________________
પર
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૩૧
તેઓની મધ્યમાં બાર વર્ષ રહ્યો અને તે ઉદાયિ રાજા આઠમ-ચઉદશે પૌષધને કરતા હતા, સૂરિ ધર્મદેશના માટે રાત્રિએ જતા હતા અને વચ્ચે વચ્ચે પ્રવર્તતો પણ અપરિણતપણાથી પૂર્વે લઈ જવાયો ન હતો, ત્યારે વળી વિકાલવેલામાં પ્રવૃત્ત ગુરુ હોતે છતે એકદમ ઉપસ્થિત થયેલો લઈ જવાયો, ત્યારપછી ધર્મદેશના વડે રહીને સૂતેલા એવા ગુરુ અને રાજા હોતે છતે પૂર્વગ્રહણ કરાયેલી કંકલહશસ્ત્રિકાને રાજાના ગળે મૂકીને રાજાનું ગળું કાપીને, આ ભાગ્યો, મુનિ છે એ પ્રમાણે કરીને રાજાના આરક્ષકો વડે નિવારણ કરાયો નહિ, રુધિરના સ્પર્શથી આચાર્ય જાગ્યા, સાધુ ન જોવાયો, તેનું વિલસિત જોવાયું, તેથી પ્રવચનના માલિન્યને ધોવાનો ઉપાય બીજો નથી, એ પ્રમાણે વિચારીને અપાયેલા સિદ્ધના આલોચનવાળા તેમના વડે નમસ્કારપૂર્વક ધર્મધ્યાનને પૂરીને તે જ શસ્ત્રિકા પોતાના ગળામાં મુકાઈ.
બીજો વળી મારનાર સાધુ, પોતાના રાજા પાસે ગયો, વૃત્તાંત કહેવાયો, નહિ જોવા યોગ્ય તું દષ્ટિમાર્ગથી બસ, એ પ્રમાણે તેના વડે કઢાયો, સાધુની મધ્યમાં રહેતાને તેટલો કાળ હજારો ઉપદેશ અવશ્ય થયા, તેઓ વડે આ બોધ ન પામ્યો, તેની જેમ અન્ય પણ કોઈ ક્લિષ્ટ જંતુ=ભારેકર્મી જીવ, બોધ પામતો નથી એ પ્રમાણે ઉપનય છે. Il૩૧ ભાવાર્થ :
પૂર્વમાં ગાથા-૨૪માં કહ્યું કે જે જે સમયે જીવ જે જે ભાવો કરે છે તે તે પ્રમાણે શુભાશુભ કર્મ બાંધે છે, માટે જીવે શુભ જ ભાવ કરવો જોઈએ, પરંતુ ગર્વાદિથી દૂષિત ભાવ કરવો જોઈએ નહિ, જેમ બાહુબલીએ ગર્વથી એક વર્ષ ધ્યાન કર્યું, તોપણ કેવળજ્ઞાન પ્રાપ્ત થયું નહિ. વળી, જેઓ મદવાળા છે તેઓને ગુરુ પણ ઉપદેશ આપી શકે તેમ નથી અને કેટલાક મદવાળા પણ સ્વલ્પ નિમિત્તથી બોધ પામે છે, આ રીતે બતાવ્યા પછી સનકુમાર ચક્રવર્તીના દૃષ્ટાંતમાં રૂપની અનિત્યતા બતાવી, તેમ અનુત્તરવાસી દેવોના સુખની પણ અનિત્યતા બતાવી. આ પ્રકારે ઉપદેશ આપવાથી ઘણા યોગ્ય જીવો મદનો ત્યાગ કરી અને સંસારની અનિત્યતાનું ભાવન કરી નિત્યસુખના અર્થી બને છે, આમ છતાં કેટલાક ભારેકર્મી જીવો હજારો ઉપદેશ આપવા છતાં પણ બોધ પામતા નથી, જેમ બ્રહ્મદત્ત ચક્રવર્તી અને ઉદાયિ રાજાને મારનાર વિનયરત્ન બોધ પામ્યા નહિ.
બ્રહ્મદત્ત ચક્રવર્તીને જાતિસ્મરણ થયેલું, પૂર્વભવ સ્મૃતિમાં છે, છતાં વિષયોની ગાઢ આસક્તિને કારણે ધર્મ કરવા માટે તેમનું ચિત્ત તત્પર થયું નહિ. વળી, વિનયરત્નએ ઉદાયિ રાજાને મારવા માટે દીક્ષા લીધી, ત્યારપછી સંયમનું પાલન કર્યું. બાહ્ય આચારો સુંદર પાળ્યા, તે વખતે સંયમજીવનના ઉત્તમ આચારો વગેરેથી પણ તેને માર્ગનો લેશ પણ બોધ થયો નહિ, તેનું કારણ તેઓમાં વર્તતાં ગાઢ કર્મો જ છે, આથી જ ઘણા યોગ્ય જીવો પણ ધર્મબુદ્ધિથી સંયમ ગ્રહણ કરે છે તોપણ ગાઢ કર્મના ઉદયના વશવાળા તેઓ સ્વમતિ અનુસાર શાસ્ત્રઅધ્યયન અને ક્રિયા કરીને આત્મહિત સાધી શકતા નથી. શાસ્ત્ર ભણે, છતાં તેઓને શાસ્ત્રનો પારમાર્થિક ઉપદેશ સ્પર્શતો નથી, તે સર્વમાં તે જીવોમાં વર્તતાં ગાઢ કર્મો કારણ છે, જેઓ હળુકર્મી છે તેઓ જ કષાયોની વિડંબના અને સંસારની અનિત્યતાનું ભાવન કરીને નિત્ય