, ૨ શબ્દ સમુચ્ચયમાં છે, તો ક્યાં અધિકાર છે ? એથી કહે છે – ધર્મકાર્યોમાં તપ અનુષ્ઠાનાદિમાં અધિકાર છે; કેમ કે તેઓએ=સાધુઓને, તદ્ધનપણું છેતપાદિ અનુષ્ઠાન ધનપણું છે. I૪૦ || ભાવાર્થ :
ઢંઢણ ઋષિના દૃષ્ટાંતનું અવલંબન લઈને સુસાધુએ સુંદર આહારમાં સંશ્લેષ થાય એ પ્રકારે આહાર ગ્રહણનો નિષેધ છે, પરંતુ નિર્લેપભાવથી જે આહાર ગ્રહણ થાય અને જેનાથી નિર્લેપ ભાવ વૃદ્ધિ પામે તે જ આહાર સાધુ ગ્રહણ કરે, વળી વસ્ત્ર-પાત્રાદિ સર્વ પણ શુભમાં સાધુને અધિકાર નથી, પરંતુ સંયમના પરિણામની વૃદ્ધિ થાય તેવાં જ વસ્ત્ર-પાત્રાદિમાં સાધુને અધિકાર છે, વળી સાધુને કમનીય ઉપાશ્રય