________________
૬૮
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૩૮-૩૯ હતા, આથી શ્રેષ્ઠીના ઘરે લૂંટ કરીને સુંસુમાને ઉપાડીને જાય છે, તેની પાછળ પડેલા સૈનિકો અને શ્રેષ્ઠીપુત્રો વગેરેને જોઈને અન્ય ઉપાય નહિ જણાવાથી સંસુમાને પણ મારી નાખે છે, તેથી ક્રૂર પ્રકૃતિવાળા હતા, આમ છતાં તેમને કોઈક રીતે ભગવાને બતાવેલા ઉત્તમ ધર્મનું માહાત્મ્ય દેખાવાથી મિથ્યાત્વ દૂર થાય છે, તેથી ભોગમાં નિઃસારતાની બુદ્ધિ થાય છે અને કષાયો અને વિષયોની અનિચ્છામાં સુખની બુદ્ધિ સ્થિર થાય છે, તેથી શ્રેષ્ઠ કોટિના ધર્મના પ્રભાવથી પ્રતિબોધ પામેલા ચિલાતીપુત્ર અને પ્રભવસ્વામી દેખાય છે.
તેથી એ ફલિત થાય કે ચોરીકાળમાં પ્રભવસ્વામીનું ચિત્ત અમાર્ગાનુસારી હતું અને સંસુમાના મસ્તકછેદ સુધી ચિલાતીપુત્રનું ચિત્ત પણ અમાર્ગાનુસારી હતું, તેથી પરમઘોર પાપવૃત્તિઓ હતી, છતાં નિમિત્તને પામીને તે જીવો જ્યારે ધર્મતત્ત્વને અભિમુખ બને છે, ત્યારે નિપુણ પ્રજ્ઞાથી ધર્મના પારમાર્થિક સ્વરૂપને પણ જાણી શકે છે અને ધર્મ સાક્ષાત્ સુખની ખાણ છે અને સુખની પરંપરાનું પરમ બીજ છે, તેવો સ્થિર નિર્ણય થવાથી તે મહાત્માઓ સુખપૂર્વક ભોગોનો ત્યાગ કરીને શમભાવના સુખમાં લીન થઈ શકે છે. II૩૮॥
અવતરણિકા :
यथा चाऽनेन प्राणप्रहाणेऽपि सत्त्वावष्टम्भात्प्रतिज्ञा निर्वाहिता, बहवो विवेकिनोऽन्येऽपि तथाध्यवस्यन्तीति दृष्टान्तेनाह
અવતરણિકાર્ય :
અને જે પ્રમાણે આમના વડે=ચિલાતીપુત્ર વડે, પ્રાણના નાશમાં પણ સત્ત્વના અવખંભથી પ્રતિજ્ઞા નિર્વાહ કરાઈ, અન્ય પણ ઘણા વિવેકીઓ તે પ્રકારે અધ્યવસાયને કરે છે, એ પ્રમાણે દૃષ્ટાંતથી કહે છે
ગાથા:
पुम्फिय फलिय तह पिउघरम्मि तण्हाछुहा समबद्धा । ढंढेण तहा विसढा, विसढा जह सफला जाया ।। ३९ ।।
ગાથાર્થ ઃ
પ્રસિદ્ધ એવું પુષ્પિત ફલિત પિતૃગૃહ હોતે છતે ઢંઢણ ઋષિ વડે તે પ્રકારે ક્ષુધા, તૃષ્ણા સમણુબદ્ધા=સહન કરાઈ, જે પ્રમાણે વિશઠ એવી=ભાવસાર અકપટ એવી સહન કરાયેલી ક્ષુધા, તૃષ્ણા સફળ થઈ. II૩૯।।
ટીકા :
पुष्पितं - खाद्यपेयकारणभूतद्रव्यनिचययुक्तं, फलितं खादनपानप्रवणम्, एवं च पुष्पितमपि कृपणगृहं फलितं न भवति, फलितमपि च षिङ्गभवनं पुष्पितं न भवति उत्पन्नभक्षित्वात्, तदर्थमु