________________
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૩૧
રાજકુલ ગયો, રાજાની આગળ સંપૂર્ણ ગાથા બોલાઈ, સ્નેહના અતિરેકથી રાજા મૂર્છાને પામ્યા, ચંદનરસના સિંચન આદિ દ્વારા ચેતના પ્રાપ્ત કરાઈ, મારા વડે આગાથા, પૂર્ણ કરાઈ નથી, એ પ્રમાણે બોલતો આ= રેંટવાળો, કદર્થના કરનારાઓથી મુકાયો અને પુછાયો, આનોગાથાનો પૂર્ણ કરનારો કોણ છે, તેણે કહ્યું — અરઘટ્ટની પાસે રહેલા મુનિ.
ત્યારપછી ભક્તિ અને સ્નેહથી આકૃષ્ટ ચિત્તવાળો રાજા પરિવાર સહિત નીકળ્યો, મુનિ જોવાયા અને ચિત્તથી હર્ષિત થયા, વિનય સહિત વંદન કરાયા, તેની પાસે બેસાયું–રાજા વડે મુનિ પાસે બેસાયું, મુનિ વડે પણ ધર્મદેશના શરૂ કરાઈ, ભવનિર્ગુણતા દેખાડાઈ, કર્મબંધના હેતુઓ વર્ણન કરાયા, મોક્ષમાર્ગ વખાણાયો, શિવસુખનો અતિશય કહેવાયો, તેથી પર્ષદા સંવેગ પામી, બ્રહ્મદત્ત ભાવિત ન થયો અને કહે છે ભગવન્ ! જે પ્રમાણે સ્વસંગમથી અમે આાદિત કરાયા, તેમ તમે રાજ્ય સ્વીકાર કરવા વડે આહ્લાદ કરો, પછીથી સાથે જ આપણે તપ કરશું; અથવા આ જ તપનું ફલ છે. મુનિ કહે છે – ઉપકારમાં ઉદ્યત એવા તમને આ યુક્ત છે, ફક્ત આ મનુષ્ય અવસ્થા દુર્લભ છે, આયુષ્ય સતત પાતવાળું છે, લક્ષ્મી ચંચળ છે, ધર્મબુદ્ધિ અનવસ્થિત છે અસ્થિર છે, વિષયો વિપાકથી કડવા છે, તેમાં આસક્ત થયેલાઓનો નિશ્ચે નરકમાં પાત છે, વળી મોક્ષબીજ દુર્લભ છે, વિરતિરત્ન વિશેષથી દુર્લભ છે, તેના ત્યાગથી વિરતિના ત્યાગથી, દુસ્તર એવા નરકના પાતનું કારણ કેટલાક દિવસ થનારું રાજ્યનું આશ્રયણ વિદ્વાનોના ચિત્તને આહ્લાદ કરતું નથી, તેથી આ કદાશયને=ખરાબ આશયને, ત્યાગ કર, પૂર્વે અનુભવેલાં દુઃખોનું સ્મરણ કર, જિનવચનામૃતને પી, તેમના કહેવાયેલા માર્ગથી ચાલ, મનુષ્યજન્મને સફળ કર, તેરાજા, કહે છે હે ભગવન્ ! પાસે રહેલા સુખના ત્યાગથી અદૃષ્ટ સુખની ઇચ્છા અજ્ઞતાનું લક્ષણ છે, તેથી એ પ્રમાણે ન કહો, મારા ઇચ્છિતને કરો. ત્યારપછી વારંવાર કહેવાયેલો પણ જ્યારે પ્રતિબોધ પામતો નથી, ત્યારે મુનિ વડે વિચારાયું – તે આ જણાયું, જ્યારે અમે બન્ને માતંગભવમાં ચિત્ર-સંભૂત નામે શ્રમણ છતા ગજપુર ગયેલા, ગોચરમાં આ પ્રવેશ્યો, નમુચિ મંત્રી વડે સ્ખલના કરાયો, થયેલા કોષવાળા અગ્નિ કાઢવામાં ઉદ્યત એવા મુખ વડે ધુમાડો મુકાયો, સમાકુલીભૂત થયેલા જનથી વૃત્તાંતને જાણીને સનકુમાર ચક્રવર્તી આવ્યા, ત્યારપછી તેના વડે અને મારા વડે કષ્ટથી ઉપશાંત કરાયો, અનશનને અમે સ્વીકાર્યું, અંતઃપુર સહિત ચક્રવર્તી વડે અમે બન્ને વંદન કરાયા, ત્યારપછી સ્ત્રીરત્નની લટના સ્પર્શના વેદનથી થયેલા અભિલાષના અતિરેકથી મારા વડે નિવારણ કરાતાં પણ સંભૂત વડે તેની પ્રાપ્તિ માટે નિયાણુ કરાયું, તે આ વિલસિત છે, આથી કાલદષ્ટની જેમ જિનવચન મંત્ર-તંત્રોને આ અસાધ્ય છે અને મુનિ કાલથી મોક્ષને પામ્યા, બીજો વળી-બ્રહ્મદત્ત, સાતમી નરકપૃથ્વીમાં ગયો.
-
૫૧
-
હવે બીજું કથાનક
પાટલીપુત્રમાં કોણિકપુત્ર ઉદાયિરાજા વડે કોઈક રાજાનું રાજ્ય હરણ કરાયું, તેનો પુત્ર=જેનું રાજ્ય હરણ કરાયું છે તેનો પુત્ર, ઉજ્જયિની ગયો, ઉદાયિના દ્વેષી એવા તેના સ્વામીની=ઉજ્જયિનીના રાજાની આગળ આ કહે છે — હું તેને મારીશ, તમારે સહાય કરવી, એ પ્રમાણે કહીને તે પાટલીપુત્રમાં ગયો, ચિરકાલે નહિ પ્રાપ્ત થયેલા અન્ય ઉપાયવાળા તેના વડે નહિ નિવારણ કરાયેલા પ્રવેશવાળા તે રાજાની પાસે રહેલા આચાર્ય પાસે સાધુલિંગ પ્રાપ્ત કરાયું, બે પ્રકારની શિક્ષા=ગ્રહણ-આસેવન શિક્ષા અભ્યસ્ત કરાઈ, સાધુઓ ખુશ કરાયા,