________________
५०
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૩૫-૩૬
કહેવું શું શક્ય છે ? અર્થાત્ નથી જ, ગાથામાં વિં સવા શબ્દમાં અનુસ્વારનો લોપ અને દીર્ઘપણું પ્રાકૃતપણાને કારણે છે, ને શબ્દ વાક્યાલંકાર અર્થવાળો છે,
સરાધર્મે એ અર્થને સ્પષ્ટ કરે છે
રાગ સહિત વર્તે છે, એ સરાગ અને આ=રાગ, દ્વેષનું ઉપલક્ષણ છે અને તે એવો ધર્મ તે સરાગધર્મ છે, તેમાં=અદ્યતન એવા સરાગધર્મમાં, કોઈ અવિદ્યમાન ક્રોધાદિ કષાયવાળો છે, એ કહેવું શું શક્ય છે ? અર્થાત્ નથી જ, એ પ્રકારનો અભિપ્રાય છે, જે વળી મહાત્મા અત્યંત ધારણ કરે=અનુદય અને ઉદય પ્રાપ્તના વિલીકરણ દ્વારા અત્યંત વિગ્રહ કરે.
કોનો નિગ્રહ કરે ? એથી કહે છે
દુર્વચનથી ઉજ્જ્ઞાલિત કર્ણકટુકવાણીરૂપ ઇંધનથી ઉદ્દીપ્ત એવા કષાયોનો અત્યંત નિગ્રહ કરે તે યથાવસ્થિત મોક્ષના કારણને માને છે એથી તે મુનિ છે, પુનઃ શબ્દનું વિશેષણ અર્થપણું હોવાથી સરાગધર્મમાં પણ વર્તમાન મુનિ જ છે; કેમ કે વિવેકકલિતપણું છે. ।।૩૫।।
ભાવાર્થ:
જે જીવો વીતરાગ થયા નથી તેઓ રાગ-દ્વેષવાળા છે અને તેઓ ધર્મ કરતા હોય તોપણ તેઓનો ધર્મ સરાગધર્મ છે, તેથી ધર્મ પ્રત્યેના રાગથી અને અધર્મ પ્રત્યેના દ્વેષથી તેઓ ધર્મમાં યત્ન કરનારા છે. તેવા જીવોમાં કોઈ અકષાયી છે, એ પ્રમાણે કહેવું શું શક્ય છે ? અર્થાત્ શક્ય નથી; કેમ કે ધર્મના રાગથી અને અધર્મના દ્વેષથી તેઓ ધર્મની પ્રવૃત્તિ કરે છે. સરાગ ધર્મવાળા પણ કઈ રીતે અકષાયવાળા સંભવી શકે તે ગાથાના ઉત્તરાર્ધથી બતાવે છે
જે મહાત્મા અનુદયને પામેલા કષાયોને પ્રતિપક્ષના ભાવનથી નિગ્રહ કરી રહ્યા છે અર્થાત્ કષાય વિરુદ્ધ એવા ક્ષમાદિ ભાવોમાં ચિત્તને પ્રવર્તાવીને અનુદયવાળા કષાયોને ક્ષીણ શક્તિવાળા કરી રહ્યા છે અને નિમિત્તને પામીને ઉદયને પામેલા કષાયોને વિફળ કરી રહ્યા છે, તેઓ કર્ણને ન ગમે તેવા વાણીરૂપ અગ્નિથી ઉદ્દીપ્ત થયેલા કષાયોને વિફળ કરે છે તેવા મહાત્મા મુનિ છે-મૌન ભાવવાળા છે અર્થાત્ કોઈ નિમિત્તને પામીને કષાય કરતા નથી, પરંતુ અકષાય ભાવની વૃદ્ધિને અનુકૂળ અસ્ખલિત વ્યાપારવાળા છે, માટે મુનિ છે. તેઓ સરાગ ધર્મમાં પણ અકષાયવાળા છે તેમ કહી શકાય છે. II૩૫||
અવતરણિકા :
किमर्थमेते निगृह्यन्ते इत्याशङ्क्यामीषामपायकारितामाह
અવતરણિકાર્ય :
કયા કારણથી આ=કષાયો, નિગ્રહ કરાય છે ? એ પ્રકારની આશંકા કરીને આમતી=કષાયોની, અનર્થકારિતાને કહે છે