________________
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૩૧-૩૨
૫૩
એવા મોક્ષસુખના અર્થી બને છે અને તેઓ જ મોક્ષ પ્રાપ્તિના એક ઉપાયભૂત સર્વજ્ઞના વચનને પરતંત્ર થઈને, ગુણવાન ગુરુ પાસેથી સત્સાસ્ત્રો ભણીને તત્ત્વની પ્રાપ્તિ કરે છે, તેઓના ચિત્તમાં ભગવાનના વચનનો પારમાર્થિક બોધ સ્પર્શે છે. રૂપા અવતરણિકા -
अत एव ये न प्रतिबुध्यन्ते तेषां ब्रह्मदत्तवदपायमुपदर्शयन्नाहઅવતરણિકાર્ય :
આથી જ=જેઓ ભારેકર્મી છે તેઓના ચિત્તમાં ભગવાનનું વચન સ્પર્શતું નથી આથી જ, જેઓ બ્રહ્મદત્તની જેમ બોધ પામતા નથી. તેઓના અતર્થને બતાવતાં કહે છે –
ગાથા :
गयकनचंचलाए, अपरिचत्ताए रायलच्छीए । जीवा सकम्मकलिमलभरियभरा तो पडंति अहे ।।३२।।
ગાથાર્થ :
હાથીના કાન જેવી ચંચળ, નહિ ત્યાગ કરાયેલી રાજ્યલક્ષ્મી વડે પોતાના કર્મરૂપ કાદવથી ભરાયેલા ભારવાળા જીવો તેનાથી નરકમાં પડે છે. II3રા ટીકા :
गजकर्ण इव चञ्चला गजकर्णचञ्चला तया अपरित्यक्तया राजलक्ष्म्या हेतुभूतया, जीवाः स्वकर्मव कलिमलं किल्बिषं तस्य भृतः पूर्णः कृतो भरो यैस्ते स्वकर्मकलिमलभृतभरास्सन्तस्ततः पतन्ति यान्ति अधो नरक इति ॥३२।। ટીકાર્ય :
અનતિ | હાથીના કાનની જેમ ચંચળ ગજકર્ણ ચંચળા તેણી વડે, નહિ ત્યાગ કરાયેલી હેતુભૂત રાજ્યલક્ષ્મી વડે જીવો સ્વકર્મરૂપ કાદવ તેનો ભરાયેલો પૂર્ણ કરાયેલો ભાર, છે જેઓ વડે તેઓ સ્વકર્મરૂપ કાદવથી ભરાયેલા ભારવાળા છતા તેનાથી અધ=નરકમાં, જાય છે. ૩રા. ભાવાર્થ :
સંસારની બાહ્ય સમૃદ્ધિ અત્યંત ચંચળ છે અને જેઓને તેના પ્રત્યે ગાઢ મૂચ્છે છે તેઓ તેમાં જ આસક્ત રહેનારા છે અને તેનાથી ક્લિષ્ટ કર્મો બાંધીને નરકના પાતને પ્રાપ્ત કરે છે. વળી, કેટલાક જીવો બાહ્ય ત્યાગ કરવા છતાં ચંચળ એવી રાજ્યલક્ષ્મીની જેમ ચંચળ એવા માન-સન્માનથી વાચ્ય લક્ષ્મીમાં રક્ત રહે છે તેઓ ક્વચિત્ બાહ્યથી દુષ્કર તપાદિ કરે, તોપણ તુચ્છ બાહ્ય ભાવોના સંશ્લેષના બળથી