________________
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૩૦ સુખના રાગના અભાવનો ઉપદેશ આપવા માટે પરમાર્થથી તેના અભાવને કહે છે=સંસારમાં સુખનો અભાવ છે તેને કહે છે –
ગાથા :
कह तं भन्नइ सोक्खं, सुचिरेण वि जस्स दुक्खमल्लियइ ।
जं च मरणावसाणे, भवसंसाराणुबंधिं च ।।३०।। ગાથાર્થ -
તેને=અનુત્તરવાસી સુખને, કેવી રીતે સુખ કહેવાય ? જેના સુચિરથી પણ અનુત્તરવાસી સુખના દીર્ઘકાળ પછી પણ, દુઃખ પ્રાપ્ત કરાય છે–ગર્ભાવાસનું દુઃખ પ્રાપ્ત કરાય છે અને મરણરૂપ અવસાનમાં જે ભવના સંસરણના અનુબંધવાળું છે તેને કેવી રીતે સુખ કહેવાય ? અર્થાત્ કહી શકાય નહિ. II3oll ટીકા :
कथं तद् भण्यते सौख्यं ? सुचिरेणापि बहुकालेनापि यस्य दुःखमालीयते आश्लिष्यति, यदनन्तरं दुःखं भवतीत्यर्थः । तदनेनानुत्तरसुरसुखस्याप्यनन्तरं गर्भजदुःखाऽऽश्लेषात्पुण्याऽनुबन्धिपुण्यजनितस्याप्यभावो दर्शितः । अधुना पापानुबन्धिपुण्यजनितस्याह-यच्च मरणरूपमवसानं पर्यन्तो मरणावसानं, तस्मिन्, भवन्त्यस्मिन्नानारूपाः प्राणिन इति भवो नारकादिः, तस्मिन् संसरणं पर्यटनं भवसंसारस्तमनुबद्धं शीलं यस्य तद्भवसंसारानुबन्धि । चशब्दादनन्तरं दुःखाश्लेषि च । तत्सुतरां सुखतया वक्तुं न शक्यमिति ।।३०।। ટીકાર્ય :
ઘં ... શનિ | કેવી રીતે તે સુખ કહેવાય ? સુચિરથી પણ=બહુકાળથી પણ, જેને દુઃખ આશ્લેષ કરે=જેતા પછી દુઃખ થાય છે તેને સુખ કહી શકાય નહિ, તે કારણથી આના દ્વારા અનુત્તરસુરના સુખની પણ અનંતરચ્યવન પછી, ગર્ભજ દુઃખનો આશ્લેષ હોવાથી પુણ્યાનુબંધી પુણ્યતિત સુખનો પણ અભાવ બતાવાયો.
હવે પાપાનુબંધી પુણ્યતિત સુખને કહે છે – જે મરણરૂપ અવસાન=મરણ અવસાન, તેમાં, આમાં નાના પ્રકારના પ્રાણીઓ થાય છે એ ભવ નારકાદિ, તેમાં સંસરણ=પર્યટન=મરણ અવસાન, તેમાં, આમાં અનેકરૂપ જીવો થાય છે તે તારકાદિ ભવ તેમાં સંસરણ=પર્યટન એ ભવસંસાર છે તેના અનુબંધ કરવાનો સ્વભાવ છે જેને તે ભવસંસાર અનુબંધી, ૪ શબ્દથી અનંતરમાં દુઃખ આશ્લેષી છે તે=મરણના અવસાતમાં ભવનું અનુબંધી એવું તે, અત્યંત સુખપણાથી કહેવા માટે શક્ય નથી. [૩૦]