________________
પક
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૩૩
ગૌતમસ્વામી લોકના પ્રબોધન માટે કહે છે – આના વડે શું પુછાયું? અથવા ભટ્ટારક વડે આપના વડે શું કહેવાયું ? તેથી ભગવાને તેના વૃત્તાંતને કહ્યો – વસંતપુરમાં અનંગસેન નામનો સોની ઇચ્છિત દાનપ્રદાન વડે પોતાના રૂપથી હસાઈ છે અમર સુંદરી જેમના વડે એવી તરુણ સ્ત્રીઓને સ્ત્રીલોલપણાથી પાંચસો પત્નીઓને મેળવીને પ્રાસાદમાં સ્થાપન કરીને રક્ષણ કરતો હતો અને પોતાની પરિભોગવતીને છોડીને અન્ય સ્ત્રીઓને સંસ્કાર શણગાર કરવા દેતો ન હતો. એકવાર નહિ ઇચ્છતો, મિત્ર વડે વિવાહાદિ પ્રસંગમાં લઈ જવાયો, આ અવસર છે એ પ્રમાણે કરાયેલા સ્નાન-વિલેપન-આભરણ-વસ્ત્રવાળી હાથમાં ગ્રહણ કરાયેલા દર્પણવાળી પત્નીઓએ ક્રીડા કરવાનું શરૂ કર્યું.
આવેલો એવો આ કોપને પામ્યો, ગ્રહણ કરીને એકએક પત્ની, મર્મસ્થાનમાં હણાઈ, પ્રાણોથી મુકાવાઈ, બીજીઓ વડે વિચારાયું – અમને પણ આ પ્રમાણે કરશે, ભય વડે એકસાથે દર્પણો તેના ઉપર મુકાયાં અને તે મર્યે છતે પશ્ચાત્તાપ થયો, પતિને મારનારની બીજી ગતિ નથી એ પ્રમાણે વિચારીને અગ્નિમાં પ્રવેશી, સામુદાયિક કર્મના વશથી પલ્લીમાં ચોરપણાથી એકત્ર થઈ, પ્રથમ હણાયેલી પત્નીનો જીવ વળી કોઈક ગામમાં બાળક થયો, સોની વળી અન્ય યોનિઓમાં પર્યટન કરીને તેના ભગિનીભાવથી ઉત્પન્ન થયો, પૂર્વભવની વાસનાના આવેગથી અતિમોહના ઉત્કટપણાથી તે પ્રતિક્ષણ રડે છે, બાળક વડે કોઈક અવાચ્ય દેશમાં સ્પર્ધાયેલી છાની રહી, આ ઉપાય છે એ પ્રમાણે આ વારંવાર સ્પર્શે છે, માતા-પિતા વડે જોવાયો, વારણ કરાયેલો નહિ અટકતો ઘરમાંથી કાઢી મુકાયેલો પલ્લીમાં ગયો, તેનો અધિપતિ થયો, બીજી પણ=ભગિની પણ, વધતી પ્રબલ કામતૃષાપણાથી કોઈક ગામમાં ગઈ તે ચોરો ત્યાં તે ગામમાં, આવ્યા, તેણી વડે “શું મને લઈ જતા નથી ?' એ વચન વડે આત્મા તેઓને સમર્પણ કરાયો, બધાની પત્ની થઈ. તેઓ વડે તેની દયાથી બીજી પણ સ્ત્રી લવાઈ. મને આ બીજી સ્ત્રી, રતિમાં વિદનનો હેતુ છે એ પ્રમાણે વિચારીને તેઓ ગયે છતે તેણી વડે આ કૂવામાં નંખાઈ, આવેલા તેઓ વડે ન જોવાઈ, તેથી આ સ્ત્રી વડે આ આચરણ કરાયું એ પ્રમાણે જાણીને શું આ બહુ મોહવાળી મારી ભગિની હશે, એ પ્રમાણે થયેલી શંકાવાળો પલ્લીપતિ મારી વાર્તા સાંભળીને આ આવ્યો, પૂછવાને શક્તિમાન ન હતો, એથી તેના વડે કહેવાયું – સા સા સા
આનો આ અર્થ – જે એ મારી ભગિની તે શું આ વાવર્તિતી પાપિણી ? મારા વડે પણ કહેવાયું – યા સા સા સા, તેને સાંભળીને અહો દુરંત વિષયનો સંગ તેથી આ આવ્યું જેને કોઈક કહે છે –
સર્વ વડે પણ એક પણ તૃપ્તિ પામતો નથી, એક પણ સ્ત્રી બધા વડે તૃપ્તિ પામતી નથી, બીજું બન્ને પણ એક પુરુષ બીજા પુરુષો પણ દ્વેષી છે, સ્ત્રી-પુરુષનો સંગમ કષ્ટ છે.
આ પ્રમાણે જાણીને ઘણા પ્રાણીઓ બોધ પામ્યા, તેથી આના વડે પલ્લીપતિ વડે, સૌદર્યા ગમતરૂપ=ભગિની સાથેના ભ્રષ્ટાચારરૂપ, પોતાનો દોષ પ્રકાશિત કરાયો નહિ. I૩૩ાા ભાવાર્થ -
સંસારી જીવો કર્મને અત્યંત પરવશ હોય છે, એથી ધર્મપરાયણ થયા પછી પણ નિમિત્તોને પામીને ન સંભવી શકે તેવાં પણ પાપો કરે છે જે પાપોને વચનથી કહેવાં પણ અત્યંત દુષ્કર છે તેમાં દષ્ટાંત