________________
૪૬.
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૨૯-૩૦
મા છે; કેમ કે સંપદાદિનું આકૃતિગણપણું હોવાથી વિવત્ પ્રત્યય છે, મોક્ષગમનની યોગ્યતાવાળા જીવોના આયુષ્યનું પાતપણું હોવાને કારણે અપૂર્યમાન એવા સાત વડે મા=પરિચ્છેદ છે જેઓને તે સપ્તમ છે, લવો વડેઃકાળવિશેષ વડે સાત લવસપ્તમ છે, કોણ છે ? સુરવિમાનો=અનુત્તર વિમાનો, તેઓમાં વાસ=સ્થાન, તે વિદ્યમાન છે જેઓને તે લવસપ્તમ સુવિમાનવાસી, તે પણ દેવો જો સ્વસ્થિતિ ક્ષય થયે છતે ઔવે છે, તો ચિંત્યમાન શેષ વસ્તુ સંસારમાં કઈ શાશ્વત=હિત્ય છે ?=કોઈ નથી કોઈ દાંતમાત્રથી પણ નથી એ પ્રકારનો ભાવ છે.
અથવા આ પ્રમાણે વ્યાખ્યાન કરાય છે, માન અર્થમાં મા શબ્દ છે પરિચ્છેદ અર્થમાં છે; કેમ કે સંપદાદિનું આકૃતિગણપણું હોવાથી વિશ્વ પ્રત્યય છે, સાત એવા તે મા=પરિચ્છેદ, તે સપ્તમા છે, એકપદના વ્યભિચારમાં પણ સમાસ છે, લવ કાળવિશેષ છે, લવોના સાત લવસપ્તમા અવિદ્યમાન લવસપ્તમ છે જેઓને તે અલવસંખમાં તે અલવસપ્તમા યતિ મુવિ છે, યતિનો ભાવ યતિતા છે, પૂર્વભવમાં યતિતામાં અલવસપ્તમા યતિતા અલવસપ્તમા છે, યતિતા અલવસપ્તમા એવા તે દેવો યતિતા અલવસતમા દેવો.
વિશેષણની અન્યથા અનુપપતિ દ્વારા અનુત્તરસુરો છે તેઓ પૂર્વભવમાં જે કારણથી મુક્તિપ્રાપ્તિને યોગ્ય યતિઓ છતાં ન્યૂન સપ્ત આયુલવપણું હોવાથી થાય છે=અનુત્તર સુરો થાય છે, તેઓનાં વિમાનો=આલયો, તેઓમાં=વિમાનોમાં, વાસ=અવસ્થાન, તે વિદ્યમાન છે જેઓને યતિતા અલવસપ્તમા સુર વિમાનવાસી સુરો જ છે, તેઓ પણ જો નાશ પામે છે, સુ પ્રધાન રા=અર્થ છે જેને તે સુરો તેને સંબોધિને કહેવાય છે, ચિંતન કરાતું પર્યાલોચન કરાતું, શેષ અસાર છે, અનુત્તરસુરની અપેક્ષાએ સંસારમાં=સંસ્કૃતિમાં, શાશ્વતઃનિત્ય-અવસ્થિત, કઈ વસ્તુ થાય અર્થાત્ કોઈ નથી. 1ર ભાવાર્થ
લવસપ્તમ દેવો મોક્ષપ્રાપ્તિને યોગ્ય સોપક્રમ કર્મવાળા હોય છે અને સાત લવના આયુષ્યમાં તે કર્મનો નાશ કરીને મોક્ષને પામી શકે તેવા છે, તોપણ તેટલું આયુષ્ય અલ્પ હોવાથી અનુત્તર વિમાનમાં જાય છે, જ્યાં શ્રેષ્ઠ કોટીની ભોગસામગ્રી અને સુખમય જીવન છે, તેઓ પણ આયુષ્ય ક્ષય થવાથી વે છે, તેથી પુણ્યના પ્રકર્ષથી પ્રાપ્ત તે સુખ પણ શાશ્વત નથી તો સંસારનું કયું સુખ શાશ્વત હોઈ શકે ? માટે તુચ્છ અશાશ્વત સુખની આસ્થા છોડીને શાશ્વત સુખની આસ્થા ધારણ કરવી જોઈએ અને તેવું સુખ સર્વથા અસંગપરિણતિથી પ્રાપ્ત થાય છે, માટે સંસારનાં સર્વ સુખો અનિત્ય છે તેમ નિશ્ચય કરીને તેના નિર્મમભાવને પ્રગટ કરવા યત્ન કરવો જોઈએ અને શાશ્વત સુખનું કારણ એવા અસંગભાવને સેવવા યત્ન કરવો જોઈએ. રિલા અવતરણિકા :
अत एव सांसारिकसुखप्रतिबन्धाभावोपदेशार्थं परमार्थतस्तदभावमाहઅવતરણિતાર્થ :આથી જ=સંસારમાં બાહ્ય સામગ્રીથી પ્રાપ્ત થતું કોઈ સુખ શાશ્વત નથી આથી જ, સાંસારિક