________________
૪
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૩૭ सर्वज्ञोपज्ञां ज्ञानदर्शनचारित्रविद्यामिति' प्रस्ताव्य च कृता तेन विस्तरतो धर्मदेशना । ततोऽहो महानुभावस्य विवेकिता परोपकारिता च !, मम पुनरहो पापिष्ठता मूढता च, अयं हि महात्मा स्वाधीनामपि सदोषत्वाच्चटुलस्वभावां यां श्रीकुलटां त्यजति, लग्नोऽहं तामेवाभिलषामि, न च प्राप्नोमि एवं च विगोपितः, धिग्मामधमाधममिति जातवैराग्यः सपरिकरः प्रभवः प्राह - 'भो महात्मन्नादिश किं मया कर्तव्यं ?' जम्बुनामाह - 'यदहं करोमि, ' ततो नायमप्रेक्षापूर्वकारीति युक्तमेतदनुगमनमिति सञ्चिन्त्येतरः प्राह - ' यदाज्ञापयति भवान् । ततो जननीजनकवधूसपरिकरः प्रभवपरिवृतो भव्यसत्त्वानां भवपराङ्मुखां बुद्धिमुत्पादयन् सुधर्मस्वामिनः पादमूले निष्क्रान्तो નમ્બુનામેતિ રૂ
ટીકાર્ય ઃ
सतोऽपि નવુનામેતિ ।। કોઈક વિવેકી જંબુની જેમ વિદ્યમાન પણ ભોગોનો ત્યાગ કરે
છે,
ભોગ શબ્દનો અર્થ સ્પષ્ટ કરે છે
ભોગવાય છે એ શબ્દાદિ ભોગો છે, તેઓનો ત્યાગ કરે છે, કોઈક અવિવેકી પ્રભવની જેમ અવિદ્યમાન પણ ભોગોની ઇચ્છા કરે છે અને કોઈક એ ગાથાના પૂર્વાર્ધથી અનુવર્તન પામે છે, એથી કોઈક પ૨પ્રત્યયથી પણ=બીજાના બોધ દ્વારા પણ, ત્યાગ કરે છે, કોની જેમ ? એથી કહે છે – જે પ્રમાણે જંબુને જોઈને પ્રભવે ત્યાગ કર્યો, એ પ્રમાણે સંક્ષેપથી અર્થ છે, વિસ્તારાર્થ કથાનક ગમ્ય છે અને તે કથાનક આ છે
-
રાજગૃહમાં ઋષભદત્ત શ્રેષ્ઠિના પુત્રએ દીક્ષાની અનુજ્ઞા માટે માતા-પિતાને પૂછ્યું, પુત્રના સ્નેહથી મોહ પામેલા તે બન્નેએ=માતા-પિતાએ, જ્યારે પ્રવ્રજ્યાની દુષ્કરતા આદિ વર્ણનથી પ્રત્યુત્તર દાન સમર્થપણું હોવાથી રહેતો નથી=અટકતો નથી ત્યારે હે પુત્રવરનું મુખ અમે જોઈએ, એ પ્રમાણે તેની પાસે યાચના કરી, તેથી તેમના આગ્રહથી રહ્યો, જો અમારા વડે ન ધારણ કરાયો તો અમે આની જ પાછળ જઈએ, એ પ્રમાણે કરાયેલી પ્રતિજ્ઞાવાળી આઠ કન્યાઓને તે પરણ્યો.
વાસભવનમાં તે તેણીઓને પ્રતિબોધનમાં પ્રવૃત્ત હોતે છતે ઘણા ચોરના પરિવારવાળો પ્રભવ નામનો પલ્લીપતિ અવસ્વાપિની અને તાલોાટની વિદ્યાના પ્રભાવથી તેના ઘરને ચોરતો જંબુના ચારિત્રના પરિણામથી આવર્જિત દેવતા વડે સ્તંભિત કરાયો અને તેમ રહ્યો, આ મહાત્મા વડે હું સ્તંભિત કરાયો, એ પ્રમાણે વિચારીને પોતાની ઉત્તર-પ્રત્યુત્તરિકા વડે બોધ આપતા જંબુના વચનને સાંભળતો તે તેના પ્રત્યે કહે છે
હે મહાત્મન્ !
હું આ દુર્વાસિતથી નિવૃત્ત થયો, મારી આ બે વિદ્યાને ગ્રહણ કરો, મને પોતાની વિદ્યા સ્તંભની આપો. જંબુ કહે છે હે ભદ્ર ! તું મારા વડે સ્તંભિત કરાયો નથી, પરંતુ મારા ચારિત્રના પરિણામથી આવર્જિત દેવતા વડે સ્તંભિત કરાયો. તારી ભવને વધારનારી વિદ્યાના ગ્રહણ વડે સર્યું. આ સમસ્ત અર્થ સાધનારી, સર્વજ્ઞ વડે
-