________________
૪૮
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૩૦-૩૧ ભાવાર્થ :
સંસારનું સુખ પુણ્યાનુબંધી પુણ્યના ઉદયથી અને પાપાનુબંધી પુણ્યના ઉદયથી જનિત છે, તેથી જે જીવો સંયમની સાધના કરીને અનુત્તર દેવલોકમાં ગયા છે, તેઓને દેવભૂવમાં સર્વ પ્રકારના ઉપદ્રવ રહિત ચિત્તની સ્વસ્થતારૂપ અને ઇન્દ્રિયોની સર્વ પ્રકારની અનુકૂળતારૂપ અપૂર્વ સુખ છે, તોપણ કર્યજનિત સુખ ક્યારેય શાશ્વત રહી શકે નહિ, તેથી દેવભવનું કર્મ સમાપ્ત થાય છે, ત્યારે તે અનુત્તરવાસી દેવો પણ મનુષ્યભવમાં જન્મ લે છે, ત્યારે ગર્ભજ દુઃખને પ્રાપ્ત કરે છે, તેથી જે સુખની ઉત્તરમાં દુઃખની પ્રાપ્તિ હોય તેવું પુણ્યાનુબંધી પુણ્યથી જનિત સુખ પણ પરમાર્થથી સુખ નથી.
વળી જેઓએ કોઈક રીતે શુભભાવ કર્યો છે અને ચિત્તમાં અત્યંત વિપર્યાસ વર્તે છે, એવા જીવો તે શુભભાવના બળથી પુણ્ય લઈને મનુષ્યભવમાં કે દેવભવમાં આવે છે, તોપણ ભોગ પ્રત્યેનો સંશ્લેષરૂપ પરિણામ અતિતીવ્ર છે, તેથી ભોગમાં જ સારબુદ્ધિ છે તેવા જીવો શુભભાવથી જે પુણ્ય બાંધે છે તે પાપાનુબંધી પુણ્ય છે અને તેનો વિપાક પ્રાપ્ત થાય ત્યારે મનુષ્યભવમાં કે દેવભવમાં સુખની પ્રાપ્તિ થાય છે, તોપણ મૃત્યુ પછી સંસારના પરિભ્રમણરૂપ અનર્થોની પરંપરા પ્રાપ્ત થાય છે એવાં અનેક દુઃખોની વિડંબનાના કારણભૂત સુખને સુખ કઈ રીતે કહી શકાય ? અર્થાત્ કહી શકાય નહિ.
આનાથી એ ફલિત થાય કે પુણ્યાનુબંધી પુણ્યના ઉદયથી થનારું સુખ કે પાપાનુબંધી પુણ્યના ઉદયથી થનારું સુખ ઉદયકાળમાં સુખનું વેદન કરાવે છે તોપણ જે સુખમાં અલ્પ પણ દુઃખની પ્રાપ્તિ હોય તેને સુખ કહી શકાય નહિ, તેથી પુણ્યાનુબંધી પુણ્યની ઉત્તરમાં પણ ગર્ભાવાસનું દુઃખ છે, માટે પરમાર્થથી તેને સુખ કહી શકાય નહિ અને પાપાનુબંધી પુણ્યના સુખમાં તો ભોગકાળમાં પણ ગાઢ સંશ્લેષને કારણે અંતરંગ ફ્લેશ છે અને ઉત્તરમાં પણ સુખના ભોગ કરતાં પણ પ્રચુર ભવપરંપરારૂપ દુઃખ છે, તેથી ઘણા દુઃખમાં લેશમાત્ર સુખને સુખ કહી શકાય નહિ. Il૩૦II અવતરણિકા :
तदेतद् बहुशोऽपि कथ्यमानं गुरुकर्मणां मनसि न लगतीत्याहઅવતરણિયાર્થ:
તે આ અનેક પ્રકારથી પણ કહેવાતું ભારેકર્મી જીવોના મનમાં સ્પર્શતું નથી, એને કહે છે – ગાથા :
उवएससहस्सेहिं वि, बोहिज्जंतो न बुज्झई कोइ ।
जह बंभदत्तराया, उदाइनिवमारओ चेव ॥३१॥ ગાથાર્થ :
હજરો ઉપદેશોથી પણ બોધ કરાતો કોઈક જીવ બોધ પામતો નથી, જે પ્રમાણે બ્રહ્મદર રાજા અને ઉદાયિ રાજાને મારનાર જીવ. I[૩૧]