________________
૫૮
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૩૪ प्रमादस्खलितमिदमेकं, न पुनरीदृशं करिष्यामि' इति वदन्ती पतिता तच्चरणयोर्मुगावती, ततः प्रवृद्धः शुक्लध्यानानलः, दग्धं कर्मेन्धनम्, उत्पन्नं केवलं ज्ञानम् । अत्रान्तरे प्रसुप्तार्यचन्दना, विषधरे च तद्देशेन गच्छति उत्पाट्य मृगावत्या संस्तारके निहितो बहिःस्थितस्तद्बाहुः ततो विबुद्धयार्यचन्दनया मिथ्यादुष्कृतं दत्तं, निद्राप्रमादेन मया न प्रहिता त्वम् । किं चायं करश्चालितः ? इत्युक्ता सत्याह-अहिरेति, इतराह-कथं जानीषे ? सा प्राह-अतिशयेन, इतरा आह-कतरेण ?, सा प्राह-केवलेन ! तच्छ्रुत्वा आर्यचन्दना गता पश्चात्तापं पतिता तत्पादयोरिति ।।३४।। ટીકાર્ય :
પ્રસિદ્ધ ... તાિિત પોતાના દોષોને સમ્યફ સ્વીકારીને==ણ કરણની શુદ્ધિથી સ્વીકારીને, એ શબ્દથી ફરી અકરણના સ્વીકારથી પગમાં પડ્યાંeતે ગુરુના પગમાં પડ્યાં, તેનાથી સમ્યફ દોષતા સ્વીકારથી, મૃગાવતી વડે કેવળજ્ઞાન ઉત્પન્ન કરાયું. વિત્ત શબ્દ પરોક્ષ એવા આપ્તવાદનો સૂચક છે, એ પ્રમાણે સંક્ષેપથી અર્થ છે, વિસ્તારથી અર્થ કથાનકગમ્ય છે અને તે આ છે –
કૌશાંબીમાં વીર ભગવાનના સમવસરણમાં વિમાન સહિત ચંદ્ર-સૂર્યના અવતરણના કારણે સમય પ્રમાણને નહિ જાણતાં મૃગાવતી સાધ્વી આર્ય ચંદનાદિ સાધ્વીઓ ગયે છતે રહ્યાં, ચંદ્ર-સૂર્ય ગયા, અંધકાર ફેલાયો, મૃગાવતી ઉતાવળે ઉપાશ્રયે ગયાં, તેમના વડે કરાયેલા આવશ્યકવાળા સંથારેલાં આર્ય ચંદના જોવાયાં, આલોચના કરતાં મૃગાવતી આર્ય ચંદના વડે અનવસ્થા દોષના પરિહાર માટે ઉપાલંભ અપાયાં, પ્રધાન કુળમાં ઉત્પન્ન થયેલાં તમને આ ઉચિત નથી, તેથી હું ગુણવાન ગુરુને સંતાપ કરનારી થઈ, એ પ્રમાણે પશ્ચાત્તાપથી બળાતા માનસવાળી “હે ભગવતી ! મંદ ભાગ્યવાળી એવી મારું આ એક પ્રમાદ અલિત ક્ષમા કરો, ફરી આવું કરીશ નહિ એ પ્રમાણે બોલતાં મૃગાવતી તેમના ચરણમાં પડ્યાં, તેથી શુક્લધ્યાનનો અગ્નિ વૃદ્ધિ પામ્યો, કર્મબંધન બળી ગયાં, કેવલજ્ઞાન ઉત્પન્ન થયું.
એટલામાં આર્ય ચંદના નિદ્રાધીન થયાં અને તે સ્થાનથી વિષધર આવતે છતે બહાર રહેલો તેમનો હાથ ઉપાડીને મૃગાવતી વડે સંથારામાં મુકાયો, તેથી જાગેલાં આર્ય ચંદના વડે મિથ્યાદુકૃત કરાયું, તું નિદ્રા પ્રમાદથી મારા વડે મોકલાઈ નથી અર્થાત તું નિદ્રાધીન એમ કહેવાયું નથી અને આ હાથ કેમ ચલાવ્યો ? એ પ્રમાણે કહેવાયેલાં છતાં કહે છે – સાપ આવે છે, બીજાં ચંદનબાળા, કહે છે – તે કેવી રીતે જાણ્યું ? તેણી કહે છે – અતિશયથી, બીજાં ચંદનબાળા, કહે છે – કયા અતિશયથી ? તેણી કહે છે – કેવલજ્ઞાનથી, તે સાંભળીને આર્ય ચંદના પશ્ચાત્તાપને પામ્યાં, તેમના પગમાં પડ્યાં. ૩૪ ભાવાર્થ -
જે અધ્યવસાયથી જે પાપ થાય છે તે પાપ તે અધ્યવસાયથી વિરુદ્ધ અધ્યવસાય કરવાથી નાશ પામે છે, તેથી ગાથા-૩૩માં કહ્યું એ પ્રમાણે આરાધક જીવે પાપઆચરણા કરવી જોઈએ નહિ કે જે પાપ